આજથી ટેકાના ભાવે મગફળીની ખરીદી શરૂ, પ્રત્યેક ખેડૂત પાસેથી 2500 કિલો ખરીદાશે

News18 Gujarati
Updated: November 1, 2019, 2:16 PM IST
આજથી ટેકાના ભાવે મગફળીની ખરીદી શરૂ, પ્રત્યેક ખેડૂત પાસેથી 2500 કિલો ખરીદાશે
મગફળીની ટેકાના ભાવે ખરીદીની ફાઇલ તસવીર

રાજકોટ જિલ્લામાં 82,000 ખેડૂતોએ ટેકાના ભાવે મગફળીની ખરીદી માટે રજીસ્ટ્રેશન કરાવ્યું છે. અરવલ્લી અને અમરેલીમાં ખેડૂતોની પાંખી હાજરી

  • Share this:
ન્યૂઝ 18 ગુજરાતી : આજે લાભ પાંચમના (Labh Panchami)ના શુભ મહૂર્તે સરકાર દ્વારા (government of Gujarat) ટેકાના ભાવે મગફળીની ખરીદી શરૂ કરાશે. (Purchase process of MSP Groundnut) રાજ્યના પુરવઠા મંત્રી જયેશ રાદડિયાએ અગાઉ જણાવ્યા મુજબ સરકાર દ્વારા મગફળીનો ટેકાનો ભાવ 1080 રૂપિયા જાહેર કરવામાં આવ્યો છે. સરકાર આજથી પ્રત્યેક ખેડૂત પાસેથી 2500 કિલો મગફળી ખરીદશે. સરકાર પ્રારંભિક તબક્કે 25 ખેડૂતોને પ્રત્યેક સેન્ટર પર બોલાવશે અને તેમની મગફળી ખરીદશે.

રાજકોટ

આજથી સૌરાષ્ટ્રના તમામ માર્કેટિંગ યાર્ડમાં વેકેશન સમાપ્ત થયું છે. રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં મગફળી વેચવા માટે તેમજ ટેકાના ભાવે ખરીદી માટે ખેડૂતોની ભીડથી ચક્કાજામ સ્થિતિ થઈ છે. સરકાર દ્વારા રાજકોટ જિલ્લામાં 11 સેન્ટર પર ટેકાના ભાવે મગફળીની ખરીદી કરવાની શરૂઆત કરી છે. રાજકોટ જિલ્લામાં 82,000 ખેડૂતોએ ટેકાના ભાવે ખરીદી માટે રજિસ્ટ્રેશન કરાવ્યું છે. આ ઉપરાંત ખેડૂતો ઓપન માર્કેટમાં પણ વેચવા માટે માલ લઈને યાર્ડમાં આવી પહોંચ્યા છે.

આ પણ વાંચો :  આજથી રાજ્યમાં ટ્રાફિકના નવા નિયમો અને દંડનો કાયદો લાગુ, સરકારની રાહત સમાપ્ત

અરવલ્લી
અરવલ્લી જિલ્લામાં વરસાદના કારણે 50 ટકા જેટલો ઘટાડો છે. ખેડૂતોએ ન્યૂઝ 18 સાથેની વાતચીત જણાવ્યું હતું કે ખેડૂતો ઉત્પાદનના અપેક્ષિત વળતરની આશાએ યાર્ડમાં આવી પહોંચ્યા છે. યાર્ડ ખુલતાં પહેલાં જ ગઈકાલે રાતથી ખેડૂતો મોટી આશાએ પોતાની ઉપજ વેચવા આવ્યા છે.

અમરેલી

સાવરકુંડલા માર્કેટિંગ યાર્ડમાં ટેકાના ભાવે મગફળી વેચવા માટે સવારે માત્ર ત્રણ ખેડૂતો જ આવ્યા હતા. કમોસમી વરસાદને લઈને ખેડૂતો અને તંત્ર મૂજંવણમાં મૂકાયું છે. સાવરકુંડલમાં 3,168 ખેડૂતોએ ટેકાના ભાવે મગફળીની ખરીદી માટે રજિસ્ટ્રેશન કરાવ્યું છે.
First published: November 1, 2019
વધુ વાંચો
अगली ख़बर