ભાજપના નેતા ભવાન ભરવાડના પુત્ર સાથે 30 લાખની છેતરપિંડી

News18 Gujarati
Updated: April 26, 2019, 5:17 PM IST
ભાજપના નેતા ભવાન ભરવાડના પુત્ર સાથે 30 લાખની છેતરપિંડી
સોલા પોલીસ સ્ટેશન (ફાઈલ ફોટો)

અમદાવાદના ગોતા વિસ્તારમાં ગોકુલ હોટલ ધરાવ અને ભાજપના નેતા ભવાનભાઇ ભરવાડના પુત્ર સાથે છેતરપિંડી થઇ હોવાની ફરિયાદ સોલા પોલીસ સ્ટેશનમાં નોંધાઇ છે.

  • Share this:
હર્મેશ સુખડિયા - અમદાવાદ

ભાજપના નેતા ભવાન ભરવાડના પુત્ર સાથે છેતરપિંડી થઇ હોવાની ઘટના સામે આવી છે. આ મામલે ભવાનભાઇના પુત્ર વિક્રમ ભરવાડે સોલા પોલીસ સ્ટેશનમાં ચાર લોકો સામે ફરિયાદ નોંધાવી. આ ચારેય લોકોએ ડાંગરનો માલ લઇને 30 લાખ ન ચૂકવતા પોલીસે તપાસ હાથ ધરી છે.

અમદાવાદના ગોતા વિસ્તારમાં ગોકુલ હોટલ ધરાવ અને ભાજપના નેતા ભવાનભાઇ ભરવાડના પુત્ર સાથે છેતરપિંડી થઇ હોવાની ફરિયાદ સોલા પોલીસ સ્ટેશનમાં નોંધાઇ છે. વિક્રમ ભરવાડે ચાર લોકો સામે આક્ષેપ કરતા ફરિયાદ કરી છે. વિક્રમભાઇએ પોપટ ભરવાડ, સુરેશ ભરવાડ, વિજય ભરવાડ અને નેગાભાઇ ભરવાડ સામે સોલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

ભોગ બનનાર વિક્રમભાઇ ભરવાડનું કહેવું છે કે પોપટ ભરવાડ, સુરેશ ભરવાડ, વિજય ભરવાડ કૌભાંડીઓ જ છે. વિક્રમભાઇ પાસેથી તેમણે ડાંગર ખરીદી હતી, પણ ભાવ ગગડતા તેઓને નુક્શાન જતું હોવાથી ડાંગર વેચી ન હતી. પણ આખરે 10-10 લાખના ત્રણ ચેક વિક્રમભાઇને આપ્યા હતા, જે બાઉન્સ જતા છેતરપિંડી થઇ હોવાની જાણ થઇ હતી. વિક્રમભાઇનો આક્ષેપ છે કે, અગાઉ બેન્કોની લોન ભરીને પણ આ લોકોએ કૌભાંડ આચર્યું હતું.

હાલ તો પોલીસે પુરાવા ભેગા કરી તપાસ શરૂ કરી છે. આરોપીઓ સામે અગાઉ ક્યાં કેટલી ફરિયાદ કે અરજી થઇ છે તે બાબતે પણ તપાસ કરાઇ રહી છે.
First published: April 26, 2019
વધુ વાંચો
अगली ख़बर