Home /News /madhya-gujarat /ધોનીએ 2014માં ફિક્સ કરી હતી મેન્ચેસ્ટર ટેસ્ટ મેચ

ધોનીએ 2014માં ફિક્સ કરી હતી મેન્ચેસ્ટર ટેસ્ટ મેચ

એશિયા કપ અને ટી-20 વર્લ્ડ કપ પહેલા ટીમ ઇન્ડિયાના કેપ્ટન મહેન્દ્રસિંહ ધોની એક નવા વિવાદમાં ફસાયા છે. વર્ષ 2014માં ઇગ્લેન્ડ પ્રવાસ દરમિયાન ભારતીય ક્રિકેટ ટીમના તત્કાલિન મેનેજર સુનિલ દેવે દાવો કર્યો છે કે, ધોનીના કારણે મેન્ચેસ્ટર ટેસ્ટમાં ટીમની ધોબી પછડાટ હાર થઇ હતી.

એશિયા કપ અને ટી-20 વર્લ્ડ કપ પહેલા ટીમ ઇન્ડિયાના કેપ્ટન મહેન્દ્રસિંહ ધોની એક નવા વિવાદમાં ફસાયા છે. વર્ષ 2014માં ઇગ્લેન્ડ પ્રવાસ દરમિયાન ભારતીય ક્રિકેટ ટીમના તત્કાલિન મેનેજર સુનિલ દેવે દાવો કર્યો છે કે, ધોનીના કારણે મેન્ચેસ્ટર ટેસ્ટમાં ટીમની ધોબી પછડાટ હાર થઇ હતી.

વધુ જુઓ ...
  • Pradesh18
  • Last Updated :
નવી દિલ્હી # એશિયા કપ અને ટી-20 વર્લ્ડ કપ પહેલા ટીમ ઇન્ડિયાના કેપ્ટન મહેન્દ્રસિંહ ધોની એક નવા વિવાદમાં ફસાયા છે. વર્ષ 2014માં ઇગ્લેન્ડ પ્રવાસ દરમિયાન ભારતીય ક્રિકેટ ટીમના તત્કાલિન મેનેજર સુનિલ દેવે દાવો કર્યો છે કે, ધોનીના કારણે મેન્ચેસ્ટર ટેસ્ટમાં ટીમની ધોબી પછડાટ હાર થઇ હતી.

હિન્દી ડેયલી સન સ્ટારના સ્ટિંગ વીડિયોમાં સુનિલ દેવે આ દાવો કરતાં દેખાય છે કે મહેન્દ્રસિંહ ધોનીએ આ મેચ ફિક્સ કરી હતી.

સુનિલ દેવ કહે છે કે, મેન્ચેસ્ટર ટેસ્ટમાં ભારે વરસાદને કારણે પીચની સ્થિતિને જોતાં ટીમ મીટીંગમાં અમે પહેલા બોલિંગ લેવાનો નિર્ણય કર્યો હતો. અચાનક ટોસ જીત્યા બાદ ધોનીએ પહેલા બેટીંગનો નિર્ણય લીધો હતો અને ટીમ તે મેચ પ્રથમ ત્રણ દિવસમાં એક ઇનિંગ અને 54 રનથી હારી ગઇ હતી.

સુનિલ દેવનું કહેવું છે કે, ધોનીના આ નિર્ણયથી ઇગ્લેન્ડના પૂર્વ કેપ્ટન જ્યોફરી બોયકોટ પણ હેરાન હતા અને તેમણે એ મુદ્દે સવાલ ઉઠાવ્યો હતો, તેમને શક હતો કે ધોનીએ આ મેચ ફિક્સ કરી હોવી જોઇએ.

સુનિવ દેવે એ પણ કહ્યું કે, તેમણે આ મામલે બીસીસીઆઇના તત્કાલિન અધ્યક્ષ એન શ્રીનિવાસનને પત્ર પણ લખ્યો હતો. એમાં તેમણે કહ્યું કે આ પત્ર તેઓ શ્રીનિવાસનના સામે ટાઇપ કરે, કારણ કે શ્રીનિવાસન ઇચ્છતા ન હતા કે આ રિપોર્ટ લીક થાય. જોકે બીસીસીઆઇએ આ મુદ્દે ક્યારેય કાર્યવાહી કરી ન હતી.

સુનિલ દેવે એ પણ કહ્યું કે, એમના કામથી બીસીસીઆઇના પ્રમુખ ઘણા ખુશ હતા, જ્યારે દેવથી આ પુછાયું તે તેમણે આ કથિત ફિક્સિંગનો આ પહેલા કેમ ઉલ્લેખ કર્યો ન હતો. તો તેમણે કહ્યું કે, મારી પર જાનો ખતરો હતો.

જોકે આમ પણ ભારતીય ક્રિકેટ માટે સુનિલ દેવ નવો ચહેરો નથી. 1996-97માં દક્ષિણ આફ્રિકા પ્રવાસ દરમિયાન તે ભારતીય ટીમ મેનેજર હતા. જ્યારે ધોનીની આગેવાનીમાં ટીમે પહેલા ટી-20 વર્લ્ડ કપ જીત્યો હતો. તે અંદાજે 15 વર્ષથી ડીડીસીએના સ્પોર્ટ્સ સચિવ પણ રહ્યા હતા.
First published:

Tags: ઇંગ્લેન્ડ પ્રવાસ, કેપ્ટન, ક્રિકેટ, ક્રિકેટ ટેસ્ટ મેચ, ટીમ ઇન્ડિયા, મહેન્દ્રસિંહ ધોની

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો
विज्ञापन
विज्ञापन
विज्ञापन