જન્મ દિવસ વિશેષઃપત્રકાર અટલ કેવી રીતે બન્યા પ્રધાનમંત્રી, જાણો આખી કહાની

News18 Gujarati | Pradesh18
Updated: December 25, 2016, 10:45 AM IST
જન્મ દિવસ વિશેષઃપત્રકાર અટલ કેવી રીતે બન્યા પ્રધાનમંત્રી, જાણો આખી કહાની
નવી દિલ્હીઃપૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીનો આજે જન્મદિવસ છે. પીએમ મોદીએ વાજપેયીજીને જન્મદિવસની શુભેચ્છા પાઠવી છે.ટ્વિટ કરી પીએમ મોદીએ શુભેચ્છા આપી છે.

નવી દિલ્હીઃપૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીનો આજે જન્મદિવસ છે. પીએમ મોદીએ વાજપેયીજીને જન્મદિવસની શુભેચ્છા પાઠવી છે.ટ્વિટ કરી પીએમ મોદીએ શુભેચ્છા આપી છે.

  • Pradesh18
  • Last Updated: December 25, 2016, 10:45 AM IST
  • Share this:
નવી દિલ્હીઃપૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીનો આજે જન્મદિવસ છે. પીએમ મોદીએ વાજપેયીજીને જન્મદિવસની શુભેચ્છા પાઠવી છે.ટ્વિટ કરી પીએમ મોદીએ શુભેચ્છા આપી છે.
અટલ બિહારી વાજપેયી કવિ,એક પત્રકાર, રાજનેતા અને દેશના પ્રધાનમંત્રી રહી ચુક્યા છે. અટલ આજે ભલે રાજનિતિથી દૂર હોય પરંતુ તેમને આજે પણ સન્માન અને આદરથી યાદ કરાય છે.
25 ડિસેમ્બર 1924માં અટલ બિહારીનો જન્મ ગ્વાલિયરમાં થયો હતો. તેઓ મા કૃષ્ણાના સાતમા સંતાન હતા. ત્રણ બહેન, ત્રણ ભાઇ. અટલને કંચે ખેલવા સૌથીવધુ પસંદ હતું. તેઓ નાનપણમાં કવિ સંમેલનમાં જઇ કવિતા સાંભળતા અને નેતાઓના ભાષણ સાંભળતા અને મોકો મળે ત્યારે મોજ મસ્તી કરતા હતા.

પત્રકાર બનવા માગતા હતા અટલ
તેમને નાનપણથી પત્રકાર બનવાની ઇચ્છા હતા. તેમનું ભણતર બડનગરના ગોરખી વિદ્યાલયમાં થયુ હતું. ત્યા પિતા શિક્ષક હતા. કોલેજનું ભણતર ગ્વાલિયર વિક્ટોરિયા કોલેજમાં થયું હતું. ચાલીસના દાયકામાં અટલજી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘથી જોડાયા અને ભારત છોડો આદોલનમાં જેલમાં પણ ગયા.

પત્રકારત્વમાં બનાવ્યુ કેરિયરભણતર પુરુ કર્યા પછી અટલ બિહારી વાયપેયીએ પત્રકારત્વની શરૂઆત કરી, જેમણે રાષ્ટ્ર ધર્મ, પાંચજન્ય અને વીર અર્જુન સંપાદન કર્યું.1951માં ભારતીય જનસંઘના સંસ્થાપક સદસ્ય બન્યા.
1957માં લડ્યા પહેલી ચુંટણી
1957માં જનસંઘે તેમણે લોકસભાની લખનઉ, મથુરા અને બલરામપુર સીટ પરથી ચુંટણી લડાવી હતી. લખનઉમાં તે બે વાર હારી ચુક્યા હતા. મથુરામાં તેમની ડિપોઝીટ પણ જપ્ત થઇ હતી. પરંતુ બલરામપુરમાં ચુંટણી જીતી 33 વર્ષની ઉમરે પહેલી વાર લોકસભામાં પહોચ્યા હતા. લોકસભામાં તેમનું ભાષણ સાંભળી તત્કાલીન પ્રધાનમંત્રી જવાહરલાલ નહેરુએ કહ્યુ હતું આ યુવક એક દિવસ દેશનો પ્રધાનમંત્રી બનશે.
1980માં બીજેપીનું ગઠન
1980માં ભારતીય જનતાપાર્ટીનું અસ્તિત્વ શરૂ થયું હતું. જેના વાજપેયી અધ્યક્ષ બન્યા હતા.1980થી 1986 સુધી બીજેપીના અધ્યક્ષ રહ્યા અને આ દરમિયાન બીજેપી સંસદીય દળના નેતા પણ રહ્યા. 1984માં ઇન્દિરા ગાંધીની હત્યા પછી સહાનુભુતિની એવી લહેર ઉઠી કે કોંગ્રેસને ભારે બહુમત મળ્યો અને બીજેપી આ લહેરમાં વહી ગઇ હતી. અને માત્ર બે સીટ જ મળી હતી.
અટલ 13 દિવસના પીએમ બન્યા
16મે 1996ના પહેલીવાર અટલ બિહારી વાજપેયી પ્રધાનમંત્રી બન્યા, પરંતુ લોકસભામાં બહુમત સાબિત ન કરી શકતા 31 મે 1996ના ત્યાગપત્ર આપવું પડ્યુ હતું. જે પછી 1998માં લોકસભામાં વિપક્ષના નેતા રહ્યા હતા. 1998માં લોકસભા ચુંટણીમાં બીજેપીએ જુના અનુભવોથી સીખ અને સહયોગી પાર્ટીઓ સાથે મેદાનમાં ઉતરી અને એનડીએનું ગઠન થયું હતું. લોકસભામાં ગઠબંધને બહુમત સાબિત કર્યો અને અટલ એકવાર ફરિ પ્રધાનમંત્રી બન્યા. પોખરણમાં પરમાણુ પરિક્ષણ કરી દુનિયાને અટલે તાકાત બતાવી હતી. 1999માં ફરી એક વાર વાજપેયી સંકટમાં પડ્યા અને જયલલિતાની પાર્ટીએ સમર્થન પાછુ લઇ લેતા સરકાર તુટી ગઇ હતી.

1999માં ત્રીજીવાર બન્યા પીએમ
1999માં ચુંટણી થઇ અને અટલ બિહારી વાજપેયી એકવાર ફરી પ્રધાનમંત્રી બન્યા. વાજપેયીના નેતૃત્વમાં દેશની પહેલી ગેર કોંગ્રેસી સરકાર બની જે પોતાનો કાર્યકાળ પુરો કરી શકી. બીજેપીમાં જેણે વાજપેયીનો વિરોધ કર્યો તેને પાર્ટીથી બહાર કરાયો અથવા હાસિયામાં ધકેલી દેવાયો. બાબરી મસ્જિદ કાંડ પછી કલ્યાણસિંહ હીરો બની ઉભર્યા હતા પરંતુ અટલ વિરોધમાં નિવેદન કરતા પાર્ટીએ તેમને નિકારા પર કરી દીધા હતા.
2004માં થઇ બીજેપીની કરારી હાર
2004માં ઇન્ડિયા શાઇનિંગના નારા સાથે બીજેપી ફરી ચુંટણીમાં કુદી હતી. બીજેપીને હતુ કે ફરી તેમની સરકાર બનશે. પરંતુ અટલને પહેલેથી આભાસ થયો હતો કે ચુંટણી જીતવી મુશ્કેલ છે. અને 2004માં ચુંટણી બીજેપી હારી ગઇ હતી.
આજે અટલ બિહારી મૌન છે, નશીબે તેમની સાથે એવી મજાક કરી કે જે વ્યક્તિના અવાજની આખી દુનિયા દિવાની હતી એ અવાજે જ આજે તેમનો સાથ છોડી દીધો છે. તે કેટલાય વર્ષથી બિમાર છે અને બિસ્તર પર પડ્યા છે. ફક્ત ઇસારામાં વાત કરે છે.
First published: December 25, 2016, 10:42 AM IST
વધુ વાંચો
अगली ख़बर

टॉप स्टोरीज

corona virus btn
corona virus btn
Loading