અમદાવાદ : હું તેમને પિતાની જેમ માનતી પણ તેમણે તમામ હદ વટાવી મારા કપડા ઉતારવાની કોશિશ કરી અને...

અમદાવાદ : હું તેમને પિતાની જેમ માનતી પણ તેમણે તમામ હદ વટાવી મારા કપડા ઉતારવાની કોશિશ કરી અને...
પ્રતિકાત્મક તસવીર

આ સંબંધો પારિવારિક થતા ગયા. એક દિવસ મહિલાની માતાનું અવસાન થયું હતું ત્યારે

  • Share this:
અમદાવાદ : શહેરના વાડજ પોલીસસ્ટેશનમાં એક મહિલાએ એક આધેડ સામે ફરિયાદ નોંધાવી છે.  આ મહિલાનો આક્ષેપ છે કે તે જ્યારે બેંકમાં નોકરી કરતી હતી ત્યારે આધેડ એ તેની પાસેથી અનેક ઈન્સ્યોરન્સ પોલિસી લીધી હતી. બાદમાં પારિવારિક સંબંધો બાંધ્યા હતા. પરિવારના સભ્યનું મરણ થતા તેમના ઘરે સાંત્વના આપવાની સાથે દુઃખ દૂર કરવા હવા ફેર કરવા બોલાવી એકલતાનો લાભ લઈને કપડા કાઢી દુષ્કર્મની કોશિશ કરી હતી. આ મહિલા તે પુરુષને પિતા સમાન માનતી હોવા છતાં આ હરકત કરતા સમગ્ર મામલે મહિલાએ વાડજ પોલીસસ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે.

વેજલપુરમાં પતિ અને બાળકો સાથે રહેતી 39 વર્ષીય મહિલા થોડા વર્ષો પહેલા એક બેંકમાં નોકરી કરતી હતી. ત્યારે મહેશ શાહ નામના વ્યક્તિ સાથે તેની મુલાકાત થઈ હતી. પ્રોપર્ટી કેસ ચાલતો હોવાથી મહિલા નોકરીમાં ધ્યાન ન આપી શકતા તેણે આ નોકરી છોડી દીધી હતી. આ મહિલા અવાર નવાર મહેશ શાહની દુકાને દાગીના લેવા જતી અને મહેશ શાહે સંબંધો બનાવી પરિવારના સભ્યો માટે આ મહિલા પાસેથી ઈન્સ્યોરન્સ પોલિસીઓ પણ લીધી હતી. બાદમાં આ સંબંધો પારિવારિક થતા ગયા. એક દિવસ મહિલાની માતાનું અવસાન થયું હતું ત્યારે આ મહેશ ભાઈ ખરખરો કરવા ગયા હતા. મહિલાને અત્યંત દુઃખી જોઈને મહેશભાઈએ પોતાના ઘરે આવવા જણાવ્યું હતું. ઘરમાંથી નીકળીને બીજે જઈને મન હળવું થાય અને હવા ફેર કરવાનું કહીને આ મહિલાને તેના બાળકો સાથે લઈ ગયા હતા. મહેશ શાહના બાળકો અને પત્ની વિદેશમાં રહે અને પોતે તેમની માતા સાથે રહે છે.આ પણ વાંચો -હાઇકોર્ટે ગુજરાત સરકારને લીધી આડે હાથે, કહ્યું કોરોનાના ટેસ્ટ વધારો અને સંક્રમણનું અસલી ચિત્ર રજૂ કરો

ઘરે પહોંચીને મહેશ ભાઈએ આ મહિલાને કોફી પીવડાવી અને બાળકોને ટીવી બતાવ્યું. બાદમાં ધાબે બધું તૂટી ગયું હોવાનું કહી ઉપરના માળે મહિલાને લઈ ગયા. જ્યાં બારણાની સ્ટોપર મારવાના બહાને મહિલાના કપડા કાઢવાની કોશિશ કરી તેની સાથે જબરદસ્તી કરી હતી.

આ પણ જુઓ -

બાદમાં મહિલાએ ત્યાંથી જવાનું કહેતા મહેશ શાહ તેમની કારમાં મહિલાને ઘરે મૂકી ગયા અને ધમકી આપી કે બધા ફોટો છે જો કોઈને કહેશે તો આ બધું બતાવી દેશે. આખરે આ બાબતોથી કંટાળીને મહિલાએ ડીસીપી ને અરજી કર્યા બાદ વાડજ પોલીસે મહેશ શાહ સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

આ પણ જુઓ -SPIPA વિશે જાણવા જેવું : જેના 13 ઉમેદવારઓએ UPSC ફાઇનલમાં બાજી મારી
Published by:Kaushal Pancholi
First published:August 05, 2020, 08:54 am