Ahmedabad: અમદાવાદમાં AMTS બસમાં ફ્રીમાં મુસાફરી કરવા માટે આ 7 ટર્મિનસ પર ફ્રી પાસ નીકળશે
Ahmedabad: અમદાવાદમાં AMTS બસમાં ફ્રીમાં મુસાફરી કરવા માટે આ 7 ટર્મિનસ પર ફ્રી પાસ નીકળશે
સિનિયર સિટિઝનોએ બસમાં ફ્રી મુસાફરી માટે શહેરના વાડજ, મણિનગર, નરોડા, વાસણા, સારંગપુર, લાલ દરવાજા રિટઝ હોટલ અને વિરાટનગર પૂર્વ ઝોનની ઓફિસ ખાતેથી પાસ કઢાવવાનો રહેશે.
Ahmedabad News: અમદાવાદ મેયર કિરીટ પરમાર (Ahmedabad Mayor) સહિત ભાજપના હોદ્દેદારો દ્વારા આ તમામ સુવિધાની શરૂઆત કરાવવામાં આવી હતી. જેને બહોળો પ્રતિસાદ મળી રહ્યો છે.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) સંચાલિત AMTS બસમાં 1 લી એપ્રિલથી તમામ 65 વર્ષથી ઉપરના સિનિયર સિટીઝન (Senior Citizen) માટે ફ્રી મુસાફરીની શરૂઆત કરવામાં આવી છે. મ્યુનિસિપલ સ્કૂલમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને સ્કૂલે આવવા-જવા ફ્રી મુસાફરી (Free travel for Student) માટે પણ આ સુવિધા આપવામાં આવશે. કોરોનામાં જે વિદ્યાર્થીના માતા કે પિતા અથવા બંને મૃત્યુ પામ્યા હોય તો તેમની માટે એક વર્ષ માટે બસમાં મુસાફરી માટેની પણ શરૂઆત કરવામાં આવી છે. મેયર કિરીટ પરમાર (Ahmedabad Mayor) સહિત ભાજપના હોદ્દેદારો દ્વારા આ તમામ સુવિધાની શરૂઆત કરાવવામાં આવી હતી. જેને બહોળો પ્રતિસાદ મળી રહ્યો છે. આ માટે સિનિયર સિટિઝનોએ બસમાં ફ્રી મુસાફરી માટે શહેરના વાડજ, મણિનગર, નરોડા, વાસણા, સારંગપુર, લાલ દરવાજા રિટઝ હોટલ અને વિરાટનગર પૂર્વ ઝોનની ઓફિસ ખાતેથી પાસ કઢાવવાનો રહેશે.
આ અંગે જણાવતા AMTS ચેરમેન વલ્લભભાઈ પટેલે જણાવ્યું હતું કે, આજથી 65 વર્ષની ઉપરના તમામ અમદાવાદના સિનિયર સિટીઝનોને બસમાં ફ્રી મુસાફરી માટેના પાસ આપવાની યોજનાની શરૂઆત કરવામાં આવી છે. શહેરના અલગ અલગ 7 જેટલા બસ ટર્મિનસ પર તેમજ પૂર્વ ઝોનમાં વિરાટનગર ઓફિસ પર આ પાસ કઢાવવા માટેની સુવિધા કરવામાં આવી છે. ઉપરાંત જે પણ સિનિયર સિટીઝન મંડળો ચાલે છે તેઓ જો અમારો સંપર્ક કરશે તો તેઓને અમારી ટીમ તેમના મંડળ પર જઈ અને ફ્રી પાસ ફોર્મ પણ ભરી આપશે અને બાદમાં પાસ આપશે. અત્યાર સુધી 1500થી વધુ લોકોએ ફોર્મ ભરી દીધા છે. અમે આ અંગે બજેટમાં રજૂઆત કરી હતી. જે પ્રમાણે હવે એપ્રિલ મહિનાથી શુરુઆત કરવામાં આવી છે. આ અંગે મેયર કિરીટ પરમારે જણાવ્યું હતું કે, આજથી તમામ સિનિયર સિટીઝનો જે 65 વર્ષથી ઉપરની ઉંમર આવે છે તેઓને બસમાં ફ્રી પાસની સુવિધા નો પ્રારંભ કરાવ્યો છે તેમજ કોરોના કાળમાં જેના માતા પિતા મૃત્યુ પામ્યા છે તેવા વિદ્યાર્થીઓને પણ બસમાં મુસાફરી માટેની યોજના શરૂ કરવામાં આવી છે.
મેમનગર વિસ્તારમાં રહેતી વરમોરા માનસી નામની યુવતીએ જણાવ્યું હતું કે, આજથી અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસ AMTS દ્વારા કોરોના મૃત્યુ પામેલા માતા કે પિતાના સંતાનોને AMTS બસમાં ફ્રી મુસાફરીની સુવિધા શરૂ કરી છે. મારા પિતા કોરોનામાં મૃત્યુ પામ્યા હતા. હું કોલેજમાં અભ્યાસ કરું છું અને આજે એએમટીએસના દ્વારા મને ફ્રી બસ પાસની સુવિધા આપવામાં આવી છે જે ખૂબ જ ઉપયોગી બનશે.
ઇસનપુર વિસ્તારમાં રહેતા સિનિયર સિટીઝન બાબુભાઈ પટેલે ન્યુઝ18 ગુજરાતી સાથે વાત કરતા જણાવ્યું કે, 65 વર્ષથી ઉપરના તમામ સિનિયર સિટીઝનોને AMTS બસમાં ફ્રી મુસાફરી પાસની સુવિધાઓની શરૂઆત કરી છે અને અમને આજે ફ્રી મુસાફરીના પાસ આપવામાં આવ્યા છે. અગાઉ અમે 65 વર્ષથી ઉપરના લોકોને 50%ની જગ્યાએ 100 ટકા ફ્રી મુસાફરી આપવાની રજૂઆત કરી હતી જેને AMTS ચેરમેને માન્ય રાખી અને 100 ટકા ફ્રી કરી છે.
Published by:rakesh parmar
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર