અમદાવાદઃ નોકરીમાંથી કાઢી મૂકવાની ધમકી આપી યુવતી પર દુષ્કર્મ, ચાર વાર કરાવ્યો ગર્ભપાત, આરોપીની પત્નીએ કરી હતી મદદ

અમદાવાદઃ નોકરીમાંથી કાઢી મૂકવાની ધમકી આપી યુવતી પર દુષ્કર્મ, ચાર વાર કરાવ્યો ગર્ભપાત, આરોપીની પત્નીએ કરી હતી મદદ
પ્રતિકાત્મક તસવીર

તેની માંગણી નહીં સંતોષાય તો નોકરીમાંથી કાઢી મૂકશે. જેથી આ યુવતી તેના તાબે થઇ હતી. ઐયુબએ તેની પત્નીની સામે યુવતીને લગ્નની લાલચ આપી હતી.

  • Share this:
અમદાવાદ: કપડાના કારખાનામાં નોકરી કરતી યુવતીની આર્થિક મજબૂરીનો લાભ લઇ અનેક વખત બળાત્કાર ગુજારી ચાર વાર યુવતીનો ગર્ભપાત (Abortion) કરાવ્યો હોવાની ઘટના સામે આવી છે. આટલું જ નહીં બળાત્કાર  (rape) કરનાર અને તેની પત્ની આ યુવતીને ધમકી પણ આપતા હતા. જેથી કંટાળી યુવતીએ રખિયાલ પોલીસ સ્ટેશનમાં (Rakhiyal police station) ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ શરૂ કરી છે.

રખિયાલમાં રહેતી એક યુવતી તેના પરિવાર સાથે રહે છે અને તે દરજી કામ કરે છે. તેના નજીકમાં જ ઐયુબ અને તેની પત્ની રહે છે. ઐયુબ પોતાના મકાન ઉપર ડ્રેસની સિલાઈનું કારખાનુ ચલાવે છે. જેથી આ યુવતી પણ ત્યાં કામ કરવા જતી હતી. તેની સાથે બે નાની બહેનો પણ ત્યાં જ કામ કરતી હતી.વર્ષ 2013માં યુવતી સાથે ઐયુબ બીભત્સ વાતો કરતો હતો. જોકે આર્થિક પરિસ્થિતિ સારી ન હોવાથી યુવતી તેનો વિરોધ કરતી ન હતી. બાદમાં ઐયુબએ યુવતીને ધમકી આપી કે તેની માંગણી નહીં સંતોષાય તો નોકરીમાંથી કાઢી મૂકશે. જેથી આ યુવતી તેના તાબે થઇ હતી. આ દરમિયાન ઐયુબએ તેની પત્નીની સામે યુવતીને લગ્નની લાલચ આપી હતી. ત્યારબાદ ઐયુબ વારંવાર બળાત્કાર ગુજારતો હતો.

આ પણ વાંચોઃ-સતત 20 વર્ષથી લડતા 65 વર્ષના 'દાદા' જમીન અંગે ન્યાય માટે સાઈકલ ઉપર ગીર સોમનાથથી ગાંધીનગર જવા નીકળ્યા

આ સમયે યુવતી ગર્ભવતી થઈ હતી. ત્યારે ઐયુબની પત્નીએ ધમકી આપી કાંકરિયા ઇન્દુ બહેન નામની મહિલાના ઘરે લઇ જઇ ગર્ભપાત કરાવી દીધો હતો. ત્યારબાદ પણ યુવતી ત્યાં નોકરી કરવા જતી હતી. બાદમાં પણ પતિ-પત્નીએ યુવતીને ધમકી આપી હતી કે કોઈને જાણ કરીશ તો જીવતી સળગાવી દઈશું.

આ પણ  વાંચોઃ-ગુજરાતમાં સૌ પ્રથમ રાજકોટમાં corona દર્દીના મૃતદેહની પેથોલોજીકલ ઓટોપ્સીનો પ્રારંભ, મૃતકના સગાની ઓળખ ગુપ્ત રખાશે

આ દરમિયાન પણ ઐયુબ તેને જુદી જુદી જગ્યાએ લઇ જઇ બળાત્કાર ગુજારતો હતો. ત્યારબાદ તેને નિકાહ નામું તૈયાર કરાવી સહીઓ કરાવી લીધી હતી. અને અનેક વખત ઐયુબએ શરીરસુખ માણી તેનો ફોટો વિડીયો પણ બનાવી વાયરલ કરવાની આપી બળાત્કાર ગુજાર્યો હતો.

આ પણ વાંચોઃ-સુરતઃ 'અમે તમારી સાડીઓ વેચી નાંખી, સંપર્ક કરશો તો ટાંટીયા તોડી નાંખીશું', ફ્રોડ પિતા-પુત્રની ધરપકડ

બે વખત આ યુવતી ગર્ભવતી થઈ હતી અને જુદી જુદી જગ્યાએ તેનો ગર્ભપાત કરાવ્યો હતો. બાદમાં નૂર નગર ખાતે લઇ જઇ મનીષા દેસાઈ હોસ્પિટલમાં પણ આ યુવતીનો ગર્ભપાત કરાવ્યો હતો.

આમ ચાર વખત ગર્ભપાત કરાવી ઐયુબની પત્નીએ યુવતીને ગર્ભપાતની ગોળીઓ લાવી આપી ધમકીઓ આપતા યુવતીએ  કંટાળી ઐયુબ અને તેની પત્ની સામે રખિયાલ પોલીસ સ્ટેશનમાં અરજી આપતાં પોલીસે તપાસ કરી આ મામલે ફરિયાદ નોંધી આરોપીઓને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે.
Published by:ankit patel
First published:September 09, 2020, 17:38 pm

ટૉપ ન્યૂઝ