Bhavnagar Crime News: શાળામાં પ્રશ્નપત્ર ચોરી થવાની ઘટનાના સંદર્ભે ધો .૭ની પરિક્ષા બે દિવસ માટે સ્થગિત રાખવાનો નિર્ણય કરાયો. આ સાથે જ પ્રાથમિક શાળાના (primary school) પ્રશ્નપત્રો મુખ્ય શિક્ષકના ઘરે રાખવાનો નિર્ણય શિક્ષણ વિભાગ દ્વારા કરાયો છે.
અમદાવાદ: ભાવનગરના (Bhavnagar) તળાજામાં નેસવડ પ્રાથમિક શાળામાં (Neswad Primary School) વાર્ષિક પરીક્ષાના પ્રશ્નપત્રોની ચોરીની (Annual examination) ઘટના બાદ આ મામલે હવે વધુ એક વિવાદ ઉભો થયો છે. શાળામાં પ્રશ્નપત્ર ચોરી થવાની ઘટનાના સંદર્ભે ધો .૭ની પરિક્ષા બે દિવસ માટે સ્થગિત રાખવાનો નિર્ણય કરાયો. આ સાથે જ પ્રાથમિક શાળાના પ્રશ્નપત્રો મુખ્ય શિક્ષકના ઘરે રાખવાનો નિર્ણય શિક્ષણ વિભાગ દ્વારા કરાયો છે. જે મામલે હવે વિરોધ થયો છે.
રાજ્ય નગર પ્રાથમિક શિક્ષક સંઘએ શિક્ષણ વિભાગના આ નિર્ણયને અયોગ્ય ગણાવી આ મામલે પુનઃ સમિક્ષા કરવા માંગ કરી છે. ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા પ્રાથમિક શાળામાં પ્રશ્નપત્ર ચોરી થવાની ઘટનાના સંદર્ભે ધો .૭ની પરિક્ષા બે દિવસ માટે સ્થગિત રાખવાનો નિર્ણય કરેલ હતો. પરંતુ આ ઘટનાના પગલે શિક્ષણ વિભાગ દ્વારા કેટલીક સૂચનાઓ જાહેર કરી છે.
જેમાંના સૂચનો અયોગ્ય અને ઉતાવળથી લેવાયેલા હોવાનું ગુજરાત રાજય નગર પ્રાથમિક શિક્ષક સંઘ માની રહ્યું છે. જો પ્રાથમિક શાળાના પ્રશ્નપત્રો મુખ્યશિક્ષક કે આચાર્ય પોતાના ઘરે લઈજાય પરિક્ષા પૂર્વે ઘરેથી લઈને નિકળે તે બાબત યોગ્ય જણાતી નથી કેમ કે મુખ્ય શિક્ષકને પણ આકસ્મિક સંજોગો ઉભા થવાની શકયતા રહેલી છે . આ સંજોગોમાં સમગ્ર શાળાના બાળકો અને અન્યશિક્ષકો માટે મૂશ્કેલી ઉભી થઈ શકે છે.
પરિક્ષા શરૂ થતા પૂર્વે પ્રશ્નપત્રનાં સિલબંધ કવર કલસ્ટર કક્ષાએથી લેવાના હોય પરંતુ પરિક્ષા લેવાનું સ્થળ અને કલસ્ટર વચ્ચે જયારે વધુ અંતર હોય ત્યારે આ વ્યવસ્થા પણ તંત્ર માટે તેમજ મુખ્ય શિક્ષક માટે હેરાનગતીરૂપ અને અવ્યવહારૂ છે. RTE એકટ મુજબ પ્રાથમિક શાળાઓમાં લેવાતી પરિક્ષા એ સતત અને સર્વગ્રાહી મૂલ્યાંકનનો હિસ્સો છે.
આ પરિક્ષાના આધારે માત્ર બાળકના ગ્રેડ નકકી થાય છે . કોઈ પણ બાળકને સ્થગિત કરવામાં આવતા નથી . ઉપરોકત તમામ સ્થિતિમાં કોઈ એકાદ આકસ્મિક ઘટનાને ધ્યાનમાં રાખીને શિક્ષણ વિભાગ દ્વારા લેવાયેલ આ નિર્ણય ઉપર શિક્ષણ વિભાગ દ્વારા પુનઃ વિચારણા કરવી જોઈએ તેમજ જરૂરિયાત જણાય તો અગાઉની જેમ જે તે જિલ્લા કક્ષાએ પ્રશ્નપત્ર તૈયાર કરવાની અને પરિક્ષાઓ લેવાની અગાઉની વ્યવસ્થા ફરીથી શરૂ કરવા પણ વિચારણા કરવી જોઈએ. આથી આવી ઘટનાઓ બને તો તેની અસર તેની અસર અન્ય જિલ્લાઓ કે શહેરોમાં ન પડે.
Published by:ankit patel
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર