અમદાવાદમાં ખાનગી હોસ્પિટલોમાં કોરોનાની મફત સારવાર બંધ, હવે પૈસા ચૂકવવા પડશે

અમદાવાદમાં ખાનગી હોસ્પિટલોમાં કોરોનાની મફત સારવાર બંધ, હવે પૈસા ચૂકવવા પડશે
પ્રતિકાત્મક તસવીર

જો કોરોનાની મફત સારવાર જોઈતી હોય તો ફરજિયાત સરકારી હોસ્પિટલમાં જ દાખલ થવું પડશે

  • Share this:
અમદાવાદ : અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં મ્યુનિ. દ્વારા કોરોનાની સારવાર માટે રાખેલાં તમામ બેડ હવે પરત કરી દેવાયા છે. હવે ખાનગી હોસ્પિટલોમાં કોરોનાની મફત સારવાર નહીં થાય. જો કોરોનાની મફત સારવાર જોઈતી હોય તો ફરજિયાત સરકારી હોસ્પિટલમાં જ દાખલ થવું પડશે. આ અંગે વાતચીત કરતા અમદાવાદના હોસ્પિટલ એન્ડ નર્સિંગ એસોસિએશનના પ્રમુખ ભરત ગઢવીએ જણાવ્યું કે માર્ચ મહિનાની શરૂઆતમાં ત્રીજી માર્ચે આ નિર્ણય લેવામાં આવ્યો હતો. જે બાદ અમદાવાદની 65 જેટલી હોસ્પિટલ કે જેમાં અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા 50% બેડ રાખવામાં આવ્યા હતા તે એમઓયુ રદ કરવામાં આવ્યા હતા. હવે દર્દી ને ખાનગી હોસ્પિટલમાં સારવાર લેવી હોય તો સ્વ ખર્ચે લેવી પડશે. જોકે.હાલની પરિસ્થિતિને જોતા આ નિર્ણય બદલાય તેવું લાગે છે. આ સાથે અમદાવાદના હોસ્પિટલ એન્ડ નર્સિંગ એસોસિએશનના પ્રમુખ ભરત ગઢવીએ જણાવ્યું કે કોરોનાના કેસ વધ્યા પરંતુ તેની સાથે હોસ્પિટલમાં દર્દીને દાખલ થવું પડે તેવી પરિસ્થિતિ નથી. હવે હોમ આઇસોલેશન માટે ઘરે જ સારવાર આપવામાં આવે છે.

એક તબક્કે કોરોના કેસો વધતાં મ્યુનિ. દ્વારા ખાનગી હોસ્પિટલ સાથે એમઓયુ કરીને 66 જેટલી હોસ્પિટલોમાં 50 ટકા બેડ એએમસી ક્વોટામાં રાખ્યાં હતાં. જ્યારે બાકીનાં 50 ટકા બેડ પર હોસ્પિટલ સત્તાવાળા પોતાની રીતે દર્દીઓને દાખલ કરી નાણાં વસૂલી શકતા હતા. જે 50 ટકા બેડ મ્યુનિ. ક્વોટામાં રખાયાં હતાં એ બેડ જો ખાલી રહે તો પણ નિશ્ચિત રકમ હોસ્પિટલને ચૂકવવા નિર્ણય કરાયો હતો. જોકે હવે ખાનગી હોસ્પિટલોના મ્યુનિ. ક્વોટાનાં બેડ હાલ પૂરતાં હોસ્પિટલને પરત કર્યાં છે, જેથી દાખલ દર્દીઓ પાસેથી હોસ્પિટલ સત્તાવાળા ચાર્જ વસૂલીને સારવાર આપી શકશે. તો બીજી તરફ અમદાવાદ મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગના આરોગ્ય અધિકારી ભાવિન સોલંકીના કહેવા પ્રમાણે માર્ચ મહિનામાં કેસ ઓછા થતાં અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા જે હોસ્પિટલ સાથે 50 ટકા બેઠક રાખવા અંગે એમઓયુ કર્યા હતા તે રદ કર્યા છે.



આ પણ વાંચો - રાજકોટ : ઘરમાં મોબાઇલમાં નેટ નથી આવતું કહી બહાર નીકળેલી 13 વર્ષની સગીરા ગુમ

નાગરિકો માટે હવે કોરોનાની મફત સારવાર માત્ર સિવિલ હોસ્પિટલ, સોલા સિવિલ અને એસવીપી હોસ્પિટલ પૂરતી જ સીમિત થઇ ગઈ છે. તે વચ્ચે અમદાવાદમાં 22 ટકા બેડ આઇસીયુના ભરાઈ ગયા છે જે ચિંતા કરાવે તેવું છે. અમદાવાદમાં ખાનગી હોસ્પિટલમાં 2500 બેડ માંથી 650 જેટલા બેડ પર હાલ કોરોનાના દર્દી સારવાર લઈ રહ્યા છે જ્યારે સરકારી હોસ્પિટલમાં સિવિલ, સોલા સિવિલ, અને એસવીપીમાં કુલ 350 જેટલા દર્દીઓ સારવાર લઈ રહ્યા છે. ચોંકાવનારી વાત તો એ સામે આવી છે કે અમદાવાદમાં પૂર્વ વિસ્તાર કરતા પશ્ચિમ વિસ્તારમાં 550 જેટલા દર્દીઓ ખાનગી હોસ્પિટલ માં સારવાર લઈ રહ્યા છે આ આંકડો અમદાવાદ હોસ્પિટલ અને નર્સિંગ સ્ટાફ એસોસિએશન ના પ્રમુખ ભરત ગઢવી એ જાહેર કર્યો છે જેઓ પશ્ચિમ વિસ્તારના વધતા કેસને કારણે ચિંતિત બન્યા છે પરંતુ કોરોનામાં હવે હોમ કેર ટ્રીટમેન્ટ પણ શરૂ કરવામાં આવી છે.

આ વચ્ચે વેન્ટિલેટર પર છેલ્લા 4 દિવસમાં 40 જેટલા દર્દીઓ રાખવામાં આવ્યા છે. મહત્વની વાત એ છે કે કોર્પોરેશન દ્વારા શહેરની 63 હોસ્પિટલને કોરોના ટ્રીટમેન્ટ માટે જાહેર કરવામાં આવી છે જેમાં કુલ 2500 જેટલા બેડ ફાળવવામાં આવ્યા છે.
Published by:Ashish Goyal
First published:March 20, 2021, 16:11 pm

ટૉપ ન્યૂઝ