ઝહિર ખાન બન્યો અમદાવાદનો મહેમાન, ધોની પર નિવૃત્તિના દબાણ મુદ્દે આવું બોલ્યો

News18 Gujarati
Updated: January 30, 2019, 7:37 AM IST
ઝહિર ખાન બન્યો અમદાવાદનો મહેમાન, ધોની પર નિવૃત્તિના દબાણ મુદ્દે આવું બોલ્યો
ભારતનો પૂર્વ ફાસ્ટ બોલર ઝહિર ખાન અમદાવાદનો મહેમાન બન્યો

હાલ ભારત જે રીતે ફોર્મમાં છે તે જોતા 2019ના વર્લ્ડ કપમાં ચેમ્પિયન બનવા સૌથી પ્રબળ દાવેદાર

  • Share this:
ભારતનો પૂર્વ ફાસ્ટ બોલર ઝહિર ખાન અમદાવાદનો મહેમાન બન્યો હતો. ઝહિર ખાને ન્યૂઝ 18 સાથે ખાસ વાતચીત કરી હતી. વર્તમાનમાં ભારતીય બોલરોના પ્રદર્શન વિશે ઝહિર ખાને કહ્યું હતું કે હાલમાં ભારતીય બોલરો જોરદાર લયમાં છે. ખાસ કરીને ફાસ્ટ બોલરોએ પણ વધારે પ્રભાવિત કર્યા છે. વર્તમાનમાં ભારતીય બોલિંગ આક્રમણ બેસ્ટ છે. બુમરાહ, શમી, કુલદીપ વધારે ખીલી રહ્યા છે.

મહેન્દ્રસિંહ ધોની પર છેલ્લા ઘણા સમયથી નિવૃત્તિનું પ્રેશર બનાવવામાં આવ્યું છે, ધોની આ પ્રેશરને કેવી રીતે હેન્ડલ કરે છે. તેવા સલાલના જવાબ પર ઝહિરે કહ્યું હતું કે મીડિયા દ્વારા જ ધોની ઉપર દબાણનું પ્રેશર કરવામાં આવે છે. ધોની હાલ શાનદાર લયમાં છે. તે એક વર્લ્ડ ક્લાસ વિકેટકીપર છે. તે ટીમને ઘણો ઉપયોગી સાબિત થાય છે. તે પ્રેશર કેવી રીતે હેન્ડલ કરે છે તેનો જવાબ તો તે પોતે જ આપી શકે છે.

યુવરાજ સિંહના ભારતીય ટીમમાં કમબેક વિશે ઝહિર ખાને કહ્યું હતું કે તે એક ફાઇટર છે. તે અલગ-અલગ ક્રિકેટ રમી રહ્યો છે અને તે શાનદાર પ્રદર્શન કરશે તો તે અવશ્ય ટીમમાં પાછો ફરી શકે છે.

આ પણ વાંચો - ICC T20 World Cup 2020માં પણ રમી શકે છે ધોની, જાણો કારણ!

2019ના વર્લ્ડ કપમાં કોણ ચેમ્પિયન બનશે તેવા સવાલ પર ઝહિરે કહ્યું હતું કે હાલ ભારત જે રીતે ફોર્મમાં છે તે જોતા ચેમ્પિયન બનવા સૌથી પ્રબળ દાવેદાર છે. આ સિવાય ઓસ્ટ્રેલિયા, ઇંગ્લેન્ડ, દક્ષિણ આફ્રિકા પણ રેસમાં છે.

અમદાવાદમાં ફેરિટ ક્રિકેટ બેશ(એફસીબી) લીગના પ્રમોશન માટે આવેલા ઝહિર ખાને કહ્યું હતું કે આ લીગનો ઉદ્દેશ્ય દેશના પ્રતિભાશાળી અને ઝનુની એમેચ્યોર ક્રિકેટરોની પસંદગી કરવાનો છે. 
First published: January 29, 2019, 5:10 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading