અમદાવાદ: મિત્ર શારીરિક સંબંધ માટે કરતો હતો દબાણ, યુવતીએ નોંધાવી ફરિયાદ

News18 Gujarati
Updated: June 30, 2018, 12:40 PM IST
અમદાવાદ: મિત્ર શારીરિક સંબંધ માટે કરતો હતો દબાણ, યુવતીએ નોંધાવી ફરિયાદ
કોલેજમાં અભ્યાસ કરતી યુવતીએ યુવક મિત્ર સામે ફરિયાદ નોંધાવી છે

  • Share this:
અમદાવાદમાં છોકરીઓ, મહિલાઓ સલામત છે કે નહીં હવે ધીરે ધીરે એ પ્રશ્ન આપણને થાય તેવી ઘટનાઓ અવારનવાર સામે આવતી જાય છે. મણિનગરની યુવતી સાથે ગેંગરેપની ઘટના સામે આવ્યાં પછી બીજી એક ઘટના સામે આવી છે. જેમાં વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં એક યુવતીએ ફરિયાદ નોંધાવી છે કે તેનો યુવક મિત્ર યુવતીને શારીરિક સંબંધ બાંધવા માટે દબાણ કરતો હતો.

આ મામલે મળતી માહિતી પ્રમાણે કોલેજમાં અભ્યાસ કરતી યુવતીએ યુવક મિત્ર અક્ષય શ્રીમાળી સામે ફરિયાદ નોંધાવી છે. જેમાં તેણે કહ્યું છે કે યુવક મિત્રએ તેની અનેકવાર છેડતી કરી હતી. જે બાદ યુવકે તેના વીડિયો અને ફોટોગ્રાફ સોશિયલ મીડિયામાં મુકવાની ધમકી આપી હતી. આવી છેડતી બાદ ધમકી આપ્યાં પછી તે યુવક યુવતીને શારીરિક સંબંધ બાંધવા દબાણ કરતો હતો. પરંતુ યુવતી તેને સ્પષ્ટ ના પાડતાં યુવક તેને વોટ્સએપ પર મેસેજ કરીને હેરાન પણ કરતો હતો. આ આખી ઘટનાથી ત્રાસીને યુવતીએ તેની સામે દબાણ કરવાની વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

યુવતીએ અક્ષયના માતા-પિતાને કરી હતી જાણ

વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનના અધિકારીએ આ અંગે જણાવ્યું હતું કે, 'યુવતીએ જે યુવક અક્ષય શ્રીમાળી સાથે શાળામાં અભ્યાસ કરતો હતો. ધીરે ધીરે તેમની મિત્રતા વધારે ગાઢ બની ગઇ હતી. તેઓ એકબીજા સાથે ફોટા અને સેલ્ફી પણ પડાવતાં હતાં. થોડા સમય બાદ યુવતીને અક્ષયનો અસલી ચહેરો સામે આવવા લાગ્યો. તે યુવતીને હેરાન કરતો અને શારીરિક સંબંધ બાંધવાનું દબાણ કરતો હતો. તેણે યુવતીને ધમકી પણ આપી હતી કે તું જો નહીં માને તો તારા ફોટા સોશિયલ મીડિયામાં વાયરલ કરી દઇશ. યુવતીએ આ બધી વિગતની જાણ પોતાના પરિવારમાં કરી ન હતી પરંતુ તેણે અક્ષયના માતા-પિતાને આ વાત અંગેની જાણ કરી હતી પરંતુ તેમણે આ અંગે કોઇ યોગ્ય પગલા લીધાં ન હતાં.'

અધિકારીએ આગળ જણાવતાં કહ્યું કે, 'યુવતી રાજપથ ક્લબની પાસે આવેલા અન્ય એક ક્લબમાં રમવા જાય છે ત્યાંથી તે પરત ફરી રહી હતી ત્યારે પણ અક્ષયે તેના એક્ટિવાની ચાવી લઇ લીધી અને તેને હેરાન કરવા લાગ્યો હતો. આમ અવારનવાર હેરાન કરતો હોવાના કારણે યુવતીએ ફરિયાદ નોંધાવી છે.'

અમદાવાદનો નિર્ભયાકાંડઅમદાવાદમાં યુવતીનું અપહરણ કરીને કારમાં ગેંગરેપની ઘટનાએ અમદાવાદીઓને વિચારતાં કરી મુક્યા છે. બાવીસ વર્ષીય કોલેજિયન યુવતીએ આ અંગેની ફરિયાદ કર્યા પછી સેટેલાઇટ પોલીસે એક યુવતી સહિત ચાર જણા સામે ગુનો દાખલ કર્યો છે. આ કેસના આરોપીઓમાં યુવતીનો બોયફ્રેન્ડ ગૌરવ દાલમીયા અને તેના બે મિત્રો અને અન્ય એક યુવતી સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે. નોંધનીય છે કે માર્ચ 2018માં નહેરૂનગરથી આ યુવતીનું સ્કોર્પિયો કારમાં અપહરણ કરાયા બાદ તેની પર કારમાં જ ગેંગરેપ કરાયો હતો અને તેનો વિડીયો ઊતારવામાં આવ્યો હતો. જે પછી તેને બ્લેકમેઇલ કરવામાં આવતી હતી.
First published: June 30, 2018, 9:58 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading