છેતરપિંડીની નવી રીત! અમદાવાદઃ 'દુઃખી લોકોની મદદ કરવી જોઈએ', ગઠ રૂમાલના પડીકામાં રૂપિયાના બદલે પધરાવી ગયા કાગળો


Updated: October 20, 2020, 2:02 AM IST
છેતરપિંડીની નવી રીત! અમદાવાદઃ 'દુઃખી લોકોની મદદ કરવી જોઈએ', ગઠ રૂમાલના પડીકામાં રૂપિયાના બદલે પધરાવી ગયા કાગળો
પ્રતિકાત્મક તસવીર

તેઓ ગાંધીનગર નોકરી કરે છે અને તેમના શેઠનું લેપટોપ તેમનાથી તૂટી ગયું હોવાથી બંનેને નોકરીમાંથી કાઢી મુકયા છે.

  • Share this:
અમદાવાદ: લોભિયા હોય ત્યાં ધૂતારા ભૂખે ન મરે કહેવતને સાર્થક કરતો કિસ્સો શહેરના ઘાટલોડિયામાં (Ghatalodiya) બન્યો હતો. એ.એમ.સી. માં ફરજ બજાવતા એક કર્મચારીને થયો છે. બે શખસોએ રસ્તામાં મળીને નોકરી છૂટી ગઈ હોવાનું કહી વિશ્વાસમાં લઈ આ વ્યક્તિનો ફોન અને કડુ માંગી લીધું હતું. બાદમાં રૂમાલમાં પડીકું વાળી આપતા તેમાંથી રૂપીયાની જગ્યાએ કાગળો નીકળ્યા હતા. આ ગુનો આચરનાર બે લોકોની ક્રાઇમ બ્રાન્ચે (crime branch) ધરપકડ કરતા તૈયાર થાળીમાં જમવાની ટેવ ધરાવતી ઘાટલોડિયા પોલીસે હવે મોડો ગુનો નોંધતા અનેક શંકાઓ ઉપજી છે.

મૂળ મધ્યપ્રદેશના અને હાલ અમદાવાદના પાવાપુરીમાં રહેતા ભુરસિંગ માવી એ.એમ.સીમાં ડ્રાઈવર તરીકે નોકરી કરે છે. પાંચેક દિવસ પહેલા તેઓ જમવા માટે ઘર નજીક એક હોટલમાં ગયા અને બાદમાં જમીને ઘરે જતા હતા.

ત્યારે બે શખશો તેમને રસ્તામાં મલ્યા અને કહ્યું કે તેઓ ગાંધીનગર નોકરી કરે છે અને તેમના શેઠનું લેપટોપ તેમનાથી તૂટી ગયું હોવાથી બંનેને નોકરીમાંથી કાઢી મુકયા છે.

આ પણ વાંચોઃ-અમદાવાદઃ 'હું તમારી ચરબી ઉતારું છું, તમને જોઈ લઉં છું', મહિલાએ PSIને આપી ધમકી, ફિલ્મી સીન જેવી છે ઘટના

બને શખસોએ કહ્યું કે તેઓ ગાંધીનગરથી ચાલતા આવ્યા છે અને સુરત જવું છે. આ બધી વાતો કરતા કરતા એક શખસ બોલ્યો કે "આપણે દુઃખી હોય તેની મદદ કરવી જોઈએ". આ વાતો કરતા કરતા ત્રણેય આગળ ચાલતા જતા હતા.

આ પણ વાંચોઃ-ગોધરાઃ 16.61 લાખની રદ કરાયેલી જૂની નોટો ઝડપાઈ, જૂની નોટોની વિધિ કરવાનું નવું તરક્ટ? ડે. સરપંચના પુત્ર સહિત બેની ધરપકડઆ પણ વાંચોઃ-હૃદયદ્રાવક દ્રશ્યો! સુરત રેલવેએ શેરડીના ઊભા પાક ઉપર ફેરવ્યું JCB, આંખ સામે નષ્ટ થતાં પાકને જોઈ ખેડૂત ચોધાર આંસુએ રડ્યો

બાદમાં એક શખશે કહ્યું ભુરસિંઘ ને કહ્યું કે હાથમાં પહેરેલું કડુ અને મોબાઈલ ફોન આપી દો અમે તમને રૂપિયા આપીશું. બને લોકો પર વિશ્વાસ આવતા ભુરસિંગ એ વસ્તુઓ આપી દીધી અને શખસોએ રૂમાલમાં પડીકું વાળી તેમાં રૂપિયા છે તેમ કહી તે પડીકું આપ્યું અને ગાડી પાછળ જઈને ગણી લેવા કહ્યું હતું. જેથી ભુરસિંગ ગાડી પાછળ ગયા તો રૂમાલમાંથી કાગળો નિકલ્યા અને બહાર આવીને જોયું તો બંને ફરાર હતા.બાદમાં ક્રાઇમબ્રાન્ચ પણ આવા ગુનેગારો ને શોધી રહી હતી ત્યારે ભરત સોલંકી અને કિશોર મકવાણા નામના બે લોકોની ધરપકડ કરી આ ગુનાનો ભેદ ઉકેલાતા આખરે ઘાટલોડિયા પોલીસને તૈયાર રસોઈ મળી હોય તેમ આરોપીઓનો કબજો મળવાનો હોવાથી ભુરસિંગ ની હવે ફરિયાદ નોંધી હતી.
Published by: ankit patel
First published: October 20, 2020, 1:54 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading