Home /News /madhya-gujarat /

અમદાવાદ સામૂહિક હત્યાકાંડ: શું પિતાએ જ બે બાળકો, પત્ની અને વડ સાસુની હત્યા કરી? વતન તરફ ભાગ્યાની આશંકા

અમદાવાદ સામૂહિક હત્યાકાંડ: શું પિતાએ જ બે બાળકો, પત્ની અને વડ સાસુની હત્યા કરી? વતન તરફ ભાગ્યાની આશંકા

વિનોદ અને તેનો પરિવાર આ ઘરમાં 15 દિવસ પહેલા જ અહીં રહેવા આવ્યા હતા.

Murder in Ahmedabad: હાલ મૃતકની માતાની ઓઢવ પોલીસ પૂછપરછ કરી રહી છે. ફરાર આરોપી દક્ષિણ ગુજરાત કે પોતાના વતન તરફ ગયો હોવાની આશંકા છે.

    Ahmedabad Crime: અમદાવાદ: શહેરના (Ahmedabad News) એક બંધ મકાનમાં પરિવારના ચાર લોકોની હત્યાના (murder in Ahmedabad) ચકચાર કેસમાં હવે ક્રાઇમ બ્રાંચ (Ahmedabad crime branch) પણ જોડાઇ ગઇ છે. ઓઢવ પોલીસે આ મામલે હત્યાની ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી છે. શહેરના વિરાટનગરમાં (Viratnagar murder) આવેલી દિવ્યપ્રભા સોસાયટીના મકાન નંબર 30માં સોનલ મરાઠી, પતિ વિનોદ (Vinod Marathi), દીકરો ગણેશ, દીકરી પ્રગતિ સાથે રહેતા હતા. પ્રાથમિક તપાસ પ્રમાણે પતિ વિનોદે પત્ની, દીકરો, દીકરી અને વડસાસુ સુભદ્રા મરાઠીની ઘરકંકાસ બાદ હત્યા કરી હોવાની આશંકા છે. હાલ વિનોદ ફરાર છે. હાલ મૃતકની માતાની ઓઢવ પોલીસ પૂછપરછ કરી રહી છે. ફરાર આરોપી દક્ષિણ ગુજરાત કે પોતાના વતન તરફ ગયો હોવાની આશંકા છે.

    વિનોદ દારૂ પીવાનો બંધાણી હતો

    આ અંગે મળતી માહિતી પ્રમાણે, વિનોદ દારૂ પીવાનો બંધાણી હતો અન તે ટેમ્પો ચલાવતો હતો. તેને થોડા દિવસ પહેલા જ એક મકાન વેચ્યું હતું. જેથી પત્ની અને સાસરિયા તેને આ રૂપિયાથી અન્ય મકાન ખરીદવાનું દબાણ કરતા હતા. આશંકા છે કે, આ દબાણને કારણે તેમની વચ્ચે ઝઘડો થયો હતો. અને ત્રણ દિવસ પહેલા સોનલે માતા અને તેના દાદીને પોતાના ઘરે જમવા બોલાવ્યા હતા.

    આ પણ વાંચો -અમદાવાદમાં એક જ ઘરમાં ચાર લોકોની હત્યા મામલે થયો મોટો ખુલાસો

    ત્રણ દિવસ પહેલા હત્યા થવાની આશંકા

    ત્રણ દિવસ પહેલા સાંજે 7થી 9માં આ સામૂહિક હત્યાને અંજામ અપાયાનું પણ માનવામાં આવી રહ્યું છે. સોનલના દાદી તેના ઘરે પહેલા આવી ગયા હતા. જે બાદ આ ખૂની ખેલ ખેલાયો હતો અને તે બાદ સોનલની માતા આવી હોવાની આશંકા સેવાઇ રહી છે. સોનલની માતાને વિનોદે ઘરની બહાર જ રોકી લીધી હતી. અને તેની સાથે બહાર જ બોલાચાલી થઇ હતી. વિનોદે સાસુ પર પણ હુમલો કર્યો હતો અને તે બાદ તે ત્યાંથી ફરાર થઇ ગયો હતો.

    આ પણ વાંચો - રંગીલુ રાજકોટ બન્યું રક્તરંજિત, પોલીસ સ્ટેશનથી માત્ર 50 મીટર દૂર ક્ષત્રિય યુવાનની થઇ હત્યા

    15 દિવસ પહેલા જ પરિવાર આ ઘરમાં આવ્યો હતો રહેવા

    વિનોદ અને તેનો પરિવાર આ ઘરમાં 15 દિવસ પહેલા જ અહીં રહેવા આવ્યા હતા. પ્રાથમિક માહિતી પ્રમાણે, વિનોદ પોતાના વતન તરફ કે દક્ષિણ ગુજરાત તરફ ભાગી ગયાની આશંકા છે.



    સોનલની માતાએ પહેલા પોતાની પર હુમલાની વાત છુપાવી હતી

    સોનલની માતાએ પહેલા પોલીસને ગેરમાર્ગે દોરી હતી. તેમણે જણાવ્યુ હતુ કે, સોનલ છેલ્લા ચાર દિવસથી ફોન ઉપાડી રહી નથી. જેથી તેની માતા અંબાબહેનને કંઇક અજુગતુ બન્યું હોવાની શંકાને કારણે પોલીસને તપાસ કરવા માટે જણાવ્યુ હતુ. જે બાદ આ આખી ઘટના સામે આવી હતી. પોલીસને આશંકા છે કે, હત્યા બાદ વિનોદે પોતાની સાસુ પર પણ હુમલો કર્યો હતો. જેથી પોલીસે ત્યાં જઇ તપાસ કરતા અલગ અલગ રૂમમાંથી ચાર લાશ મળી આવી હતી. ચાર દિવસ પહેલાં હત્યા કરી હોવાથી લાશ દુર્ગંધ મારતી હતી.
    Published by:Kaushal Pancholi
    First published:

    Tags: Ahmedabad Murder, અમદાવાદ, ગુજરાત, હત્યા

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन