અમદાવાદ: ગટર સાફ કરવા ઉતરેલા ચાર મજૂરોના ગેસ ગળતરથી મોત

News18 Gujarati
Updated: May 19, 2019, 12:17 PM IST
અમદાવાદ: ગટર સાફ કરવા ઉતરેલા ચાર મજૂરોના ગેસ ગળતરથી મોત
ઓઢવમાં ગટર સાફ કરવા ઉતરેલા ચાર મજૂરોના મોત

મોડીરાત્રે શહેરના ઓઢવ વિસ્તારમાં ગટર સાફ કરવા ઉતરેલા ચાર મજૂરોના ગેસ ગળતરથી મોત નિપજ્યાં છે

  • Share this:
હર્મેશ સુખડીયા, અમદાવાદ: મોડીરાત્રે શહેરના ઓઢવ વિસ્તારમાં ગટર સાફ કરવા ઉતરેલા ચાર મજૂરોના ગેસ ગળતરથી મોત નિપજ્યાં છે. અંબિકાનગર પમ્પિંગ સ્ટેશનની આ ઘટના છે, જ્યારે મૃતકોના મૃતદેહો પીએમ માટે સિવિલ હોસ્પિટલ મોકલાયા છે.

વધુ એક વખત ગેસ ગળતરથી મજૂરોના મોતની ઘટના સામે આવી છે. ઓઠવ વિસ્તારમાં અંબિકાનગર પમ્બિંગ સ્ટેશન ખાતે મજૂરો ગટર સાફ કરવા ઉતર્યા હતા. તે દરમિયાન રાત્રે એક વાગ્યે આ ઘટના બની હતી. ગટર સાફ કરવા ઉતરેલા ચાર મજૂરોના ગેસ ગળતરથી મોત થયા હતા.

googletag.cmd.push(function () { googletag.display("/1039154/NW18_GUJ_Desktop/NW18_GUJ_GUJARAT/NW18_GUJ_GUJARAT_AS/NW18_GUJ_GUJ_AS_ROS_BTF_728"); });

આ પણ વાંચો: અ'વાદઃ બ્રેકઅપથી નારાજ પ્રેમીએ ગર્લફ્રેન્ડના બિભત્સ મેસેજ અને તસવીરો કરી વાયરલ


આ ઘટનામાં રમેશભાઈ, સુનિલભાઈ, લાલસિંહ, સર્વજીતનું મોત નિપજ્યું છે, જ્યારે તેમના મૃતદેહ પીએમ માટે સિવિલ હોસ્પિટલ મોકલી અપાયા છે. મળતી માહિતી પ્રમાણે આ મજૂરો કોન્ટ્રાક્ટ પર કામ કરતાં હતાં. તેઓ મહિમા ઇન્ડસ્ટ્રીઝના પ્રાઇવેટ કારીગરો હતા. ઘટના અંગે સુપરવાઇઝર કેતનને જાણ કરાઇ હતી. ઉપરાંત મજૂરો સેફ્ટીના સાધનો વગર અંદર ઉતર્યા હોવાનું જાણવા મળી રહ્યું છે.આ મામલે એએમસીના ડેપ્યુટી કમિશનર વિપુલ મહેતાએ જણાવ્યું કે, દુર્ભાગ્યપૂર્ણ ઘટના બની છે. પ્રિમોન્સુનની કામગીરી અંતર્ગત સફાઇ કામગીરી ચાલી રહી હતી ત્યારે આ ઘટના બની છે. પોલીસ તપાસ બાદ કાર્યવાહી કરાશે. કોન્ટ્રાક્ટર સામે કાર્યવાહી કરાશે. સાથે જ તેમણે કહ્યું કે, સ્ટ્રોમ વોટર લાઇનમાં ગેરકાયદેસર કેમિકલયુક્ત પાણી છોડાયું.

આ ઘટના અંગે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું કે, આ એક દુ:ખદ ઘટના છે. આ અંગે સરકારના નિયમો-કાયદો સ્પષ્ટ છે. ત્યારે આ અંગે કોર્પોરેશન દ્વારા ઝડપથી કાર્યવાહી પૂરી કરવામાં આવશે. મૃતકોના પરિવારોને તાત્કાલિક આર્થિક સહાય કરવામાં આવશે.
First published: May 19, 2019, 8:25 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading