માત્ર ગુજરાતમાં 25 માર્ચથી 31 ઓગસ્ટ 2020 સુધીમાં 2115.17 કરોડ રૂપિયા PFમાંથી ઉપાડ્યા

માત્ર ગુજરાતમાં 25 માર્ચથી 31 ઓગસ્ટ 2020 સુધીમાં 2115.17 કરોડ રૂપિયા PFમાંથી ઉપાડ્યા
પ્રતિકાત્મક તસવીર

મનીષ દોશીએ કહ્યું -ગુજરાતમાંથી હજારો નાગરિકો PF એકાઉન્ટમાંથી નાણાં ઉપાડવા મજબૂર બન્યા છે, લોકસભામાં અપાયેલ માહિતીમાં ઘટસ્ફોટ

  • Share this:
અમદાવાદ : કોંગ્રેસ પક્ષનાં મુખ્ય પ્રવક્તા ડૉ. મનીષ દોશીએ દેશ અને ગુજરાતના નાગરિકોની આર્થિક પરેશાની અંગે ભાજપ સરકાર પર પ્રહાર કરતા કહ્યું હતુ કે માત્ર ગુજરાતમાં 25 માર્ચ 2020 થી 31 ઓગસ્ટ 2020 સુધીમાં 2115.17 કરોડ રૂપિયા PFમાંથી ઉપાડ્યા આવ્યા છે. લોકસભામાં આપવામા આવેલા માહિતી અંતર્ગત દેશ અને ગુજરાતની સ્થિતિ ચોંકાવનાર છે. લૉકડાઉન અને અનલોકના પગલે હજારો લાખો લોકો બેરોજગાર બન્યા હતા. જેથી પોતાની જમા મૂડી કહેવાતા પીએફ ઉપાડવાના માટે મજબુર બન્યા છે.

મનીષ દોશીએ કહ્યું હતુ કે આર્થિક મંદી, મોંઘવારી અને કોરોનાની મહામારીમાં નાગરિકોએ પાંચ મહિનામાં 39402 કરોડ રૂપિયા પ્રોવિડન્ટ ફંડમાંથી ઉપાડવા મજબૂર બન્યા છે. ગુજરાતમાંથી હજારો નાગરિકો PF એકાઉન્ટમાંથી નાણાં ઉપાડવા મજબૂર બન્યા છે. બેકાબુ મોંઘવારી અને ભાજપ સરકારનું અણઘડ આયોજન, આર્થિક મોરચે સદંતર નિષ્ફળ રહી છે. દેશમાં દર ચોથા વ્યક્તિમાંથી એક વ્યક્તિ નોકરી ગુમાવી રહ્યા છે. કોરોના મહામારીમાં 1.20 કરોડ નાગરિકોએ રોજગારી ગુમાવી છે. દેશમાં અને ગુજરાતમાં અનેક કંપનીઓ કર્મચારીઓને છુટા કરી રહ્યા છે અથવા તેમનો પગારમાં 30 થી 35 ટકાનો કાપ મૂકી દીધો છે.આ પણ વાંચો - રાજકોટ : સિવિલ હોસ્પિટલમાં લોહીના પરિક્ષણ માટે ચીનના બે મશીન, રાજકારણ શરૂ

આમ જો સમગ્ર દેશની વાત કરીએ તો 39 હજાર 402 કરોડ ધનરાશિ પીએફ ફંડમાંથી ઉપાડી લેવામા આવી છે. ગુજરાત સિવાય મહારાષ્ટ્ર માંથી 7 હજાર 837 કરોડ ધનરાશિ ઉપાડવાના આવી છે.
Published by:Ashish Goyal
First published:September 15, 2020, 20:38 pm

ટૉપ ન્યૂઝ