Ahmedabad: દોસ્ત દોસ્ત ના રહા! જે મિત્રને ભગવાન માની મંદિરમાં ફોટો મૂક્યો તેના જ ત્રાસથી યુવકે કર્યો આપઘાત
Ahmedabad: દોસ્ત દોસ્ત ના રહા! જે મિત્રને ભગવાન માની મંદિરમાં ફોટો મૂક્યો તેના જ ત્રાસથી યુવકે કર્યો આપઘાત
પ્રતિકાત્મક તસવીર
Ahmedabad crime news: પરિવારે (family) ઘરે પહોંચી અંતિમવિધિ કરી હતી. બાદમાં ઘરમાંથી બે ચિઠ્ઠી (latter) મળી આવી હતી. જેમાં મૃતકે તેના જ મિત્રના ત્રાસ (friend harrasment) અને બદનામી ભર્યા આક્ષેપોથી કંટાળી મોત વ્હાલું કર્યું હોવાનો આ ચિઠ્ઠીમાં ઉલ્લેખ કર્યો હતો.
અમદાવાદ: અમદાવાદ શહેરમાં (Ahmedabad city news) એક સુસાઈડની (suicide) ઘટના સામે આવી છે. જેમાં એક યુવકે આપઘાત કરી લેતા તેના પરિવારજનોને જાણ કરવામાં આવી હતી. પરિવારે (family) ઘરે પહોંચી અંતિમવિધિ કરી હતી. બાદમાં ઘરમાંથી બે ચિઠ્ઠી (latter) મળી આવી હતી. જેમાં મૃતકે તેના જ મિત્રના ત્રાસ અને બદનામી ભર્યા આક્ષેપોથી કંટાળી મોત વ્હાલું કર્યું હોવાનો આ ચિઠ્ઠીમાં ઉલ્લેખ કર્યો હતો. સમગ્ર બાબતે પોલીસ ફરિયાદ (police complaint) આપતા હવે પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
ઉલ્લેખનીય છે કે પોલીસે તપાસ કરી તો સુસાઈડ નોટમાં મિત્રની પત્ની બાબતોની વાતોનો ઉલ્લેખ કર્યો હતો. અને મૃતક તેના આરોપી મિત્રને ભગવાનની જેમ માનતો અને મંદિરમાં તેનો ફોટો પણ રાખતો હતો. છતાંય આવા મિત્રના લીધે તેણે આપઘાત કર્યો હોવાનું સામે આવ્યું છે.
દહેગામ રોડ પર રહેતા નરેશ ભાઈ પુરબીયા રિક્ષા ચલાવી પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે. તેઓ પાંચ ભાઈ બહેન હતા. જેમાં 37 વર્ષીય અલ્પેશ નામના ભાઈના વર્ષ 2017મા છૂટાછેડા થયા હતા. માતાનું અવસાન થતાં અલ્પેશ ભાઈ એકલા રહેતા હતા. ગત 16મી જાન્યુઆરીના રોજ તેમની બહેનનો ફોન આવ્યો અને જણાવ્યું કે તમે અને ભાભી જલ્દી આવો ભાઈ અલ્પેશ દરવાજો ખોલતો નથી.
નરેશ ભાઈ તાત્કાલિક ત્યાં આવી પહોંચ્યા હતા. અને ઘરનો દરવાજો ખોલી જોયું તો તેમના ભાઈ અલ્પેશ ગળેફાંસો ફાંસો ખાધેલી હાલતમાં હતા. સાડી છત માં હુક સાથે બાંધી તેઓએ આપઘાત કર્યો હતો. આ અંગે પોલીસને જાણ કરી તેઓ લાશની અંતિમવિધિ કરવા ભાઈના ઘરે ગયા હતાં. 12 દિવસ સુધી ઘર સુનું ન મુકાતા તેઓ પણ ત્યાં રહ્યા હતા.
ગત 17મીએ તેઓ ઘરે સુવા જતા હતા ત્યારે ઓશિકા વચ્ચેથી એક ચિઠ્ઠી મળી હતી. જે અન્ય પરિવારજનોની હાજરીમાં લાવી વાંચતા તેમાં મૃતક અલ્પેશ ભાઈએ તેમના મિત્ર સિદ્ધાર્થ પર આક્ષેપ કર્યા હતા. જેમાં લખ્યું હતું કે સિદ્ધાર્થના માનસિક ત્રાસથી કંટાળી તેઓ આપઘાત કરે છે.
મિત્ર સિદ્ધાર્થ અલ્પેશભાઈ ને ખોટી રીતે બદનામ કરી માનસિક ત્રાસ આપતો હોવાથી અલ્પેશભાઈએ આ પગલું ભર્યું હોવાનું સામે આવતા જ નરેશભાઈએ આ અંગે પોલીસને જાણ કરી હતી. જેથી શહેરકોટડા પોલીસે આ અંગે દુષપ્રેરણા નો ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.
Published by:ankit patel
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર