અમદાવાદ : પેટ્રોલના ભાવ વધારાથી કંટાળી તમે e vehicle ખરીદવાનું વિચાર્યું છે? ધ્યાન રાખજો નહીં તો...
અમદાવાદ : પેટ્રોલના ભાવ વધારાથી કંટાળી તમે e vehicle ખરીદવાનું વિચાર્યું છે? ધ્યાન રાખજો નહીં તો...
ઈ વ્હીકલ બુકિંગના નામે ફ્રોડ
Fraud Case : અમદાવાદ (Ahmedabad) બાપુનગર (Bapunagar Police) માં રહેતા 35 વર્ષીય એક બહેન ગાંધીનગર ખાતે અર્થશાસ્ત્ર તથા આંકડા શાસ્ત્ર વિભાગમાં નોકરી કરે છે. બેએક માસ પહેલા તેઓને ઇ વ્હીકલની જરૂર પડતા તેઓએ ઓનલાઈન ઓલા ઇલેક્ટ્રિક નામની એપ્લિકેશન પર ઇન્કવાયરી નાખી
અમદાવાદ: પેટ્રોલ (petrol) ના ભાવ 105 પર પહોંચતા સામાન્ય વર્ગના લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. ઇ વ્હીકલ (e vehicle) સસ્તા પડતા હોવાથી હવે લોકો તેની તરફ વળ્યા છે, ત્યાં ગઠિયાઓ પણ લોકોને છેતરવા નવો આઈડીયા અપનાવી રહ્યા છે. એક મહિલા સાથે પણ આવી જ ઠગાઈ (Fraud) થતા પોલીસે તપાસ શરૂ કરી છે.
બાપુનગર (Bapunagar Police) માં રહેતા 35 વર્ષીય એક બહેન ગાંધીનગર ખાતે અર્થશાસ્ત્ર તથા આંકડા શાસ્ત્ર વિભાગમાં નોકરી કરે છે. બેએક માસ પહેલા તેઓને ઇ વ્હીકલની જરૂર પડતા તેઓએ ઓનલાઈન ઓલા ઇલેક્ટ્રિક નામની એપ્લિકેશન પર ઇન્કવાયરી નાખી હતી. ત્યારે તેની પર કોઈનો નંબર હતો, જેની પર ફોન કરતા ફોન પર વાત કરનારે કંપની તરફથી ફોન આવશે તેમ કહી ફોન મુકી દીધો હતો. એકાદ માસ પછી કોઈ વ્યક્તિનો ફોન આવ્યો અને તે ઓલામાંથી વાત કરતો હોવાનું કહી તમારે ઇ વ્હીકલ ખરીદવાનું છે કે કેમ તેવું પૂછ્યું હતું.
બાદમાં આ વ્યક્તિએ આધાર કાર્ડ અને ફોટો માંગ્યા હતા. 80 હજારના તમામ ચાર્જની વાત કર્યા બાદ મહિલાએ તમામ ડોક્યુમેન્ટ મોકલી આપ્યા હતા. ગઠીયાએ આ અંગેનો લેટર પણ મોકલી આપ્યો અને બુકીંગના 20 હજાર માગતા મહિલાએ 20 હજાર મોકલી આપ્યા હતા. અન્ય 80 હજાર પણ ભર્યા બાદ આ એકાઉન્ટ નંબર કંપનીનો છે કે નહીં તેની તપાસ કરતા તે નંબર કંપનીનો ન હોવાનું જણાતા મહિલાએ પોલીસને જાણ કરતા પોલીસે આ અંગે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
ઉલ્લેખનીય છે કે, આ પ્રકારે ઠગાઈ ત્યારે થાય છે જ્યારે કોઈ પણ વ્યક્તિ કોઈ પણ વસ્તુ સર્ચ કરે અને ગૂગલ એટલે કે સર્ચ એન્જીન ઓપ્ટિમઇઝેશન એટલે કે એસ.ઇ.ઓ માં જે પહેલી લિંક કે વેબસાઈટ મળે તેમાં ક્લિક કરતા જ તે ફેક વેબસાઈટ હોય છે. લોકોએ ઊંડાણપૂર્વક તપાસ કરી યોગ્ય અને સાચી વેબસાઈટમાં જ જવું હિતાવહ છે નહીં તો આ પ્રકારે ગઠિયાઓએ બનાવેલી ફેક સાઇટ પરથી ઠગાઈ થવાના કિસ્સા બની શકે છે.
Published by:kiran mehta
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર