અમદાવાદીઓ સાવધાન : Paytm અપડેટ કરવાને બહાને જાણો કઇ રીતે ગૂમાવ્યા 14 લાખ રૂ.

અમદાવાદીઓ સાવધાન : Paytm અપડેટ કરવાને બહાને જાણો કઇ રીતે ગૂમાવ્યા 14 લાખ રૂ.
Paytm કે અન્ય કોઇપણ ડિજિટલ વોલેટ વાપરતી વખતે ચેતીને રહેવું જરૂરી છે.

Paytm કે અન્ય કોઇપણ ડિજિટલ વોલેટ વાપરતી વખતે ચેતીને રહેવું જરૂરી છે.

 • Share this:
  અમદાવાદ : રાજ્યભરમાં લૉકડાઉન ચાલી રહ્યું છે. ત્યારે સરકાર ડિજીટલ પેમેન્ટને વધારવાનું જણાવે છે. પરંતુ શહેરમાં લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે. Paytm કે અન્ય કોઇપણ ડિજિટલ વોલેટ વાપરતી વખતે ચેતીને રહેવું જરૂરી છે. અમદાવાદનાં આંબાવાડીમાં રહેતા વિનય દેસાઇ સાથે આવુ જ કાંઇક થયુ છે. પેટીએમ કેવાયસી કરવાને બહાને 14.12 લાખ રૂપિયાની છેતરપિંડી થઇ છે.

  આ અંગે મળતી માહિતી પ્રમાણે, શહેરનાં આંબાંવાડી વિસ્તારમાં આવેલા આસ્કા એપાર્ટમેન્ટમાં રહેતા વિનય દેસાઇ સાથે ઠગાઇ થઇ છે. તેમને એક ફોન અને મોબાઇલ પર મેસેજ આવ્યો હતો. પેટીએમ અપડેટ કરો નહીં તો એકાઉન્ટ બ્લોક થઇ જશે. ફોન કરનારે પહેલા ફોન પર ડેબિટ, ક્રેડિટ કાર્ડ નંબર માંગ્યા. જે બાદ ડેબિટ કાર્ડ અને ક્રેડિટ કાર્ડનાં ઓટીપી પણ માંગીને 14 લાખ રૂપિયા ઉપાડી લીધા હતા. પોતાની સાથે ઠગાઇ થયાની જાણ થતાંની સાથે વ્યક્તિએ સાયબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાવી છે. હાલ આ અંગેની તપાસ હાથ ધરવામાં આવી છે.  આ પણ વાંચો - લૉકડાઉનમાં વલસાડની કેરીનો સ્વાદ માણવો છે? પોસ્ટકર્મીઓ તમારા ઘરે પહોંચાડશે

  મહત્વનું છે કે થોડા દિવસ પહેલા રાજકોટમાં સાયબર ફ્રોડ કરતા 51 જેટલા ફ્રોડ મોબાઇલ નંબરને કાયમ માટે બંધ કરાવી દીધા હતાં. સાયબર સેલ દ્વારા પેટીએમ તથા અન્ય મની ટ્રાન્ઝેકશન એપ્લીકેશનમાં કેવાયસી અપડેટના નામે તેમજ શહેરની અમુક ખ્યાતનામ હોટેલ/રેસ્ટોરન્ટના નામ અને આવા જ બીજા પેંતરાઓ દ્વારા લોકોને ફોન અથવા મેસેજ કરી પૈસા પડાવતા હતા. જેથી સાયબર ક્રાઇમમાં આવેલી અરજીઓમાંથી તે નંબર શોધીને તેનું લીસ્ટ તૈયાર કરવામાં આવતા 51 ફ્રોડ મોબાઇલ નંબર મળી આવ્યા હતા. જે અલગ-અલગ રાજયોનાં હતાં. ત્યારબાદ મોબાઇલ નંબરની ઓળખ મેળવી આ નંબરથી ભવિષ્યમાં બીજા લોકો છેતરપીંડીનો ભોગ ન બને માટે આવા મોબાઇલ નંબર બંધ કરાવવા ભારત સરકારના ટેલીકોમ વિભાગને જાણ કરી 51 જેટલા ફ્રોડ મોબાઇલ નંબરને કાયમ માટે બંધ કરાવી દીધા હતાં.

  આ પણ જુઓ - 
  Published by:News18 Gujarati
  First published:May 16, 2020, 13:01 pm

  ટૉપ ન્યૂઝ