અમદાવાદ અને બનાસકાંઠામાં બે અકસ્માતમાં ચાર લોકોનાં મોત, ચાર ઇજાગ્રસ્ત

News18 Gujarati
Updated: January 25, 2020, 9:32 AM IST
અમદાવાદ અને બનાસકાંઠામાં બે અકસ્માતમાં ચાર લોકોનાં મોત, ચાર ઇજાગ્રસ્ત
પ્રતિકાત્મક તસવીર

અમદાવાદનાં પીપળજ પાસે બે બાઇક વચ્ચે ટક્કર થતા ત્રણ લોકોનાં મોત નીપજ્યાં છે.

  • Share this:
અમદાવાદ : રાજ્યમાં અમદાવાદનાં પીપળજ અને બનાસકાંઠાનાં આબુ રોડ પર અલગ અલગ અકસ્માત સર્જાતા કુલ ચાર લોકોનાં મોત નીપજ્યાં છે. જ્યારે અન્ય ચાર લોકો ઇજાગ્રસ્ત છે જેમને સારવાર માટે હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં છે. અમદાવાદનાં પીપળજ પાસે બે બાઇક વચ્ચે ટક્કર થતા ત્રણ લોકોનાં મોત નીપજ્યાં છે. જ્યારે બનાસકાંઠાનાં આબુરોડ પર કાર અને ટ્રક વચ્ચે અકસ્માતમાં એક વ્યક્તિનું મોત નીપજ્યું છે.

આ પણ વાંચો : રાજકોટમાં તૈયાર થયો સૌથી મોટો રાષ્ટ્રધ્વજ Flag Of Unity, 26 હજારથી વધારે લોકોએ કર્યું નિર્માણ

અમદાવાદનાં પીપળજ પાસે બે બાઈક સામસામે અથડાતા એક વ્યક્તિનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું. જ્યારે અન્ય બે લોકોનાં સારવાર દરમિયાન મોત નીપજ્યાં છે. આ ગોઝારા અકસ્માતમાં હજી એક વ્યક્તિ સારવાર હેઠળ છે. આ અંગે પોલીસે ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચો : ડાંગ જિલ્લાના ખ્રિસ્તીમાં ધર્માંતર થયેલા 144 આદિવાસી પરિવારોની 'ઘર વાપસી'

બનાસકાંઠામાં આબુ રોડ પર અકસ્માતમાં એકનું મોત નીપજ્યું છે. કાર અને ટ્રક વચ્ચે થયેલાં આ જીવલેણ અકસ્માતમાં 4 લોકોને ઈજા પહોંચી હતી. આબુ રોડ પર થયેલી ટક્કરને કારણે થોડીવાર માટે ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી. તમામ ઈજાગ્રસ્તોને સારવાર અર્થે તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. બનાસકાંઠાના અમીરગઢ હાઈવે પર આરાસુરી પેટ્રોલ પંપ પાસે આ અકસ્માત સર્જાયો હતો. હાલ આ અંગે પોલીસે ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે.

આ વીડિયો પણ જુઓ : 

 
First published: January 25, 2020, 9:26 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading