Home /News /madhya-gujarat /

ભૂતપૂર્વ નાયબ મુખ્યમંત્રી નરહરિ અમીન કોરોના પોઝિટિવ, હોસ્પિટલમાં સારવાર હેઠળ

ભૂતપૂર્વ નાયબ મુખ્યમંત્રી નરહરિ અમીન કોરોના પોઝિટિવ, હોસ્પિટલમાં સારવાર હેઠળ

ભૂતપૂર્વ નાયબ મુખ્યમંત્રી નરહરિ અમીન કોરોના પોઝિટિવ, હોસ્પિટલમાં સારવાર હેઠળ

નરહરિ અમીને ટ્વીટ કરીને માહિતી આપી

    અમદાવાદ : ગુજરાતના ભૂતપૂર્વ નાયબ મુખ્યમંત્રી તથા ભાજપના રાજ્યસભાના સાંસદ નરહરિ અમીન કોરોના પોઝિટિવ આવ્યા છે. કોરોના પોઝિટિવ આવતાં અમદાવાદની યુ.એન. મહેતા હોસ્પિટલમાં સારવાર હેઠળ દાખલ કરવામાં આવ્યાં છે. નરહરિ અમીને ટ્વીટ કરીને માહિતી આપી છે. અત્યાર સુધીમાં ભાજપ-કોંગ્રેસના અનેક નેતાઓ કોરોનાની ઝપેટમાં આવી ચૂક્યા છે ત્યારે ભાજપના વધુ એક નેતા કોરોના સંક્રમિત થયા છે.

    નરહરિ અમીને ટ્વીટ કરીને જણાવ્યું હતું કે કોરોનાના શરૂઆતી લક્ષણો દેખાતાં ટેસ્ટ કરાવ્યો અને ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે. મારી તબિયત બરોબર છે, પરંતુ ડોક્ટરની સલાહથી યુ.એન. મહેતા હોસ્પિટલમાં દાખલ થયો છે. મારી વિનંતી છે કે છેલ્લા કેટલાક દિવસમાં મારા સંપર્કમાં આવેલા લોકો પોતાને આઇસોલેટ કરીને તપાસ કરાવે.

    આ પણ વાંચો - Corona Vaccine: ડૉ. ગુલેરિયાને આશા- કોરોના વેક્સીન આવ્યા પહેલા જ કદાચ ઇમ્યૂન થઈ જશે ભારતીય



    રાજ્યમાં દિવાળીનો અને ઠંડીનો માહોલ છે ત્યારે કોરોના સંક્રમણમાં સતત વધારો થઇ રહ્યો છે. ગઇ કાલે શુક્રવારની એક રાતમાં જ અમદાવાદમાં કોરોનાના નવા કેસોમાં અચાનક ચિંતાજનક વધારો થઇ ગયો છે. સિવિલ હોસ્પિટલમાં શુક્રવારની એક રાતમાં 98 દર્દીને દાખલ કરવા પડ્યા હતા.

    ઉલ્લેખનીય છે કે થોડા દિવસો પહેલા રાજ્યસભાના સાંસદ અને બિહાર કોંગ્રેસના પ્રભારી શક્તિસિંહ ગોહીલ કોરોના સંક્રમિત થયા હતા. શક્તિસિંહનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. તેમણે ટ્વિટ કરીને આ જાણકારી આપી હતી.
    Published by:Ashish Goyal
    First published:

    Tags: Covid 19 test, COVID-19, Narhari amin

    આગામી સમાચાર