ચાલાક 'ઢબુડી માતા'એ પત્નીના નામે કરાવ્યો હતો ભાડા કરાર, 6 લોકો રહે છે ઘરમાં

News18 Gujarati
Updated: September 2, 2019, 7:34 PM IST
ચાલાક 'ઢબુડી માતા'એ પત્નીના નામે કરાવ્યો હતો ભાડા કરાર, 6 લોકો રહે છે ઘરમાં
ન્યૂઝ18 ગુજરાતી પાસે જે ભાડા કરાર આવ્યું છે એમાં તેની પત્નીએ જણાવ્યું છે કે તેની સાથે મકાનમાં અન્ય 6 લોકો પણ રહે છે.

ન્યૂઝ18 ગુજરાતી પાસે જે ભાડા કરાર આવ્યું છે એમાં તેની પત્નીએ જણાવ્યું છે કે તેની સાથે મકાનમાં અન્ય 6 લોકો પણ રહે છે.

  • Share this:
નવીન ઝા, અમદાવાદઃ લોકોની આસ્થા સાથે છેડછાડ કરનારો ધનજી ઓડ હાલ ભૂગર્ભમાં ઉતરી ગયો છે. શનિવારે પોલીસે તેના ભાડાના મકાનમાં નોટિસ આપી આવી હતી અને નિવેદન લખાવવવા હાજર થવા જણાવ્યું હતું પરંતુ તે હાલ હાજર થયો નથી. ધનજીએ જે મકાન ભાડે રાખ્યું છે તે મકાનનું ભાડા કરાર સામે આવ્યું છે અને જેમાં તેને પત્નીના નામે ભાડા કરાર કરાવ્યું હોવાનું સામે આવ્યું છે.

ન્યૂઝ18 ગુજરાતી પાસે જે ભાડા કરાર આવ્યું છે એમાં તેની પત્નીએ જણાવ્યું છે કે તેની સાથે મકાનમાં અન્ય 6 લોકો પણ રહે છે. ભાડા કરારમાં જાણવા મળ્યું છે કે ધનજી પહેલા પણ ચાંદખેડા વિસ્તારમાં રેહતો હતો અને જે ન્યુ cg રોડ પર એક મકાન ભાડે રાખ્યું હતું.હવે સવાલ ઉભો થઈ રહ્યો છે કે 6 સપ્ટેમ્બરે ધનજી કોર્ટમાં આવે છે કે કેમ તે દિવસે તેના આગોતરા જામીન માટે સુનવણી છે.

અહીં ક્લિક કરી વાંચોઃ અમદાવાદ રિવરફ્રન્ટની દીવાલને ઠંડી રાખવા અજમાવ્યો નવતર પ્રયોગ

નવીન ઝા, અમદાવાદ : 'ઢબુડી મા' ઉર્ફે ધનજી ઓડ વિરુદ્ધ પેથાપુર પોલીસ સ્ટેશનમાં બોટાદનાં ભીખાભાઇ માણિયાએ ફરિયાદ નોંધાવી છે ત્યારથી જ ધનજી ઓડ ભૂગર્ભમાં જતો રહ્યો છે. આ અંગે ઢબુડી માનું નિવેદન લેવાનું છે ત્યારે હાલ ધનજી ઓડ સામે આવી નથી રહ્યો. પોલીસે તેને આ અંગે નોટિસ પણ આપી છે. ધનજીને પોતાની હકીકત બહાર આવે તેવી બીક લાગી રહી છે. ધરપકડથી બચવા માટે ધનજી ઓડે આગોતરા જામીન અરજી ગાંધીનગર કોર્ટમાં કરી છે. જેની સુનાવણી છઠ્ઠી તારીખે છે.

પોલીસ ધનજીનાં પાડોશીઓનાં નિવેદન લઇ રહી છે

હાલ પેથાપુર પોલીસ રૂપાલ ગામમાં ઢબુડી માતાનો જ્યાં દરબાર ભરાતો હતો એની બાજુનાં રહીશોની પૂછપરછ કરી રહી છે. તેમણે પાંચ લોકોનાં નિવેદન નોંધ્યા છે. જ્યારે બીજી બાજુ અમદાવાદમાં પોલીસે 4 લોકોના નિવેદન નોંધ્યા છે. અમદાવાદમાં ધનજીનાં ભાડાનાં બંગલાની આસપાસમાં રહેતા રહીશોનાં પણ નિવેદન નોંધ્યા છે.શું હતી ધનજી સામે ફરિયાદ

મહત્વનું છે કે બોટાદનાં ગઢડા શહેરમાં રહેતા ભીખાભાઇ માણિયાનાં 22 વર્ષીય દીકરાને કેન્સર થયું હતું. ભીખાભાઈ માણિયાએ પોતાના દીકરાને બચાવવા માટે દવા અને દુવા બંનેના રસ્તા અપનાવ્યા હતા. આવામાં કોઈએ તેમને ઢબુડી માતાનો સંપર્ક કરવા કહ્યું હતું. ઢબુડી માતા કેન્સરની તથા અન્ય બીમારી દૂર કરવાનો તથા નોકરી, લગ્નના પ્રશ્નો ઉકેલવાનો દાવો કરે છે. જેથી તેઓ ત્યાં ગયા હતાં. ઢબુડી માએ તેમના પુત્રની દવાઓ બંધ કરાવી દીધી હતી. જે બાદ તેનું મૃત્યું નીપજ્યું હતું. ઢબુડી માનો કિસ્સો પ્રકાશમાં આવ્યાં બાદ તેમણે ન્યૂઝ18 ગુજરાતી સાથેની વાતચીતમાં કહ્યું હતું કે, કોઇપણ ઢબુડી માનાં ધતિંગમાં ન ફસાસો. કોઇપણ બીમારીમાં પહેલા ડોક્ટર જે કહે તે જ કરજો. મારા જેવી ભૂલ કોઇ ન કરતાં.
First published: September 2, 2019, 6:59 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading