Home /News /madhya-gujarat /

દવા સમયસર લેવાનું ન ભુલાય તે માટે અમદાવાદી યુવાનોએ વિક્સાવ્યું કમાલનું ડિવાઇસ

દવા સમયસર લેવાનું ન ભુલાય તે માટે અમદાવાદી યુવાનોએ વિક્સાવ્યું કમાલનું ડિવાઇસ

અમદાવાદી યુવાનોએ બનાવી ખાસ ડિવાઇસ

અમદાવાદનાં (Ahmedabad City) ચાર યુવાનોએ વિક્સાવેલું ડિવાઈસ દર્દી અને સ્વજનને દવા લેવાનું યાદ કરાવશે એ પણ કેટલીવાર ટેબ્લેટ ભૂલ્યા તેનો રિપોર્ટ પણ આપશે. આ ડીવાઈઝની (Madicine Device) ખસિયાત એ છે કે બ્રેઈન લિપિની સાથે એલાર્મ-ડિસપ્લે હોવાથી આ ડીવાઈઝ દિવ્યાંગો માટે ઉપયોગી છે.

વધુ જુઓ ...
અમદાવાદનાં (Ahmedabad City) ચાર યુવાનોએ વિક્સાવેલું ડિવાઈસ દર્દી અને સ્વજનને દવા લેવાનું યાદ કરાવશે એ પણ કેટલીવાર ટેબ્લેટ ભૂલ્યા તેનો રિપોર્ટ પણ આપશે. આ ડીવાઈઝની (Madicine Device) ખસિયાત એ છે કે બ્રેઈન લિપિની સાથે એલાર્મ-ડિસપ્લે હોવાથી આ ડીવાઈઝ દિવ્યાંગો માટે ઉપયોગી છે. કુશ પ્રજાપતિ, ધૌમિલ પરમાર, રાજ શાહ અને હર્ષ માંગુકિયાએ આ ખાસ ડિવાઈસ વિક્સાવ્યું છે. જેની સૌથી મોટી વાત એ છે કે અમદાવાદના આ યુવાનોના સ્ટાર્ટઅપમાં રાજ્યની ખ્યાતનામ ફાર્મા કંપની અને બ્રિટનની વિખ્યાત ફાર્મા કંપનીએ રસ દાખવ્યો છે.

આ પણ વાંચો-રાજકોટ : વ્યાજખોરોનાં ત્રાસથી વિધવા માતાએ ફિનાઇલ પી આત્મહત્યા કરવાનો કર્યો પ્રયાસ

3,500થી 5,000ની કિંમતનું છે ડિવાઇસ-
આ ડિવાઈસની શરૂઆતી કિંમત અલગ અલગ મોડલ મુજબ રૂ. 3500થી રૂ.5 હજાર છે. અત્યાર સુધીમાં 100 જેટલા ડિવાઈસનું વેચાણ થઈ ચૂક્યું છે. વિશ્વકર્મા એન્જિનિયરિંગ કોલેજમાં ઇલેકટ્રિકલ એન્જિનિયરિંગ અભ્યાસ કરી ચૂકેલા કુશ પ્રજાપતિ અને ધૌમિલ પરમારે LM ફાર્મસી કોલેજના ઇન્ક્યુબેશન સેન્ટરમાં હેલ્થકેર સેક્ટરમાં ઉપયોગી એવું આ મેડિસિન ડિવાઇસ વિકસાવ્યુ છે. આ ડિવાઈસને રેમેડ પ્લસ નામ આપવામાં આવ્યુ છે. જ્યારે હર્ષ માંગુકિયા અને રાજ શાહે ડિવાઈસ લોન્ચ કરવામાં મહત્વપૂર્ણ ભાગ ભજવ્યો છે.હવે ક્રોનિક બીમારી ધરાવતા દર્દીઓ માટે દવા લેવાનું યાદ રાખવું સરળ બનશે અને દવા લેવાનું ભૂલાશે નહીં. કુશ પ્રજાપતિ, ધૌમિલ પરમાર, રાજ શાહ અને હર્ષ માંગુકિયાએ મેડિસિન રિમાઈન્ડર ડિવાઈસ બનાવી દવા લેવાનું ભૂલવાનો તોડ શોધી કાઢ્યો છે. જેમાં ક્રોનિક એટલે કે કાર્ડિઆક, કેન્સર, ડાયાબિટીસ જેવા રોગની સાથે-સાથે એવા અન્ય રોગો કે જેમાં દૈનિક ત્રણ ટાઇમ કે તેનાથી વધુ વાર દવા લેવી પડતી હોય તેવા દર્દીઓ માટે ડિવાઇસ વિકસાવ્યું છે, જે દર્દીઓને દવા લેવાનું યાદ અપાવશે.

આ પણ વાંચો-કોરોનાકાળ બાદ ગુજરાતીઓ મનમુકીને દિવાળીની રજાઓમાં ફર્યા, આબુ, દિવ-ડુમસ, ગીર પ્રવાસીઓથી ઉભરાયું

આ ડિવાઇસ અંગે વાતચીત કરતા કુશ પ્રજાપતિ નું કહેવું છે કે બેટરી સંચાલિત આ ડિવાઇસમાં ઇનબિલ્ટ વાઈ-ફાઈ છે. ડિવાઈસમાં દવા મુકવા સમયે મોબાઇલ કનેક્ટ કરવો જરૂરી છે, ત્યાર બાદ વાઈ-ફાઈની જરૂર રહેતી નથી. મોબાઇલ એપ્લિકેશન સાથે કનેક્ટ આ ડિવાઇસમાં જે દવા મુકવામાં આવે છે, તેની સ્ટ્રિપની ફોટો સાથેની વિગતો એપમાં ઇનબિલ્ટ હોય છે. જે દવા ડિવાઇસમાં મુકાય છે, તેને મોબાઇલ એપમાં સિલેક્ટ કરી, દવા લેવાનો ટાઇમ ડોક્ટરની સૂચના પ્રમાણે સેટ કરવામાં આવે છે. તો રાજ શાહ ના કહેવા પ્રમાણે દર્દીને જ્યારે દવા લેવાનો સમય થાય ત્યારે એલાર્મની સાથે ડિવાઇસ પરના ડિસ્પ્લે પર જે દવા લેવાની છે, તેની વિગતો દર્શાવે છે અને મોબાઇલ પર પણ એલર્ટ આવે છે. આ ડિવાઇસને ગૂગલ વોઇસ અને એલેક્સા સાથે પણ જોડી શકાય છે.
Published by:Margi Pandya
First published:

Tags: Ahmedabad city, Ahmedabad news

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन