અમદાવાદ : FRCએ એકલવ્ય સ્કૂલને સવા પાંચ કરોડનો દંડ ફટકાર્યો

News18 Gujarati
Updated: August 28, 2019, 9:05 AM IST
અમદાવાદ : FRCએ એકલવ્ય સ્કૂલને સવા પાંચ કરોડનો દંડ ફટકાર્યો
જિલ્લા શિક્ષણાધિકારી કચેરી, વસ્ત્રાપુર

રૂપિયા 3.50 કરોડથી વધુની રકમ વાલીઓને પરત કરવા તેમજ અન્ય સુવિધાઓના નામે વસૂલવામાં આવેલી 1.81 કરોડની ફીની એફડી કરવા આદેશ.

  • Share this:
સંજય ટાંક, અમદાવાદ : ફી રેગ્યુલેટરી કમિટીએ અમદાવાદની એકલવ્ય સ્કૂલને અધધ સવા પાંચ કરોડનો દંડ ફટકાર્યો છે. છેલ્લા ત્રણ વર્ષથી એકલવ્ય શાળાએ એડમિશન ફીના નામે ખોટી રીતે વાલીઓથી નાણાં વસૂલ્યા હતા. આથી રૂપિયા 3.50 કરોડથી વધુની રકમ શાળાએ વાલીઓને પરત કરવા આદેશ કર્યા છે.

મળતી માહિતી પ્રમાણે અમદાવાદમાં આવેલી એકલવ્ય સ્કૂલ વિવાદમાં સપડાઈ છે. આ વખતે આ સ્કૂલને ફી રેગ્યુલેટરી કમિટીએ કરોડોનો દંડ ફટકાર્યો છે. FRCએ એકલવ્ય શાળાને રૂપિયા 5.25 કરોડથી વધુનો દંડ ભરપાઈ કરવા આદેશ કર્યો છે. જેમાં રૂપિયા 3.50 કરોડથી વધુની રકમ શાળાએ વાલીઓને પરત કરવા, જ્યારે અન્ય સુવિધાઓના નામે વસૂલેલી વધારાની 1 કરોડ 81 લાખની એફડી કરવા FRC આદેશ આપવામાં આવ્યો છે.

છેલ્લા ત્રણ વર્ષથી એકલવ્ય શાળાએ એડમિશન ફીના નામે ખોટી રીતે વાલીઓ પાસેથી નાણાં વસૂલ્યા હતા. શાળાએ વર્ષ 2017-18ના વર્ષ દરમિયાન એડમિશન ફીના નામે 87 લાખ 58 હજાર રૂપિયા વાલીઓ પાસેથી ઉઘરાવ્યા હતા. જ્યારે 1 કરોડ 25 લાખ 91 હજાર રૂપિયા વર્ષ 2018-19 દરમિયાન એડમિશન ફીના નામે લીધા હતા.

વર્ષ 2019-20 દરમિયાન એડમિશન ફીના નામે 1 કરોડ 38 લાખ 29 હજાર વસૂલ્યા હતા. મહત્વનું છે કે એકલવ્ય શાળાની ફી મામલે તપાસ માટે ગયેલા જિલ્લા શિક્ષણાધિકારીને પણ સ્કૂલે બહાર બેસાડી રાખ્યા હતા.
First published: August 28, 2019, 8:21 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading