રાજ્યમાં અત્યાર સુધી 136 ટકા વરસાદ નોંધાયો, હજી વિદાયનાં એંધાણ નથી

News18 Gujarati
Updated: October 2, 2019, 2:09 PM IST
રાજ્યમાં અત્યાર સુધી 136 ટકા વરસાદ નોંધાયો, હજી વિદાયનાં એંધાણ નથી
છેલ્લા 5 વર્ષમાં સૌથી વધુ વરસાદ ચાલુ વર્ષે નોંધાયો છે

આ વખતે ચોમસું સામાન્ય રહેવાની આગાહી કરવામાં આવી હતી પરંતુ ચાલુ વર્ષે ચોમાસામાં સામાન્ય કરતા પણ વધુ વરસાદ નોંધાયો છે

  • Share this:
વિભુ પટેલ, અમદાવાદ : ગુજરાતમાં (Gujarat) ચાલુ વર્ષે ચોમાસામાં (Monsoon) રેકોર્ડ બ્રેક (Record Break) વરસાદ નોંધાયો છે. કચ્છમાં (Kutch) તો અત્યાર સુધીનો સરેરાશ 172 ટકા વરસાદ નોંધાયો છે. હજી પણ વરસાદ વિદાય લે તેવા એંધાણ દેખાતા નથી. ચોમસું સામાન્ય રહેવાની આગાહી કરવામાં આવી હતી પરંતુ ચાલુ વર્ષે ચોમાસામાં સામાન્ય કરતા પણ વધુ વરસાદ નોંધાયો છે. ચાલુ વર્ષે ચોમાસામાં બંગાળની ખાડીમાં (Bay of Bengal) અથવા તો બંગાળ ઉપર બનેલી સિસ્ટમ હોય કે પછી અરબી સમુદ્રમાં (Arabian Sea) સક્રિય થયેલી સિસ્ટમ હોય તમામ સિસ્ટમ ગુજરાત પર આવી. જેના કારણે ગુજરાતમાં ચાલુ વર્ષે ચોમાસુ સારુ રહ્યુ. જોકે દેશમા ચોમાસુ 8 જુનનાં શરુ થયુ હતુ એટલે કે સમય કરતા ચોમાસુ મોડુ શરુ થયુ હતુ. જેથી ચોમાસું નબળુ રહેશે તેવી શંકા હતી.

વાયુ વાવાઝોડું સારો વરસાદ લાવ્યો

ભારતીય મોસમ વિભાગે દેશમાં ચોમાસુ સામાન્ય રહેવાની આગાહી કરી હતી. કેરળમાં 8 જૂન બાદ ધીમે ધીમે ચોમાસુ આગળ વધ્યુ હતુ અને ગુજરાતમા 25 જૂનનાં ચોમાસાની વિધિવત શરુઆત થઇ હતી. જોકે શરુઆત ધમાકેદાર ન હતી. ખેડૂતોને ચિંતા હતી કે આ વર્ષે ચોમાસામાં સારો વરસાદ નહી થાય તો શુ કરીશુ. ચોમાસાની વિધિવત શરુઆત બાદ વરસાદ ખેચાયો અને ઉપર જતા વાયુ વાવાઝોડુ સક્રિય થયુ હતુ. જેના કારણે ચિંતામાં વધારો થયો હતો. હવામાન નિષણાંતો અનુભવના આધારે કહેતા હતા કે વાવાઝોડુ આવે તો ચોમાસાની પેટન બદલી નાખશે. દરિયામાંથી ઉર્જા બહાર આવી જશે જેના કારણે ચોમાસું નબળુ રહેશે. જોકે વાયુ વાવાઝોડુ દરિયામાં જ નબળુ પડ્યું અને ડિપ્રેશન થઇને કચ્છ તરફ આવ્યું. જેના કારણે વરસાદ સારો થયો. જુલાઈ મહિનામાં વરસાદ ખેચાયો અને ઓગસ્ટ મહિનાની શરુઆતથી વરસાદી સિસ્ટમ એક પછી એક બનીને ગુજરાત તરફ આવી હતી. ગુજરાતમાં સર્વત્ર સારો વરસાદ થયો છે. ઓગસ્ટથી લઈ અત્યાર સુધી ગુજરાતમાં સરેરાશ 136 ટકા વરસાદ નોંધાયો જે છેલ્લા 5 વર્ષમાં સૌથી વધુ વરસાદ છે.

આ પણ વાંચો : અંબાજી બસ અકસ્માત પહેલા ડ્રાઇવરે બનાવેલો TikTok વીડિયો વાયરલ

કચ્છમાં અત્યાર સુધી 172 ટકા વરસાદ

મહત્વપૂર્ણ છે કે 2019 ચોમાસાની સિઝનમાં 136 ટકા વરસાદ નોંધાયો છે તો 2018 ચોમાસાની સિઝનમાં 76.73 ટકા વરસાદ નોંધાયો હતો. 2017 ચોમાસાની સિઝનનો 112.18 ટકા વરસાદ થોય હતો. જ્યારે 2016 ચોમાસાની સિઝનનો 91.17 ટકા વરસાદ નોંધાયો હતો. 2015 ચોમાસાની સિઝનનો 81.57 ટકા વરસાદ નોંધાયો હતો. જોકે ગુજરાતમાં છેલ્લા 5 વર્ષનાં વરસાદનાં આંકડા જોતા લાગી રહ્યું છે કે ગુજરાતમાં 2015, 2016 અને 2018નાં વર્ષમાં ચોમાસુ નબળુ હતુ. સામાન્ય કરતા ઓછો વરસાદ નોંધાયો હતો. છેલ્લા 5 વર્ષમાં સૌથી વધુ વરસાદ ચાલુ વર્ષે નોંધાયો છે. તો કચ્છમાં તો રેકોર્ડ બ્રેક વરસાદ નાંધાયો છે. ચાલુ વર્ષે કચ્છમાં અત્યાર સુધીનો સરેરાશ 172 ટકા વરસાદ થયો છે. જો કે હજી પણ ચોમસાની વિદાયના કોઈ એંધાણ દેખાતા નથી. તો ગુજરાતનાં કેટલાક જિલ્લામાં તો લીલો દુષ્કાળ હોય તેવી સ્થિતિ બની છે. ગુજરાતના તમામ ઝોનમાં 100 ટકા ઉપર વરસાદ નોંધાયો છે.
First published: October 2, 2019, 2:08 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading