Home /News /madhya-gujarat /

અમદાવાદઃ હત્યાનો live video, મિત્રએ જ મિત્ર ઉપર છરી વડે હુમલો કરી ઉતાર્યો મોતને ઘાટ

અમદાવાદઃ હત્યાનો live video, મિત્રએ જ મિત્ર ઉપર છરી વડે હુમલો કરી ઉતાર્યો મોતને ઘાટ

મૃતક યુવકની ફાઈલ તસવીર

Ahmedabad crime news: અમદાવાદના (Ahmedabad news) અસલાલીના (Asalali news) લાંબાના દેવરાજ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં (Devraj Industrial Estate) આવેલી કાપડની ફેક્ટરીમાં નોકરી કરતા યુવાનની બપોરે ફેક્ટરી બહાર જ ગળાના ભાગે છરીનો ઘા મારી હત્યા કરવામાં આવી હતી.

વધુ જુઓ ...
અમદાવાદઃ અમદાવાદના (Ahmedabad news) અસલાલીમાં જાહેરમાં ખુની ખેલ ખેલાયાની (friend killed friend in Asalali) ચકચારી ઘટના બની હતી. અહીં એક મિત્રએ જ પોતાના મિત્રને ફેક્ટરીની બહાર બોલાવીને ગળાના ભાગે ઝરી હુલાવી દઈને મોતને ઘાટ ઉતાર્યો (knife attack on friend) હતો. જોકે, અન્ય મિત્રોએ આરોપીને પકડ્યો હતો. અને પોલીસને જાણ કરતા પોલીસે (police arrested accused) આરોપીને દબોચી લઈને આગળની કાર્યવાહી હાથધરી હતી.

ઘટના અંગે મળતી માહિતી પ્રમાણે અમદાવાદના અસલાલીના લાંબાના દેવરાજ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં આવેલી કાપડની ફેક્ટરીમાં નોકરી કરતા યુવાનની બપોરે ફેક્ટરી બહાર જ ગળાના ભાગે છરીનો ઘા મારી હત્યા કરવામાં આવી હતી.

યુવાન ફેક્ટરીમાં કામ કરતો હતો ત્યારે હત્યારો તેને મળવા માટે ફેક્ટરી ઉપર ગયો હતો જ્યાં હત્યારાએ યુવાનને મળવા માટે બહાર બોલાવ્યા બાદ ફરીથી હુમલો કર્યો હતો.

આ પણ વાંચોઃ-અમદાવાદઃ સોલામાં થયેલી હત્યાનો આરોપી રાજા કેવટ ઝડપાયો, માથાભારે રાજાનો આવો છે ગુનાહિત ઇતિહાસ

ઈનદીરાનગર વિભાગ-2 માં રહેતો મનીષ રાઠોડ કાપડની ફેક્ટરીમાં નોકરી કરતો હતો. ગુરુવારે મનીષ નોકરી આવ્યો હતો. બપોરમાં સમયે મનીષ ફેક્ટરીમાં કામ કરી રહ્યો હતો ત્યારે તેનો મિત્ર જીગ્નેશ ઉર્ફે જીગો પાટીલ એ તેને બહાર બોલાવ્યો હતો.

આ પણ વાંચોઃ-શરમજનક કિસ્સોઃ પતિએ પત્ની સાથે સતત અપ્રાકૃતિક શરીર સંબંધ બનાવવાનું શરું કર્યું, કારણ કે...

જેથી મનીષ તને મળવા માટે બહાર આવ્યો જોકે મનીષભાઈ બહાર આવતાની સાથે જ તે જીગાએ તેની પાસેથી છરી વડે મનીષને ગળાના ભાગે ઘા મારી દીધા હતા. જેથી મનીષ લોહીલુહાણ હાલતમાં ત્યાં જ ઢળી પડ્યો હતો. ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલા મનીષ ને સારવાર માટે એલ જી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો.

જ્યાં ફરજ પરના ડોક્ટરે તેમને મૃત જાહેર કર્યો હતો. જ્યારે સમગ્ર ઘટનાની જાણ પોલીસને થતાં જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને આસપાસના સીસીટીવી ફૂટેજ મેળવીને આરોપીને ઝડપી લીધો છે. પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે આરોપી અને મૃતક વચ્ચે અવારનવાર નાની નાની બાબતોમાં ઝઘડા થતા હતા.
Published by:ankit patel
First published:

Tags: Ahmedabad news, CCTV Video, Crime news, Gujarati News News

આગામી સમાચાર