અમદાવાદ: પરપ્રાંતીય સગીરા પર તેના જ પરિવારના 4 જણે આચર્યું દુષ્કર્મ

News18 Gujarati
Updated: October 26, 2018, 12:19 PM IST
અમદાવાદ: પરપ્રાંતીય સગીરા પર તેના જ પરિવારના 4 જણે આચર્યું દુષ્કર્મ
પ્રતિકાત્મક તસવીર

પોલીસના કહેવા પ્રમાણે ચારેય આરોપીઓ સગીરાના કૌટુંબિક પરિવારજનો છે.

  • Share this:
અમદાવાદના વસ્ત્રાપુર રેલવે ક્રોસિંગ પાસે આવેલા હરીનગરની પરપ્રાંતીય સગીરા પર ચાર જણે દુષ્કર્મ કર્યાની ફરિયાદ નોંધાઇ છે. પોલીસના કહેવા પ્રમાણે ચારેય આરોપીઓ સગીરાના કૌટુંબિક પરિવારજનો છે.

આ મામલે મળતી માહિતી પ્રમાણે રેલવે ક્રોસિંગ પાસે આવેલા હરીનગરની પરપ્રાંતીય સગીરા પર દુષ્કર્મ થયું છે. સગીરાને મજૂરી કામ આપવાનું કહીને અમદાવાદ બોલાવવામાં આવી હતી. ત્યારબાદ તેની પર કૌટુંબિક પરિવારજનોએ જ દુષ્કર્મ આચર્યું છે. વેજલપુર પોલીસ સ્ટેશનમાં ચારેય આરોપીઓ વિરુદ્ધ દુષ્કર્મની ફરિયાદ નોંધાવી છે. આ મામલામાં પોક્સો એક્ટ મુજબ ફરિયાદ નોંધવામાં આવી છે.

આ પણ વાંચો : ટોળાંએ કિશોરને નિર્વસ્ત્ર કરી ઝાડ સાથે બાંધ્યો, શરીર પર છોડી કીડીઓ

પોલીસે સગીરાનું મેડિકલ ચેકઅપ કરાવી ચારેય આરોપીઓને પકડવાના ચક્રો ગતિમાન કર્યા છે.

આ પણ વાંચો : સુરત: સંબંધીના સગીર પુત્રએ પાંચ વર્ષની દીકરી પર આચર્યું દુષ્કર્મ

મહત્વનું છે કે સોશિયલ મીડિયા પર મિત્રતા અને ત્યાર બાદ બ્લેકમેઇલિંગના અનેક કેસ દરરોજ સામે આવતા રહે છે. અમદાવાદના એક કેસમાં ઇન્ટાગ્રામ પર છોકરીના નામે એક સગીરા સાથે મિત્રતા કેળવી યુવકે તેના અર્ધનગ્ન ફોટોગ્રાફ્સ મેળવી લીધા હતા. આ માટે તેણે એક વ્યવસ્થિત ષડયંત્ર રચ્યું હતું. આખું પ્રકરણ ત્યારે સામે આવ્યું જ્યારે સગીરાના પિતાને વિદેશમાં રહેતા તેના એક મિત્રનો ફોન આવ્યો. મિત્રએ ફોન પર જે વાત કહી તે સાંભળીને તેના પગ તળેથી જમીન સરકી ગઈ હતી.
First published: October 26, 2018
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading