ચાર વર્ષની આ બાળકી, જઈ ચૂકી છે પાંચ વખત જેલ...

News18 Gujarati | Pradesh18
Updated: December 12, 2016, 3:28 PM IST
ચાર વર્ષની આ બાળકી, જઈ ચૂકી છે પાંચ વખત જેલ...
ઉત્તર પ્રદેશમાં આવેલ આગરામાં એક ચાર વર્ષની બાળકી પાંચ વખત જેલ જઈ ચૂકી છે. આ વાત જાણી તમને હેરાની થશે પરંતુ આ હકિકત છે. તેમાં ખાસ વાત એ છે કે, વિના કોઈ કારણ આ બાળકી જેલ જઈ આવી છે.

ઉત્તર પ્રદેશમાં આવેલ આગરામાં એક ચાર વર્ષની બાળકી પાંચ વખત જેલ જઈ ચૂકી છે. આ વાત જાણી તમને હેરાની થશે પરંતુ આ હકિકત છે. તેમાં ખાસ વાત એ છે કે, વિના કોઈ કારણ આ બાળકી જેલ જઈ આવી છે.

  • Pradesh18
  • Last Updated: December 12, 2016, 3:28 PM IST
  • Share this:
ઉત્તર પ્રદેશમાં આવેલ આગરામાં એક ચાર વર્ષની બાળકી પાંચ વખત જેલ જઈ ચૂકી છે. આ વાત જાણી તમને હેરાની થશે પરંતુ આ હકિકત છે. તેમાં ખાસ વાત એ છે કે, વિના કોઈ કારણ આ બાળકી જેલ જઈ આવી છે.

હકિકત એવી છે કે, આ બાળકીની માતા ચોર ગેંગની સદસ્ય છે. અને ધરપકડ બાદ જયારે પણ આ મહિલા જેલમાં જાય તે સમયે તેની ચાર વર્ષની બાળકીને પણ જેલ લઈ જવામાં આવતી હતી.

ગત શુક્રવારે જયારે આગરા જીઆરપીએ આ મહિલાની અટક કરી ત્યારે તેની આ બાળકી પાંચમી વખતે જેલમાં આવી હતી. પોલીસે જણાવ્યું હતુ કે, આ માસુમ બાળકીની માતા ટ્રેનોમાં ચોરી કરનાર ગેંગની સદસ્ય છે. અને તેનું નામ રેશ્મા છે. જો કે આ વખતે રેશ્માને પાંચ માસનો ગર્ભ પણ છે અને માનવામાં આવી રહ્યું છે કે તે જેલમાં જ બાળકને જન્મ આપશે.

રેશ્માએ કહ્યું કે તેણીનો પતિ સંજુ જે દારૂડીયો છે અને તે ગમે ત્યારે તેની પુત્રીને માર મારે છે જેના કારણે તે જયારે પણ જેલ આવે ત્યારે સાથે લઈ આવતી હતી.

બીજી તરફ પોલીસના દરેક અધિકારીએ આ મહિલાને સમજાવી ચૂકયા હતા કે ચોરીનો ધંધો છોડે, જેના કારણે આ માસૂમ બાળકીને પણ વારંવાર જેલમાં લાવવી પડે છે. કેટલીક મહિલા અધીકારીઓ પણ આ વાતને લઈને ઘણી ચિંતા વ્યકત કરી રહી છે કે આ વખતે આ મહિલા બીજા બાળકને જેલમાં જ જન્મ આપશે.
First published: December 12, 2016, 3:28 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading