Home /News /madhya-gujarat /

અમદાવાદ: 10ની પાણીપુરી 85 હજાર રૂપિયામાં પડી! બિઝનેસમેન સાથે બની વિચિત્ર ઘટના

અમદાવાદ: 10ની પાણીપુરી 85 હજાર રૂપિયામાં પડી! બિઝનેસમેન સાથે બની વિચિત્ર ઘટના

આ બિઝનેસમેન નારણપુરા વિસ્તારમાં પાણી પુરી ખાવા માટે ઉભા હતા

Ahmedabad news : રૂપિયા પડી ગયા છે કહીને ગઠિયાઓ કારમાંથી નજર ચૂકવી મતા ચોરી ફરાર.

અમદાવાદ: શહેરમાં (Ahmedabad) રહેતા એક બિઝનેસમેન સાથે વિચિત્ર (fraud in city) ઘટના બની છે. આ બિઝનેસમેન નારણપુરા વિસ્તારમાં પાણી પુરી ખાવા માટે ઉભા હતા તે દરમિયાન ગઠિયાઓ આવ્યા હતા અને તેમના પૈસા પડી ગયા છે કહીને ૮૫ હજાર રૂપિયાની મતા ચોરી કરી ફરાર થઈ ગયા હતા. સમગ્ર બાબતને લઈને બિઝનેસમેને પોલીસને જાણ કરતા પોલીસે આ અંગે ગુનો નોંધી આસપાસની દુકાનોના સીસીટીવી ફૂટેજ થકી આરોપીઓ સુધી પહોંચવાના પ્રયાસ હાથ ધર્યા છે.

નારણપુરામાં રહેતા કુંતેશ પરીખ આશ્રમ રોડ પર ઓફિસ ધરાવી સોફ્ટવેર કન્સલ્ટિંગનો બિઝનેસ કરે છે. ગત 29 એપ્રિલના રોજ સાંજે સાત વાગ્યાની આસપાસ તેઓ પોતાની મરસીડીસ ગાડી લઈને ઓફિસથી નીકળ્યા હતા. તેમને ડ્રાઇવર સીટની બાજુમાં એક બેગ મુકી હતી. આઠ વાગ્યાની આસપાસ અંકુર ચાર રસ્તા પાસે આવેલી સેન્ડવીચની દુકાન પાસે તેઓએ ગાડી પાર્ક કરી હતી અને ત્યાં પાણીપૂરી ખાઈને ગાડી પાસે પરત આવ્યા હતા.

આ પણ વાંચો - ભારતી આશ્રમના સાધુ મહામંડલેશ્વર હરિહરાનંદ ભારતી બાપુ રહસ્યમય સંજોગોમાં ગુમ, ગુમ થતા પહેલાનો વીડિયો વાયરલ

ત્યારે ગાડીનો દરવાજો ખોલ્યો તે વખતે ગાડીના બોનેટ પાસે કોઈ વ્યક્તિ ઊભો હતો અને તેને જણાવ્યું કે, તમારા પૈસા નીચે પડી ગયા છે. જેથી કુંતેશભાઈ ગાડીમાંથી નીચે ઉતર્યા હતા અને જોયું તો દસ દસની ચાર નોટો પડી હતી. જે લઈને તેઓ ગાડી લઈને કામેશ્વર મંદિરની બાજુમાં આવેલા પેટ્રોલપંપ ઉપર પેટ્રોલ ભરાવવા જતા હતા.

આ પણ વાંચો - અમદાવાદના આ ડોક્ટરને નામે થયો દર્દીના શરીરમાંથી 47 કિલોની સૌથી મોટી ગાંઠ કાઢવાનો રેકોર્ડ

તે દરમિયાન ગાડીમાં રાખેલી એક બેગ જણાઈ નહોતી. બાદમાં તેઓએ સેન્ડવીચની દુકાને જઇને સીસીટીવી ફૂટેજ ચેક કરતા તેઓ જ્યારે ગાડીનો દરવાજો ખોલે છે ત્યારે એક વ્યક્તિ સાઇડમાંથી ડ્રાઇવર સીટની બાજુની સીટ નો દરવાજો ખોલી લેપટોપની બેગ ચોરી કરી ફરાર થઈ જાય છે.

આ સાથે જ તેમાં રહેલા 35 હજાર રોકડા મળી કુલ ૮૫ હજારની મતા ચોરી કરી ફરાર થઈ જાય છે. જે સમગ્ર બાબતને લઈને તેઓએ નારણપુરા પોલીસનો સંપર્ક કરતા પોલીસે આ અંગે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
Published by:Kaushal Pancholi
First published:

Tags: અમદાવાદ, ગુજરાત, છેતરપિંડી

આગામી સમાચાર