'માજી CMએ ફરી પાછું દારુ પીવાનું શરૂ કર્યું હોય તેમ લાગે છે,' 'બાપુ'ના નિવેદન પર અલ્પેશ ઠાકોરનો કટાક્ષ


Updated: September 14, 2020, 5:46 PM IST
'માજી CMએ ફરી પાછું દારુ પીવાનું શરૂ કર્યું હોય તેમ લાગે છે,' 'બાપુ'ના નિવેદન પર અલ્પેશ ઠાકોરનો કટાક્ષ
અલ્પેશ ઠાકરોની તસવીર

શંકરસિંહ વાઘેલાએ કહ્યું હતું કે ઘરમાં બેસીને શાંતિથી દારૂ પીવાનો દમન જવાનું નહીં, સેલવાસ જવાનું નહીં, દીવ જવાનું નહીં. ગુજરાતમાં છૂટથી ગુણવત્તાવાળો દારૂ મળે તો પીવા વાળાને કેવા જલસા પડે.

  • Share this:
અમદાવાદઃ તાજેતરમાં પૂર્વ મુખ્યમંત્રી એવા શંકરસિંહ વાઘેલાએ ગુજરાતમાં દારૂ પીવા અંગે નિવેદન આપ્યું હતું. ત્યારબાદ ગુજરાતનું રાજકારણ ગરમાયું હતું. આ અંગે ભાજપ નેતા (BJP leader) અને ઠાકોર નેતા અલ્પેશ ઠાકોરનું (Alpesh thakor) મોટું નિવેદન આપતા કહ્યું હતુ કે ગુજરાતમાં દારુ બંધી (Gujarat liquor ban) ઉઠાવી લેવાના નિવેદન દુર્ભાગ્યપૂર્ણ છે. આવા નિવેદન વ્યક્તિગત પ્રસિદ્ધ માટે અને રાજકિય એજન્ડા માટે બોલવામા આવે છે.

તમામ ધાર્મિક સંતો મહંતો, સંપ્રદાય હમેશાં માટે દારુબંધીની હિમાયત કરી છે. સત્યયુગમાં દારુ રાક્ષો પીતા હતા. દારબંધી પર નિવેદન આપનાર પોતાના દિકરાઓ દારુ પીશે તો કેવું લાગશે.  પોતાના ઘરમાં દારુ નહી પણ બીજાના ઘરના દારુની પીવાની વાત કરી આગ લગાવાનો પ્રયાસ કરાયો છે. વ્યક્તિ પ્રસિદ્ધ માટે આવા નિવેદન મને દુખ લગાડે છે. ગાંધી સરદારના ગુજરાત દારુબંધી હોવી જોઇએ. હું દ્રઠપણે માનું છુ કે ગુજરાતમા દારૂબંધી હોવી જોઇએ.

ભાજપ નેતા અલ્પેશ ઠાકોરે વધુમાં જણાવ્યું હતુ કે સમગ્ર વિશ્વ ગાંધી આશ્રમ જોવા આવે છે. ગુજરાત અનેક ઐતિહાસિક વિરાસત જોવા વિદેશથી અહીં આવે છે. ક્યા ટુરિઝમની તમે વાત કરો છો.  ગુજરાતીઓ સમગ્ર વિશ્વની જાય છે તો શું તેઓ દારુ પીવા જાય છે. દારુબંધીના આમંત્રણ આપનાર વ્યક્તિઓ ગુજરાત સંસ્કૃતિ પહેલા જાણે.

આ પણ વાંચોઃ-પતિની ક્રૂર હરકત! ગર્ભવતી પત્નીના પેટ ઉપર માર્યું પાટું, ગર્ભમાં રહેલા છ મહિનાના બાળકનું મોત

ગુજરાતમા દારુબંધી છે એટલે વિદેશથી લોકો અહીં આવે છે. ગુજરાતની સંસ્કૃતિએ વિશ્વ દિશા આપી છે. ક્યુ હેરિટેજ જે પાંચ રૂપિયા માટે હજારોના જીવન હોમાય નહી. માફ કરજો એજ આગેવાન છે કે ગાંધી આશ્રમ ખાતે દારુબંધી માટે ઉપવાસ કર્યા હતા. તે કહેતા કે મે દુનિયાનાભરનો દારુ પીધો છે. દારુ પણ પ્રતિબંધ હોવો જોઇશે. તમે એક વખત સાચા હતા કે આજે તમે સાચા છે. માજી સીએમ ફરી પાછું દારુ પીવાનું શરૂ કર્યું હોય તેમ મને લાગે છે. આથી આવા નિવેદન આપી રહ્યા છે . દારૂબંધી ગુજરાત હોવી જોઇએ.

આ પણ વાંચોઃ-સુરતઃ 'તારે અહીં રહેવું હોય તો પૈસા આપવા પડશે' કોસાડમાં દાદુ નામના 'ગુંડા'એ યુવકના ગળા ઉપર તલવાર મૂકી ખંડણી માંગીઉલ્લેખનીય છે કે ગત શુક્રવારે 11 સપ્ટેમ્બરે નવસારીની મુલાકાતે આવેલા પૂર્વ મુખ્યમંત્રી શંકરસિહ વાઘેલાએ (former CM ShankarSingh Vaghela) ગુજરાતની ભાજપ શાષિત સરકારને વિવિધ મુદ્દે ઘેરી હતી અને આકરા પ્રહારો કરીને સરકારની નીતિને વખોડી હતી. આ દરમિયાન તેમણે ગુજરાતમાં દારૂબંધી મુદ્દે હળવી શૈલીમાં કટાક્ષ કર્યો હતો. શંકરસિંહ વાઘેલાએ કહ્યું હતું કે ઘરમાં બેસીને શાંતિથી દારૂ પીવાનો દમન જવાનું નહીં, સેલવાસ જવાનું નહીં, દીવ જવાનું નહીં. ગુજરાતમાં છૂટથી ગુણવત્તાવાળો દારૂ મળે તો પીવા વાળાને કેવા જલસા પડે.

આ પણ વાંચોઃ-અમદાવાદઃ 'કેમ મોડું થયું, ફોન કેમ નથી ઉપાડતા?' પતિને આવા સવાલો કરવા પત્નીને ભારે પડ્યા

શંકરસિહ વાઘેલા નવસારીના સર્કિટ હાઉસમાં દારૂબંધીને જળમૂળથી હટાવવાના મુદ્દે આક્રમક થયા હતા. નવસારીના સર્કીટ હાઉસ ખાતે આયોજિત પત્રકાર પરિષદમાં શંકરસિંહે ગુજરાતની કુત્રિમ દારૂબંધી પર વાકબાણ ચલાવ્યા હતા અને સાથે જ દારૂના ગેરકાયદેસર વેચાણથી સરકારને જે આર્થિક નુકસાન થાય છે તે વાત ઉપર પણ ભાર મુક્યો હતો. હલકા અને કેમિકલ યુક્ત દારૂના કારણે ભૂતકાળમાં અનેક પરિવારના મોભીના કરુણ મોત થયા છે જેને લઈને પણ તેમણે સરકારને વિવિધ મોરચે ઘેરી હતી.

ડાંગ સહીત ગુજરાતમાં ખાલી પડેલી વિધાનસભાની પેટાચૂંટણીમાં પોતાના પક્ષને મજબૂત કરવા માટે શંકરસિંહ દક્ષિણ ગુજરાતની મુલાકાતે આવ્યા છે. શંકરસિંહ વાઘેલાના પ્રજાશક્તિ મોરચા દ્વારા આગામી 2022માં આવનારી વિધાનસભાની ચૂટણીમાં પોતાના પક્ષને વિજયી બનાવવા માટે વિવિધ વિસ્તારની મુલાકાત લેવાની શરૂઆત કરી છે.
Published by: ankit patel
First published: September 14, 2020, 5:08 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading