આનંદીબેનને કોની ટિકિટમાં રસ? સમર્થકો માટે હાઇકમાન્ડને કર્યું પ્રેશર

News18 Gujarati
Updated: March 20, 2019, 7:31 AM IST
આનંદીબેનને કોની ટિકિટમાં રસ? સમર્થકો માટે હાઇકમાન્ડને કર્યું પ્રેશર

  • Share this:
હિતેન્દ્ર બારોટ, ગાંધીનગર

ગુજરાત બીજેપીએ હવે 26 સીટો ઉપર પેનલ તૈયાર કરી દેવાઇ છે, ત્યારે મધ્યપ્રદેશના રાજ્યપાલ આનંદી બેન પટેલના પાંચ દિવસના ગુજરાત પ્રવાસના કારણે ગુજરાતની રાજનિતિમાં હાઇ વોલ્ટેજ ડ્રામા સર્જાયો, સૂત્રોની માનીએ તો આનંદીબેન પટેલને અનેક પાટીદાર આગેવાનો અને તેમના રાજકીય સમર્થકોને અન્યાય થઇ રહ્યા હોવાની ફરીયાદ કરી, તો કેટલાકે તો પોતાના માટે લોકસભાની સીટ મેળવવાની ભલામણ પણ કરી, સુત્રોની માનીએ તો 4 સીટો તેમના સમર્થકોને અપાય તેવી લાગણી વ્યક્ત કરાઇ છે.

ગુજરાતમાં બીજેપીએ હવે ઉમેદવારોના નામોની પેનલ તૈયાર કરી દીધી છે, ત્યારે માનવામાં આવે છે કે અનેક એવી હાઇ પ્રોફાઇલ સીટો ઉપર અમિત શાહ અને વડા પ્રધાન નરેન્દ્રમોદીના વિશ્વાસુઓની ટિકિટ ફાઇનલ માનવામાં આવી રહ્યા છે, પણ જ્યારે હવે રાજ્યના પુર્વ સીએમ અને મધ્યપ્રદેશના રાજ્યપાલ આનદીબેન પટેલ પણ ગુજરાત પહોચ્યા અને સમર્થકોની વાત સાંભળી છે. આનંદીબેન પટેલના નજીકના સૂત્રોનું કહેવું છે કે બેનના સમર્થકોને ગુજરાતમાં અન્યાય થતા હોવાની લાગણી પહેલાથી જ છે, પણ લોકસભા ઇલેક્શનમાં તેમના સમર્થકોને ટિકિટ મળે તેવી સંભાવના માટે ભલામણ પણ કરાય તે જરુરી છે.

અહીં ક્લિક કરી વાંચોઃ 'સૌથી મોટા સટ્ટા બજાર'નો દાવો, મોદીને 260થી વધુ સીટ, કોંગ્રેસના થશે સૂપડાસાફ

બિલ્ડર, સામાજીક અને સ્વૈચ્છિક સંસ્થાઓના આગેવાનો આનંદી બેન પટેલને મળ્યા, બેનના નજીકના સૂત્રો કહી રહ્યાં છે કે તેઓનો આ પ્રવાસ માત્ર પારિવારિક હતો તેઓ હોળી ધૂળેટી પોતાના પરિવાર અને પોતાના ઘરે ઉજવવા માટે આવ્યા છે, તહેવાર ઉજવીને તેઓ પરત મધ્યપ્રદેશ જતા રહેશે, આમાં કોઇ રાજનીતિ નથી, માત્ર અફવા છે.

રાજનીતિ સૂત્રો કહે છે કે આનંદીબેન પટેલે ચાર સીટો ઉપર પોતાના સમર્થકોને ટિકિટ આપવા અને કમ સે કમ સેન્સ લેવાની વાત કહી છે. જેમાં ગાંધીનગર, અમદાવાદ પુર્વ, સુરત અને મહેસાણાની સીટ માટે તેઓએ નિશ્ચિત નામોની ભલામણ કરી છે, સુરતમાં ઉમેદવારને રિપીટ કરવા, તો જામગરના વસુબેન પેટલને યોગ્ય દરજ્જો આપવા તે સિવાય ગાંધીનગરમાં જો અમિત શાહ ઇલેક્શન લડશે તો પોતાના પરિવારમાંથી ઇલેક્શન લડાવવાની વાતકહી, તો અમદાવાદ પૂર્વમાં તેમના એક મહિલા સમર્થકને ટિકિટ આપવા માટે પ્રેશર કર્યું છે.આનંદીબેન પટેલના નજીકના લોકો માની રહ્યા છે કે હવે બેન જો ગાંધીનગરમાં દાવેદારી કરે તો અમિતશાહ તરફથી હવે પોતાની દાવેદારી પરત ખેચાઇ શકે છે, સુત્રો તો અત્યારથી જ કહી રહ્યાં છે કે અમિત શાહના સમર્થકો એ હવે હથિયાર હેઠા મુકી દીધા છે, એટલે કે હવે આ સીટ ઉપરથી અમિત શાહ ઇલેક્શન લડશે તેવી સંભાવના નહીવત દેખાઇ રહી છે.

હાઇકમાન્ડે અત્યાર સુધી આનંદી બેન પટેલને કોઇ પ્રતિઉત્તર આપ્યો નથી, પણ તેમને આશ્વાસન જરુરથી અપાયુ છે કે તેમના સમર્થકોનું ધ્યાન રાખવામાં આવશે, તેમના સેન્સની પણ કાળજી રાખવામાં આવશે, જેથી હવે આનંદીબેન પટેલ જે મિશન માટે આવ્યા હતા તે પાર પડ્યો છે તેમ માનવામા આવે છે, કારણ કે કહેવાય છે કે અમદાવાદમાં SG હાઇવે પર આવેલા ઇલેશ પટેલના અર્જુન ફાર્મ હાઉસમાં બેઠક મળી હતી અને જીતનો જશ્ન પણ ઉજવાયો હોવાની વાત કહેવાઇ રહ્યો છે, જેમાં આનંદીબેન તથા તેમના પુત્રી અનાર પટેલ તેમજ તેમના નજીકના સંબધીઓ ઉપસ્થિત રહ્યા હોવાની વાત કહેવાય રહી છે, પણ આનંદીબેન પટેલના નજીકના સૂત્રો આને ફેમિલિ ગેધરિંગ જ ગણાવે છે.
First published: March 19, 2019
વધુ વાંચો
अगली ख़बर