બોફોર્સના રાજ મનમાં દબાવી પંચતત્વોમાં વિલીન થયા માધવસિંહ સોલંકી

બોફોર્સના રાજ મનમાં દબાવી પંચતત્વોમાં વિલીન થયા માધવસિંહ સોલંકી
માધવસિંહ સોલંકીની શોભાયાત્રા

ઇન્દિરા ગાંધીના અત્યંત નજીકના રહેલા માધવસિંહ સોલંકીએ બોફોર્સ કેસમાં મર્યા ત્યાં સુધી પોતાનું મોંઢું ખોલ્યું નહીં. જોકે, આ કારણે તેમને મોટી રાજકીય કિંમત ચૂકવવી પડી હતી.

 • Share this:
  બ્રજેશ કુમાર સિંહ, ગ્રૂપ કંસલ્ટિંગ એડિટર, નેટવર્ક 18 ગ્રૂપઃ ચાર વખત ગુજરાતના મુખ્યમંત્રી (CM of Gujarat) રહેલા માધવસિંહ સોલંકીના (Madhav Sinh Solanki) આજે અંતિમ સંસ્કાર થઈ ગયા જેમનું 94 વર્ષની ઉંમરે કાલે નિધન થયું હતું. સોલંકી પીવી નરસિંહ રાવની સરકારમાં વિદેશ મંત્રી રહ્યા હતા. પરંતુ બોફોર્સ કૌંભાડની તપાસ રોકવાની કોશિશનો આરોપ લગ્યા બાદ તેમને પોતાના પદ પરથી માર્ચ 1992માં રાજીનામું આપવું પડ્યું હતું. ત્યારબાદ તેઓ ક્યારે કોઈ સરકારનો ભાગ બન્યા નહીં. ઇન્દિરા ગાંધીના અત્યંત નજીકના રહેલા માધવસિંહ સોલંકીએ બોફોર્સ કેસમાં મર્યા ત્યાં સુધી પોતાનું મોંઢું ખોલ્યું નહીં. જોકે, આ કારણે તેમને મોટી રાજકીય કિંમત ચૂકવવી પડી હતી.

  છેલ્લા કેટલાક સમયથી માધવસિંહ સોલંકીનું સ્વાસ્થ્ય સારું રહેતું ન હતું. ગુજરાતની છેલ્લા પાંચ દસકની સિયાસતમાં નરેન્દ્ર મોદી પહેલા સૌથી પ્રમુખ સ્ટાર રહેલા સોલંકીની યાદશક્તી નબળી પડવા લાગી હતી. સક્રિયા રાજનીતિમાંથી સંન્યાસ લીધા બાદ સંપૂર્ણ રીતે અધ્યયનમાં રમનારા સોલંકીની ઓળખ નેતાથી ઓછી તેમના અધ્યેતા સ્વરૂપથી પણ ન હતી. સોલંકીના ઘરે તમે જ્યારે પણ જાઓ ત્યારે એક વસ્તુ ઉપર તમારું ધ્યાન સૌથી પહેલા જાય એ છે વસ્તુ છે તેમની સમૃદ્ધ લાયબ્રેરી. હંમેશા કોઈ નવા પુસ્તક ઉપર ચર્ચા કે પછી કોઈ નવું પુસ્તક વાંચવાની સલાહ.  સોલંકી સાથે મારી પહેલી અને છેલ્લી વિસ્તૃત મુલાકાત અમદાવાદ એરપોર્ટ ઉપર દોઢ દશક પહેલા થઈ હતી. એ 2006નું વર્ષ હતું. કદાચ ડિસેમ્બરનો મહિનો. સોલંકી દિલ્હી જઈ રહ્યા હતા અને હું મુંબઈ. એરપોર્ટના વીઆઈપી લોન્જમાં બેઠેલા સોલંકી વિશે મારા મિત્ર અને ત્યારના એરપોર્ટ મેનેજર રહેલા સંત કુમારે જાણકારી આપી હતી. શિષ્ટાચાર રીતે તેમને મળવા ગયો હતો. પિસ્તાલીસ મિનિટ સુધી અમારી સતત ચર્ચા ચાલી રહી. ચાલીસ મિનિટ પુસ્તકો ઉપર અને માત્ર પાંચ મિનિટ બીજા વિષયો ઉપર. ઉડાનનો સમય થઈ રહ્યો હતો અને અમારે ઉઠવું પડ્યું હતું. ઉભા થતા થતાં તેમણે બે પુસ્તકો ઉપરાંત પોતાની નાની બેગમાં પડેલા એક ઉપકરણને ચાલું કરીને દેખાડ્યું. એ ઉપકરણ હતું પોર્ટેબલ રીડર સિસ્ટમ એટલે કે પીઆરએસ જેણે થોડા સમય પહેલા જ અમેરિકામાં સોની કંપનીએ લોન્ચ કર્યું હતું. તેમના એક મિત્રએ પુસ્તક વાંચના ઝનૂનને ધ્યાનમાં રાખીને લોન્ચ થતાં જ ઉપકરણ ફટાફટ અમેરિકાથી મોકલાવ્યું હતું. સોલંકીએ જણાવ્યું કે તેઓ સરળતાથી એ પુસ્તક ઈબુક ફોર્મમાં વાંચી લે છે. મરજી પ્રમાણે ફોન્ટ નાના મોટા કરી શકે છે. મોટી સુવિધા થઈ ગઈ છે. મેં પહેલીવાર આવી કોઈ વસ્તુ જોઈ હતી. રાજનીતિજ્ઞ સોલંકીથી વધારે સૌમ્યતા અને શિષ્ટાચારથી ભરેલા વિદ્વાન સોલંકી પ્રત્યે મારો આદર ભાવ વધી ગયો હતો.

  માધવસિંહ સોલંકીની લાયબ્રેરી


  1999માં હું ગુજરાત આવ્યો હતો. એ સમય સુધી સોલંકી રાજ્ય સભાના સભ્ય હતા. આગળના વર્ષ એટલે કે 2000માં તેમની રાજ્યસભાની ટર્મ પુરી થવા જઈ રહી હતી. પરંતુ ટર્મ ખત્મ થયા બાદ તેમને રાજ્યસભાના ઉમેદવાર બનાવવામાં ન આવ્યા. આનું ઠીકરું સોલંકી સમર્થકોએ અહમદ પટેલ ઉપર ફોડ્યું, જે ગુજરાતના મામલે આલાકમાનના નિર્ણયને અંતિમ રીતે પ્રભાવતી કરતા હતા. અહમદ પટેલ જેમણે પહેલીવાર લોકસભા ચૂંટણી 1977માં સોલંકીએ જ ભરૂચથી લડાવી હતી. પોતાના મિત્ર હરીસિંહ મહીડાની ભલામણ ઉપર. પટેલ જનતા લહેર છતાં ભરૂચથી જીત્યા હતા. સિયાસતમાં કોઈ સ્થાઈ દોસ્ત અથવા દુશ્મન નથી હોતા. એક સમયે નજીકના રહેલા અહમદ પટેલ વિરુદ્ધ સોલંકીએ મોર્ચો ખોલ્યો અને મેદાનમાં ઉતરેલા તેમના પુત્ર ભરતસિંહ સોલંકી અને સમર્થક જેમાં અલકાબેન ક્ષત્રિય પણ હતા. જે ખુદ રાજ્યસભામાં મોકલી અપાયા.

  વર્ષ 2000ના જૂન મહિનામાં ગાંધીનગરની રેલમાં સોલંકી સમર્થકોએ અહમદ પટેલ ઉપર સીધો હુમલો કર્યો હતો. ખાસ વાત તો એ છે કે આ દરમિયાન એઆઈસીસીના કોઈપણ મોટા નેતાએ સોલંકી વિરુદ્ધ કંઈ જ કહ્યું જ નહીં. એટલું જ નહીં પાર્ટી અધ્યક્ષ સોનિયા ગાંધી પણ મૌન રહ્યા હતા. સોનિયા ગાંધી સામે દુવિધા એ હતી કે જો અહમદ પટેલ નજીકના હતા તો સોલંકી પણ ગાંધી પરિવારના દશકોથી નજીકના હતા. આમ તેમના પતિ અને પૂર્વ વડાપ્રધાન સ્વર્ગીય રાજીવ ગાંધીને સંજય ગાંધીના મોત બાદ રાજનીતિમાં એન્ટ્રી લેવા માટે તૈયાર કરવાનું કામ સાસુ ઇન્દિરા ગાંધીએ જે વિશ્વાસુ લોકોને સૌંપ્યું હતું એમાં પ્રમુખ માધવસિંહ સોલંકી હતા. કટોકટી બાદ 1977ની જનતા લહેરમાં જ્યારે ઇન્દિરા ગાંધીએ ખુર્શી ગુમાવવી પડી હતી. એ સમયે માધવસિંહ સોલંકી પાર્ટીના એ ગણતરીના નેતાઓમાં હતા જેઓ ઇન્દિરા ગાંધી સાથે મજબૂતીથી ઊભા રહ્યા હતા. આ જ કારણ હતું કે 1980માં સત્તામાં આવ્યા બાદ ઇન્દિરા ગાંધીએ ગુજરાત સહિત અનેક રાજ્યોમાં જ્યારે વિપક્ષી સરકારોને જ્યારે ભંગ કરી હતી ત્યારે ફરીથી ચૂંટણીમાં કોંગ્રેસની જીત થઈ હતી. ત્યારે ગુજરાતની સીએમની ખુર્શી ઉપર માધવસિંહ સોલંકીને બેસાડ્યા હતા.

  ફાઈલ તસવીર


  ઇન્દિરા ગાંધી બાદ રાજીવ ગાંધી અને સોનિયા ગાધી સાથે પણ માધવસિંહ સોલંકીએ વફાદારી નિભાવી હતી. નરસિંહ રાવની સરકારમાં વિદેશ મંત્રીની ખુર્શી માધવસિંહ સોલંકીએ ગુમાવી પડી હતી. બોફોર્સ કૌંભાડમાં ઝડપથી વધી રહેલી તપાસને રોકવાના ચક્કરમાં થયું. જેને સોનિયા ગાંધી પણ ક્યાં ભૂલી શકી હતી. આવા માહોલમાં અહમદ પટેલને કોંગ્રેસના કોષાધ્યક્ષના પદથી જુલાઈ 2000ના પહેલા સપ્તાહમાં રાજીનામુ આપ્યું હતું. અને માધવસિંહ સોલંકી અને તેમના સમર્થકો ઉપર પોતાની સામે જેહાદ છેડવાનો આરોપ લગાવ્યો હતો. એક સમય માધવસિંહ સોલંકીના સમર્થનના કારણે ગાંધી પરિવારની નજીક પહોંચેલા અહમદ પટેલ રાજીનામુ આપ્યા બાદ અમદાવાદમાં શક્તિ પ્રદર્શન કરવા પહોંચ્યા હતા. જ્યાં તેમના સમર્થકોએ મોટા રોડ શોનું આયોજન કર્યું હતું. ત્યારબાદ થોડો સમય માધવસિંહ સોલંકી અને અહમદ પટેલ કેમ્પ માટે તણાવ ભર્યો રહ્યો. આલાકમાને બંનેનું ધ્યાન રાખ્યું. અહમદ પટેલ ફરીથી સોનિયા ગાંધીના નજીક આવ્યા, તેમના રાજનીતિક સચિવ બન્યા અને પુરા 18 વર્ષ બાદ 2018માં ફરીથી કોષાધ્યક્ષ બન્યા, જે પદ ઉપર દેહાંત સુધી કામય રહ્યા હતા.

  જ્યાં સુધી સોલંકીનો પ્રશ્ન છે, 2000 બાદ સક્રિય રાજનીતિથી બહાર નીકળી ગયા. પુત્ર ભરતસિંહ સોલંકી બાદમાં પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ બન્યા અને યુપીએની સરકારમાં મંત્રી પણ રહ્યા. અહમદ પટેલ સાથે ભરતસિંહ સોલંકીએ પોતાના સંબંધો સુધારી લીધા, જે અહમદ પટેલ ઉપર સુધી હુમલો કરવાના કારણે તેમને પાર્ટીમાંથી થોડા સમય માટે 2000માં સસ્પેન્ડ પણ થવું પડ્યું હતું. નવીન શાસ્ત્રી, કાસમબાપુ તિરમિજી અને જગદીશ ઠાકોર જેવા સોલંકી સમર્થકોની સાથે. પિતાની વિરાસત ભરતસિંહ સોલંકીએ સંભાળી અને માધવસિંહ સોલંકી કેટલાક મહત્વપૂર્ણ સામાજિક પારિવારિક પ્રસંગોને છોડીને ગંધીનગરમાં પોતાના ઘરમાં જ રહ્યા. જ્યાં તેઓ પોતાના પ્રિય કામમાં સતત સંકળાયેલા રહ્યા. નવા નવા પુસ્તકોના અધ્યયનમાં અને કોઈ મળવા આવે તો કોઈ જ પ્રકારના ભેદભાવ વગર આસાનીથી મળતા.

  માધવસિંહ સોલંકીએ પોતે ગુજરાતમાં સાધારણ પૃષ્ઠભૂમિથી આગળ વધતા પોતાના માટે મોટું સ્થાન બનાવ્યું હતું. ભરૂચ જિલ્લાના જંબૂસર તાલુકાના પિલુદરા ગામમાં 29 જુલાઈ 1927 જન્મેલા સોલંકીનું આરંભિક જીવન પોતાના પૈતૃક ગામ બદલપુરમાં વીત્યું જે અત્યારે આણંદ જિલ્લાના બોરસદ તાલુકામાં છે. જે એક સમયે ખેડા જિલ્લાનો ભાગ હતો. પિતા ફૂલ સિંહ ખેડૂત હતા અને માતા રામબા ગૃહિણી. સામાન્ય અને ગ્રામીણ પૃષ્ઠભૂમિવાળા માધવસિંહ સોલંકીએ પુરી લગન સાથે અભ્યાસ કર્યો અને બીએ ઓનર્સ કર્યું. ત્યારબાદ એલએલબીનો અભ્યા કર્યો. શરુઆતમાં થોડા વર્ષો વકિલાત કર્યાબાદ તેમણે અમાદાવદ નગર નિગમમાં પ્રકાશન અધિકારીની નોકરી કરી અને પછી ગુજરાત સમાચાર પુત્રમાં કામ કર્યું. તેમના ફાળે અખબારના પહેલા પાના ઉપર રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીયને જગ્યા આપવાનું હતું. લખવાનું હતું. એ સમયે તેમને ક્યાં ખબર હતી કે સોલંકી પોતાા રાજનીતિક જીવનમાં એ હાંસલ કરશે કે તો અખબારો અને પત્રિકાઓની સુર્ખીઓમાં અને દશકો સુધી બનતા રહ્યા. એટલું જ નહીં પોતાના અંતિમ સમયમાં પણ.

  વકિલાત અને પત્રકારત્વના અનુભવનો ઉપયોગ માધવસિંહ સોલંકીને કામ આવ્યું. જ્યારે તેઓ રાજનીતિમાં આવ્યો અને પછી રાજ્ય અને કેન્દ્રની સરકારોમાં મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવી હતી. સોલંકીની રાજકીય સફરની શરૂઆત ત્યારે થઈ જ્યારે ગુજરાત સ્વતંત્ર રાજ્ય તરીકે અસ્તિત્વમાં પણ આવ્યું ન હતું. માધવસિંહ સોલંકી પહેલીવાર 1957માં ધારાસભ્ય બન્યા, ગુજરાત બૃહદ મુંબઈ રાજ્યનો ભાગ હતો. 1960માં જ્યારે ગુજરાત અલગ રાજ્ય તરીકે અસ્તિત્વમાં આવ્યું તો સ્વાભાવિક રીતે રાજ્યની પહેલી વિધાનસભાના પણ સભ્ય રહ્યા. ગુજરાતના નિર્માણ બાદ 1962માં ચૂંટણી થઈ હતી. સોંકીનો વિધાયિકા સાથે સતત નાતો બનેલો રહ્યો. પહેલી, બીજી, ત્રીજી, ચોથી, પાંચમી, છઠ્ઠી અને સાતમી વિધાનસભાના તેઓ સતત ભાગ બનેલા રહ્યા. માધવસિંહ સોલંકીના પિતા તો સામાન્ય ખેડૂત હતો પરંતુ શ્વસુર ઈશ્વરસિંહ ચાવડા મધ્ય ગુજરાતના મોટા કદાવર નેતા હતા. સોલંકીના રાજનીતિમાં પોતાના શ્વસુર તરફથી શરુઆતી બળ મળ્યું અને પછી તેઓ સતત આગળ વધતા રહ્યા.

  ફાઈલ તસવીર


  પોતાના લાંબા ધારાસભ્યના કરિયર દરમિયાન 1962માં તેઓ પહેલીવાર ગુજરાતમાં સરકારમાં ઉપમંત્રી તરીકે સામે થયા. ઉપમંત્રી તરીકે તેમની રાજસ્વ, ગૃહ, વન, વિધિ અને ન્યાય જેવા મહત્વપૂર્ણ વિભાગની જવાબદારી રહી. આગળના સમયમાં રાજકીય સફરમાં તેમણ ગણુ કામ કર્યું હતું. 1972માં રાજસ્વ મંત્રી બન્યા, 1975-76 અને 1977-80 દરમિયાન તેઓ વિધાનસભામાં વિપક્ષના નેતા પણ રહ્યા. આ વચ્ચે તેઓ 24 ડિસેમ્બર 1976થી લઈને 11 એપ્રિલ 1977 સુધી આશરે સાડા ત્રણ મહિના માટે પહેલી વાર ગુજરાતની મુખ્યમંત્રી બન્યા.

  કટોકટી બાદ 1977માં લોકસભાની ચૂંટણી થઈ. ઇન્દિરા ગાંધીને સત્તામાંથી બહાર થવું પડ્યું પરંતુ આગામી ત્રણ વર્ષોમાં જ જનતા પાર્ટીની અંદર મતભેદ શરુ થયો. કોંગ્રેસની અંદર પણ ઉથલ-પાથલ મચી રહી. આ દરમિયાન માધવસિંહ સોલંકી કોંગ્રેસના એ દરમિયાન ગણતરીના નેતાઓમાં હતા જેઓ પુરી તાકાતથી ઇન્દિરા ગાંધીની સાથે ઊભા રહ્યા હતા. આવામાં 1980માં કેન્દ્રમાં સત્તામાં પરત આવ્યબાદ ઇન્દિરા ગાંધીએ પોતાના વિશ્વાસુ લોકોને એકવાર ફરીથી મહત્વપૂર્ણ સ્થાનો ઉપર બેસાડ્યા હતા. જનતા પાર્ટીની રાજ્ય સરકારોને ભંગ કરી ઇન્દિરા ગાંધીએ અનેક રાજ્યોમાં વિધાનસભા ચૂંટણી કરાવી જેમાં એક ગુજરાત પણ હતું. 1980માં થયેલી ચૂંટણીમાં ગુજરાતમાં કોંગ્રેસ સરકાર બની અને માધવસિંહ સોલંકીએ 6 જૂન 1980થી ફરીથી ગુજરાતના મુખ્યમંત્રીની ખુર્શી સંભાળવી હતી.

  ફાઈલ તસવીર


  બીજી વખત સત્તા સંભાલ્યા બાદ આગામી પાંચ વર્ષ સુધી સતત સોંલકી ગુજરાતના મુખ્યમંત્રી બન્યા રહ્યા 1960માં અસ્તિત્વમાં આવેલા ગુજરાતની રાજકીય ઇતિહાસમાં પહેલીવાર એવું થયું કે કોઈ મુખ્યમંત્રીએ પોતાના પાંચ વર્ષનો કાર્યકાળ પુરો કર્યો હતો. માધવસિંહ સોલંકી બાદ મુખ્યમંત્રી તરીકે સતત પાંચ વર્ષનો કાર્યકાળ પુરો કરનાર બીજા સીએમ તરીકે નરેન્દ્ર મોદી બન્યા હતા. તેમણે ઓક્ટોબર 2001થી ગુજરાતની કમાન સંભાળ્યા બાદ મે 2014 સુધી સીએમ પદને ત્યારે છોડ્યું જ્યારે તેઓ પીએમ બન્યા અને ત્યારથી સતત પીએમની ખુરશી ઉપર બેઠા છે.

  જ્યાં સુધી માધવસિંહ સોલંકીનો પ્રશ્ન છે 1980નું વર્ષ તેમના માટે ખાસ મહત્વપૂર્ણ રહ્યું. એક તરફ જ્યાં પ્રશાસન ઉપર તેમની પકડ મજબૂત બની. જ્યારે ઇન્દિરા ગાંધીના વિશ્વાસુ હોવાના કારણે તેઓ રાજનીતિક તરીકે પણ મજબૂત બનતા ગયા. આ જ કારણ રહ્યું કે ગુજરાતના સામાજિક, આર્થિક અને ઔદ્યોગિક વિકાસમાં પણ મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવી શક્યા. 1980માં જીત્યાબાદ ઇન્દિરા ગાંધી અંબાજી મંદિરમાં ગુજરાત આવ્યા હતા. એ સમયની ઘટના ગુજરાત કેડરના નિવૃત્ત આઈએએસ અધિકારી એસકે નંદાને આજે પણ યાદ છે કેવી રીતે સોલંકીએ ઇન્દિરાના સહારે ગુજરાતમાં વિકાસનો સિલસિલો આગળ વધાવ્યો હતો.

  ફાઈલ તસવીર


  ઇન્દિરા ગાંધીનો એ પ્રવાસ ખાનગી હતો. અંબાજીમાં તેમની ઉંડી આસ્થા હતી. પહેલા પણ તેઓ અહીં આવી ચૂક્યા હતા. એ એક સંયોગ જ હતો કે 1978માં જ્યારે કોંગ્રેસમાં વિભાજન બાદ તેમણે પોતાના સમર્થકો સાથે પોતાની નવી પાર્ટી કોંગ્રેસ બનાવી અને તેનું ચૂંટણી ચિન્હ હાથ રાખ્યું હતું. બેંગલુરુમાં એક જૂના કોંગ્રેસ નેતા આરકે રાજરત્નમએ એ દાવો કર્યો હતો કે 2 ફેબ્રુઆરી 1978ની રાત્રે ઇન્દિરા ગાંધીને ચૂંટણી ચિન્હ તરીકે હાથ રાખવાનો વિચાર તેમણે આપ્યો હતો. પરંતુ નંદાએ 1980ની અંબાજીની યાત્રા દરમિયાન ઇન્દિરા ગાંધીના મોંઢે એ સાંભળ્યું હતું કે તેમના માટે તેમની ધારણા કંઈક અલગ જ છે. ઇન્દિરા ગાંધીએ ત્યારે કહ્યું હતું કે અંબેનો હાથ મને કામ આવ્યો. તેમના જ આશિર્વાદથી તેઓ જીત્યા. ઉલ્લેખનીય છે કે અંબાજી શક્તિપીઠમાં મા અંબાના દર્શન હાથ સ્વરૂપમાં થાય છે.

  દર્શન બાદ જ્યારે ઇન્દિરા બહાર આવ્યા ત માધવસિંહ સોલંકીએ નંદા સહિત તમામ અધિકારીઓને ઇન્દિરા ગાંધીને મળવાની ઇચ્છા રાખી જોકે, ઇન્દિરા પોતે આ માટે ખૂબ જ ઉત્સુક ન હતી. તેઓ પોતાના પ્રવાસને ખાનગી રાખવા માંગતા હતા. પરંતુ માધવસિંહ સોલંકીના કહેવા પર તેઓ અધિકારીઓને મળવા માટે તૈયાર થયા હતા. એ સમયે રાજ્યના તમામ વરિષ્ઠ અધિકારી ત્યાં એકઠાં થયા હતા. મુખ્ય સચિવ એચકેએલ કપૂરની સાથે ગૃહ વિભાગના એડિશનલ મુખ્ય સચિવ ચંદ્રમૌલી અને ઉદ્યોગ વિભાગની આગેવાની કરનાર એડિશનલ મુખ્ય સચિવ શિવજ્ઞાનમ. ગુજરાતના જાણિતા અધિકારીઓ પૈકી એક એચકે ખાન એ સમયના ડાયરેક્ટર ઇન્ડસ્ટ્રીજ હતા. અને નંદા સૌથી કનિષ્ઠ આઈએએસ અધિકારી હતા. 1978 બેચના અધિકારી નંદા વડોદરામાં એ સમયે એસડીએમ હતા.

  ફાઈલ તસવીર


  માધવસિંહ સોલંકીના ઇશારે તેઓ શિવજ્ઞાનમ એ સમય બંબઈ હાઈમાં મળેલા ગેસના ભંડારને માત્ર મહારાષ્ટ્રના ઉપયોગની જગ્યાએ જેવી રીતે મોરારજી દેસાઈએ જાહેરાત કરી હતી આખા દેશ માટે ઉપયોગ કરવાની સલા આપી હતી. આ મમાટે ડિસ્ટ્રીબ્યૂશન સેન્ટર તરીકે સુરતની નીજીક હજીરાને વિકસાવવાની સલાહ આપી હતી. જે એ સમયે સમુદ્ર કિનારે વસતું નાનું ગામ હતું. એ સમયે ઇન્દિરા ગાંધીએ કોઈ વચન તો આપ્યું ન હતું પરંતુ થાડા સમય બાદ ઓસેન ડેવલપમેન્ટના વિભાગને પોતાની પાસે રાખીને હજીરાને ગેસ ડિસ્ટ્રીબ્યૂશન સેન્ટર તરીકે વિકસિત વિકસીત કરવાની મંજૂરી આપી હતી. ત્યારબાદ હજીરના વિકાસે જે રફ્તા પકડી જે આજની તારીખમાં સૌથી મોટા ઔદ્યોગિક ઘનત્વ ધરાવતો કશબો બની ચૂક્યો હતો. જ્યાં સરકારી અને ખાનગી ક્ષેત્રની અનેક કંપનીઓ કામ કરી રહી છે.

  તકનો ઉપયોગ માધવસિંહ સોલંકી ખૂબ જ સારી રીતે કરી લેતા હતા. આ માટે એ મિસાલ છે. 1980થી 1985ના કાર્યકાળ દરમિયાન સોલંકીના સમાજ કલ્યાણ સાથે જોડાયેલી અનેક લોકપ્રિય યોજનાઓ લોન્ચ કરી ભલે તે દેશમાં પહેલીવાર મધ્યાહન ભોજન યોજના લાગુ કરવાની હોય કે કન્યા શિક્ષણને પ્રોત્સાહન આપવા માટે શિક્ષણ મફત કરવાનું હોય. જન વિતરણ પ્રણાલીની દુકાનો થકી સમાન્ય મધ્યમ વર્ગને પણ વ્યાજભી ભાવે ખાધ્યાન્ન આપવાનું શરું કર્યું હતું. વયસ્ક શિક્ષણને પણ પ્રત્સાહન આપ્યું હતું. ગરીબોને બચતની પ્રવૃત્તિને પ્રોત્સાન આપવા માટે કુટુંબ પોથી યોજના શરૂ કરી, તો શ્રમિકોના કલ્યાણ માટે એક તરફ જ્યાં ન્યૂનતમ મજૂરી વેતની સીમા વધારી, તો રુરલ લેબર કમિશનરના નવા પદનું સર્જન કર્યું. પત્રકારત્વ અને સાહિત્યના ક્ષેત્રમાં જોડાયેલા પોતાના સાથીઓનો પણ સરકારમાં તેમણે ભરપુર ઉપયોગ કર્યો હતો. પોતાના સાથી ભૂપતભાઈ વડોદરિયાને સૂચના નિદેશક બનાવ્યા તો શાયર મિત્ર શેખ આદમ અબૂવાલાને સૂચના વિભાગમાં જ સલાહકાર. ફિલ્મોને પ્રોત્સાહિત કરવા માટે અનેક જગ્યાઓ ઉપર સ્ટુડિયો બનાવડાવ્યા. તો રાજ કપૂર, દેવાનંદ અથવા દિલીપ કુમારની ફિલ્મોને છાસવારે ટેક્સ ફ્રી કરી હતી. પ્રેમ રોગ ફિલ્મને તો તેમણે એટલા માટે ટેક્સ ફ્રી કરી હતી કારણ કે આ ફિલ્મમાં વિધવા અને આંતરજાતીય વિવાહ બંનેને પ્રોત્સાહિત કરવામાં આવ્યું હતું. ફિલ્મ જગતની મશહૂર અભિનેત્રીઓ માધવસિંહ સોલંકીની કાયલ હતી. જેમાં રીટા ભાદુરીથી લઈને અરુણા ઇરાનીના નામનો સમાવેશ થયો છે.

  સામાજિક સાંસ્કૃતિક ક્ષેત્રની સાથે જ ઔદ્યોગિક ક્ષેત્રમાં પણ માધવસિંહ સોલંકીએ દુરદર્શિતા દેખાડી હતી. રાજ્યના ઔદ્યોગિક વિકાસ માટે ગુજરાત ઔદ્યોગિક વિકાસ નિગમ એટલે કે જીઆઈડીસીના બેનર હેઠળ રાજ્યના તમામ ભાગમાં ઇન્ડસ્ટ્રિયલ એસ્ટેટ વિકસિત કર્યા, એના કારણે મોટા પ્રમાણમાં રોકાણ આવ્યું, કંપનીઓ સ્થાપિત થઈ, સેંકડો ફેક્ટરીઓ લાગી, સ્થાનિક લોકોને રોજગાર મળ્યો એટલા માટે 85 ટકા રોજગાર સ્થાનિક લોકોને મળે આ નિયમ પણ બનાવ્યો. ગુજરાતે ઝડપથી ઔદ્યોગિક વિકાસનો માર્ગ પકડ્યો અને ઔદ્યોગિક વિકાસના મામલામાં ગુજરાત આઠમા નંબરથી બીજા નંબર ઉપર આવ્યું. ઉર્વરક ઉત્પાદન માટે જીએનએફસીનો પાયો નાંખ્યો. ગુજરાત માટે જીવાદોરી કહેવાતી નર્મદા પરિયોજના ઉપર પણ કામ શરુ કરાવ્યું અને આ માટે વિશ્વ બેન્ક માટે પાંચ સો કરોડ રૂપિયાની લોન પણ મેળવી.

  ફાઈલ તસવીર


  ગુજરાત ભાષાના આધાર ઉપર 1960માં રાજ્ય તરીકે અસ્તિત્વમાં આવ્યું હતું અને ગુજરાતી અસ્મિતા આના મૂળમાં હતી. પરંતુ સોલંકીએ અધિકારીઓને પ્રમુખ સ્થાનો ઉપર રાખવાના મામલે ગુજરાતી અને બીનગુજરાતીનો ખાસ ભેદ રાખ્યો ન હતો. ગુજરાત કેડરના એક અને નિવૃત આઈએએસ અધિકારી રવિ સક્સેના હતું કે કેવી રીતે ઓદ્યોગિક વિકાસને આગળ વધારવા માટે એવા અધિકારીઓને પસંદ કરીને રાખવા જે કાર્યકુશળતાની સાથે સ્માર્ટ પણ હોય. એચ કે ખાન, કેસી કપૂર, એસકે શૈલત, એલએનએસ મુકુંદન, કેડી બુદ્ધા કેટલાક આવા નામ હતા. જેમણે સોલંકીના સમયમાં ઉદ્યોગ વિભાગની અંદર મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવી હતી. કેસી કપૂર જીઆઈડીસીના સૌથી યુવાક એમડી બન્યા. આ પદ ઉપર નિયુક્ત એ સમયના માત્ર ડિપ્યુી સેક્રેટરી રેન્કના અધિકારી હતા.

  એસ કે નંદાનો પોતાનો અનુભવ સોલંકીને લઇને અલગ રહ્યો છે. નંદા 1980માં વડોદરાના પ્રભારી ડીએમ હતા. કારણ કે નિયમિત ડીએમ એસ કે ચૌધરી કેન્સરથી પીડિત હતા અને મુંબઈમાં સારવાર કરાવી રહ્યા હતા. ચૌધરી તત્કાલીન રાજ્યપાલ શારદા મુખર્જીના નજીકના હતા. આને ધ્યાનમાં રાખીને માધવસિંહ સોલંકીએ બીમાર ચૌધરીને પદ ઉપર તો બનાવી રાખ્ય પરંતુ નંદાને જવાબદારીઓ સોંપી દીધી હતી. આ દરમયિાન સોલંકીનું વડોદાર આવવાનું થયું. વડોદરામાં એ સમયે વાયપાસ ન હતો. બધો જ ટ્રાફિક શહેરમા વચોવચથી પસાર થતો હતો. અને દિવસમાં અનેક દુર્ઘટનાઓ થતી રહેતી હતી.

  સોલંકીએ નંદાને પૂછ્યું કે કેટલા સમયમાં બાયપાસ બનાવી શકો છો. તો નંદાએ કહ્યું કે જો પુરા અધિકારીઓ આપવામાં આવે તો 90 દિવસમાં. સોલંકીએ તત્કાલીન મુખ્ય સચિવ એચકેએલ કપૂરને આ અંગે કહ્યું, કપૂરે આનાકાની કરી પરંતુ સોલંકી દ્રઢ હતો. નંદાને જરૂરી સત્તા આપી. નંદાએ વાયદા પ્રમાણે માત્ર 86 દિવસમાં વાયપાસનું કામ પુરુ કર્યું હતું. માધવસિંહ સોલંકીને લોકોને પરખવાની તાકાત જબરદસ્ત હતી. પછી ભલે તે અધિકારી હોય કે કાર્યકર્તા કે પછી સામાન્ય જનતાઓનો મૂડ ઓળખવો.

  આ જ કારણ હતું કે ગુજરાતના ઇતિહાસમાં પછાત વર્ગમાંથી આવેલા પહેલા મુખ્યમંત્રી માધવસિંહ સોલંકીએ એક એવો રેકોર્ડ કાયમ કર્યો જે આજ સુધી કોઈ તોડી શક્યું નથી. ગુજરાત વિધાનસભામાં સૌથી વધારે સીટો પોતાની આગેવાનીમાં જીતાડવાનો રેકોર્ડ. 1985ની વિધાનસભા ચૂંટણી હતી. ગુજરાત વિધાસભાની 182માંતી 149 સીટો પોતાની આગેવાનીમાં માધવસિંહ સોલંકીએ જીતાડી હતી. આ એવો રેકોર્ડ છે જે આજ દિવસ સુધી તૂટ્યો નથી. બીજેપીએ આને ધ્યાનમાં રાખીને આ વખતે 150 પ્લસ સીટો જીતવાનું લક્ષ્ય ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી દરમિયાન નિર્ધારિત કર્યું હતું. પરંતુ તે પુરું ન થઈ શક્યું.

  પરંતુ સોલંકીની જોરદાર જીત બીજા કારણોથી તેમના રાજનીતિક જીવન માટે નુકસાનકારક સાબિત થઈ હતી. 1980ની વિધાનસભા ચૂંટણી માટે જીતવા માટે તેમણે કોંગ્રેસ પાર્ટીના પોતાના નજીકના નેતા ઝીણાભાઈ દરજી અને સનત મહેતા સાથે મળીને એક ખાસ રાજનીતિ સમીકરણ બનાવ્યું હતું. આ સમીકરણ ગુજરાત જ નહીં રાજનીતિ શાસ્ત્રીના પુસ્તકમાં પણ ખામ તરીકે ઓળખાય છે. ખામના કેએચએએમનો મતલબ ક્ષત્રિય, હરિજન, આદિવાસી અને મુસ્લિમ થતો હતો. આ સમીકરણ અંતર્ગત અગડી જાતિઓને હાંસિયામાં રાખીને ખામમાં સમાવિષ્ઠ સમુદાયોના વોટને પોતાની સાથે જોડીને સોલંકીએ 1980ની વિધાનસભામાં મોટી જીત મેળવી હતી.

  1980ની વિધાનસભા ચૂંટણીમાં જીત પછી શૈક્ષણિક અને સામાજિક રીતે પછાત વર્ગના મતદાતાઓને પોતાના તરફ મજબૂતીથી જોડવા માટે માધવસિંહ સોલંકીએ બીજો એક દાવ ખેલ્યો હતો. આ દાવ હતો ગુજરાત હાઇકોર્ટના રિટાયર્ડ જજ જસ્ટિસ સીવી રાણેની આગેવાનીમાં પાંચ સભ્યાના આયોગની રચના. જે તે જાતિઓને ઓબીસી અનામતના દાયરામાં લાવવા માટે રચના કરવામાં આવી હતી. જે જાતિઓનો સમાવેશ આ પહેલા બનેલા બક્ષી આયોગના રિપોર્ટમાં ન હતો. માધવસિંહ સોલંકીએ રાણે આયોગનું ગઠન 20 એપ્રિલ 1981ના રોજ કર્યું હતું. આ સાથે જ સોલંકીને અનામત વિરોધી આંદોલનનો સામનો તરત કરવો પડ્યો હતો. 1981માં તે વર્ષે સવર્ણ લોકો રસ્તા પર ઉતરી આવ્યા હતા. જેમને એ લાગ્યું કે તેમના બાળકોને યોગ્યતા છતા શૈક્ષણિક સંસ્થાન અને સરકારી નોકરીઓમાં લાભ મળી શકશે નહીં. જ્યારે ઓછી પ્રતિભાવાળા પછાત છાત્ર સારું સ્થાન લઈ લેશે.

  ફાઈલ તસવીર


  ગુજરાતમાં શૈક્ષણિક અને સામાજિક રીતે પછાત લોકોની ઓળખ અને તેમને સશક્ત કરવા માટે પ્રથમ પ્રયત્ન એક દશક પહેલા થયો હતો. 8 ઓગસ્ટ 1972ના રોજ હાઇકોર્ટના રિટાયર્ડ જજ જસ્ટિસ એઆર બક્ષીની આગેવાનીમાં ચાર સભ્યોના આયોગની રચના કરવામાં આવી હતી. જે તે જાતિઓ અને વર્ગોની ઓળખ કરવાની હતી જે અનુસુચિત જાતિ કે જનજાતિમાં આવતા નથી પણ સામાજિક અને શૈક્ષણિક રીતે ઘણા પછાત હતા અને તેમને અનામતનો લાભ આપીને સશક્ત બનાવી શકાતા હતા. બક્ષી આયોગની ભલામણોને 1 એપ્રિલ 1978ના રોજ સ્વીકાર કરવામાં આવી હતી, જ્યારે ગુજરાતમાં બાબુભાઈ જસભાઇ પટેલની આગેવાનીમાં મોરચા સરકાર હતી. બક્ષી આયોગે એક રીતે જાતિઓને સામાજિક અને શૈક્ષણિક પછાતનો આધાર માન્યો, 82 એવી જાતિઓને ઓબીસીની અંદર લાવતા તેમના માટે એક તરફ છાત્રવૃતિ તો બીજી તરફ શૈક્ષણિ સંસ્થામાં સરકારી નોકરીઓમાં અનામતની વ્યવસ્થા કરી હતી. પ્રથમ અને દ્વિતીય શ્રેણીની નોકરીઓમાં જ્યાં પાંચ ટકા અનામત ઓબીસીની અંદર આવનાર આ જાતિઓના છાત્રો માટે કરી હતી. તૃતિય અને ચર્તુથ શ્રેણીની નોકરીઓમાં 10 ટકા અનામત આપવામાં આવ્યું હતું. શૈક્ષણિક સંસ્થામાં 10 ટકા અનામત ઓબીસીને આપવામાં આવ્યું હતું.

  સ્વાભાવિક રીતે ગુજરાતમાં સવર્ણ જાતિઓ બક્ષી આયોગના રિપોર્ટને માધવસિંહ સોલંકીના કાર્યકાળની અંક વર્ષની અંદર જ લાગુ કરતા જ પહેલાથી ઉગ્ર હતા. જોકે ખામના રાજનીતિક સમીકરણને સફળ ઢંગથી સાધતા 1980માં સત્તામાં આવેલા માધવસિંહ સોલંકીએ બીજા જ વર્ષે 1981માં જ્યારે બક્ષી આયોગના રિપોર્ટના હિસાબથી અનામત આપવાની સાથે જ રાણે આયોગની રચના કરવાની જાહેરાત કરી તો વિરોધ વધવા લાગ્યો હતો. લગભગ 100 દિવસ સુધી આંદોલન ચાલ્યું હતું અને આ દરમિયાન થયેલી હિંસામાં લગભગ 40 લોકોએ જીવ ગુમાવ્યા હતા.

  આ હંગામાના લગભગ અઢી વર્ષ પછી 31 ઓક્ટોબરે 1983ના રોજ રાણે આયોગે પોતાનો રિપોર્ટ સરકારને આપ્યો હતો. જોકે લગભગ 18 મહિના સુધી માધવસિંહ સોલંકી આ રિપોર્ટ પર બેસ્યા રહ્યા હતા. જેવી ઇન્દિરા ગાંધીની હત્યા પછી સહાનુભૂતિ લહેરમાં 1984માં લોકસભા ચૂંટણી યોજાઈ હતી. તેમાં કોંગ્રેસને સારી સફળતા મળી હતી. માધવસિંહ સોલંકીએ માર્ચ 1985માં થવા જઈ રહેલી ગુજરાત વિધાનસભા ચૂંટણી પહેલા મોટા દાવ ખેલ્યો હતો. 10 જાન્યુઆરી 1985ના રોજ સોલંકીએ રાણે આયોગની ભલામણ લાગુ કરવાનો નિર્ણય કર્યો હતો. જે અંતર્ગત ઓબીસી અનામતે 10 ટકાથી વધારીને 28 ટકા કરી દેવામાં આવ્યો હતો અને 63 નવી જાતિઓનો સમાવેશ ઓબીસીમાં કરવામાં આવ્યો હતો. આ રીતે એસસી-એસટી અને ઓબીસી અનામત મળીને અનામત 49 ટકા થઈ ગઈ હતી. રાણે આયોગની તે ભલામણને સોલંકીએ ફગાવી દીધી હતી, જેમાં અનામતનો એક આધાર આર્થિક પણ રાખવાની વાત કરી હતી, જેને લઈને વિરોધી વધારે ઉગ્ર થયા હતા.

  માધવસિંહની આ જાહેરાત બે મહિના પછી યોજાનાર વિધાનસભા ચૂંટણી સાથે જોડીને જોવામાં આવી હતી. આ દરમિયાન માધવસિંહ સોલંકીના રાજનીતિક સાથી અને સમર્થક નેતા પણ તેમના વિરુદ્ધ થયા હતા. જે 1980માં સીએમ બનતા સમયે તેમના સૌથી નજીક હતા. વીસ સૂત્રી કાર્યક્રમ અન્વયન સમિતિના અધ્યક્ષ રહેલા ઝીણાભાઈ દરજી હોય કે સોલંકી સરકારમા વિત્ત મંત્રી રહેલા સનત મહેતા હોય કે કેન્દ્રમાં મંત્રી રહેલા યોગેન્દ્ર મકવાણા. સોલંકીથી આ બધા નારાજ હતા. ઇન્દીરા ગાંધીની નજીક રહેલા યોગેન્દ્ર મકવાણાએ 1980માં સોલંકીને સીએમ બનાવવા માટે દિલ્હીમાં જોરદાર લોબિંગ પણ કરી હતી. આવામાં જ્યારે સોલંકીની સરકાર સામે ફેબ્રુઆરી 1985માં અનામત વિરોધી આંદોલનની આગ ભડકી તો પાર્ટીના એક મોટા જૂથો તેમની વિરોધમાં આવી ગયા હતા. બીજી તરફ બીજેપી સહિત બધા વિપક્ષ પણ મેદાનમાં આવી ગયા હતા. વિરોધ કરનાર ચીમનભાઈ પટેલ પણ હતા. જેમણે 1974માં નવનિર્માણ આંદોલનની આગ ભડકાવવાના કારણે સીએમ પદેથી રાજીનામું આપવું પડ્યું હતું અને તે પછી તે પોતાની નવી પાર્ટી કિસાન મજદૂર લોક પક્ષ બનાવીને ચૂંટણી લડ્યા હતા.

  ટૂંક જ સમયમાં અનામત વિરોધી આંદોલને જાતીય અને સાંપ્રદાયિક હિંસાનું સ્વરૂપ ધારણ કરી લીધું અને ગુજરાતમાં સ્થિતિ ભયાનક થઈ ગઈ. સ્કૂલ-કોલેજ બંધ કરવી પડી. રસ્તાઓ ઉપર સેના ઉતારવી પડી. એ સમયે કેન્દ્રમાં રાજીવ ગાંધીની આગેવાનીમાં કોંગ્રેસની સરકાર હતી. અમદાવાદની એલડી એન્જીનિયરિંગ કોલેજમાં બેઠક કરીને વિદ્યાર્થીઓને 18 ફેબ્રુઆરી 1985ના દિવસે ગુજરાત નવરચના સમિતિની રચના કરાઈ અને આંદોલનને વ્યવસ્થિત રીતે આખા રાજ્યમાં ફેલાવવાનું શરું કરાયું. આ એજ એલડીએન્જીનિયરિંગ કોલેજ હતી જ્યાં 1947માં વિદ્યાર્થીઓના નવનિર્માણ આંદોલને જોર પકડ્યું હતું. જેનાથી પ્રેરણા લેઈને જયપ્રકાશ નારાયણે ઇન્દિરા ગાંધી સરકાર સામે સશક્ત આંદોલન તરીકે બિહારમાંથી સંપૂર્ણ ક્રાંતિની શરુઆત કરી હતી. આના ઉપર કાબૂ મેળવવાના ચક્કરમાં ઇન્દિરા ગાંધીએ 1975માં કટોકટી લગાવી હતી. જેની કિંતમ તેમને 1977માં ખરાબ હારના સ્વરૂપમાં ચૂકવવી પડી હતી.

  ગુજરાતમાં માર્ચ 1985માં વિધાનસભાની ચૂંટણી થઈ અને પરિણામ આવ્યું તો ઇતિહાસ બની ગયો હતો. પાર્ટીમાં પોતાના તમામ મોટા વિરોધીઓની ટિકિટો કાપતા સોલંકીએ પોતાની ઇચ્છા પ્રમાણે ટિકિટ વહેંચી હતી. તે પોતાની પાર્ટીને રાજ્ય વિધાનસભાની 182માંથી 149 સીટો જીતાડવામાં સફળ રહ્યા હતા. જે ગુજરાતમાં ઇતિહાસ ક્યારે થયું ન હતું. આ મોટી અને ઐતિહાસિક જીત સાથે માધવસિંહ સોલંકીએ 11 માર્ચ 1985ના દિવસે ત્રીજીવાર ગુજરાતના મુખ્યમંત્રી પદના શપથ લીધા હતા. પરંતુ ચૂંટણીમાં આટલી મોટી જીત તેમને રાહત ન આપી શકી. એકવાર ફરીથી વિદ્યાર્થીઓનું આંદોલન શરૂં થયું. સ્થિતિ બેકાબૂ બનતી ગઈ, આગજની અને હિંસાની ઘટનાઓ સામાન્ય થઈ ગઈ. કાયદો-વ્યવસ્થાનું નામ જ ન રહ્યું. મામલાને શાંત કરવા માટે સોલંકીએ એક વર્ષ સુધી રાણે આયોગની ભલામણોને લાગુ નહીં કરવાની વાત કરી હતી, પરંતુ આનાથી પણ આંદોલન શાંત થયું નહીં.

  તત્કાલીન પ્રધાનમંત્રી રાજીવ ગાંધી પહેલા માધવસિંહ સોલંકીનો બચાવ કરી રહ્યા હતા. પરંતુ હિંસા ન રોકાવવાના કારણે પોતાનું વલણ બલ્યું હતું. ઝડપથી બગડતા હાલાતને ધ્યાનમાં રાખીને જૂન 9185ના મધ્યમાં રાજીવે સોલંકીને આગામી પંદર દિવસમાં સ્થિતિ ઉપર કાબૂ મેળવવાનું અલ્ટીમેટમ રજૂ કર્યું અથવા પદ છોડવાની તૈયારી રાખવા કહ્યું. પરંતુ હિંસા થંભી નહીં. અનામત વિરોધી હિંસા સાંપ્રદાયિક હિંસાનું સ્વરૂપ લઈ ચૂકી હતી, જેમાં આશરે પોણા બસો લોકોના જીવ ગયા હતા અને 2200 કરોડ રૂપિયાથી વધારે સંપત્તિનું નુકસાન થયું હતું.

  હિંસાની મોટી ઘટનાઓ બનતી રહી, ગુજરાત સમાચારની ઓફિસને પણ આગ લગાડવામાં આવી, જેનો આરોપ સોલંકીના સમર્થકો ઉપર લાગ્યો હતો. છેવટે રાજીવ ગાંધીના ઇશારે માધવસિંહ સોલંકીને 6 જુલાઈ 1985ના દિવસે સીએમ પદથી રાજીનામું આપવું પડ્યું હતું અને આદિવાસી સમુદાયમાંથી આવનારા અમરસિંહ ચૌધરીને ગુજરાતના આગામી મુખ્યમંત્રી બનાવાયા હતા. જે સોલંકીની માત્ર પોણા ચાર મહિના ચાલેલી સરકારમાં ગૃહમંત્રી હતા. ગૃહમંત્રી તરીકે અમરસિંહ ચૌધરી હિંસા ઉપર કાબૂ મેળવી શક્યા ન હતા. એજ અમરસિંહને માધવસિંહ સોલંકીની જીદના કારણે આલાકમાને સીએમ બનાવ્યા હતા. જો કે સોલંકી વિરોધી જૂથ તત્કાલીન વિધાનસભા અધ્યક્ષ નટવરલાલ શાહને સીએમ બનાવવા માંગતા હતા. ખુદ સોલંકીની પોતાની પસંદ તત્કાલીન પ્રદેશ અધ્યક્ષ મહંત વિજયદાસ હતા. જે મેર જેવી પછાત જાતીમાંથી આવતા હતા. વિજયદાસના મામલે કામયાબી મળી નહી. તો તેમણે પોતાના ખાસ દોસ્ત હરિસિંહ મહીડાનું નામ આગળ ધર્યું હતું. પરંતુ જ્યારે એના ઉપર પણ વાત ન બની તો અમરસિંહ ચૌધરીના પક્ષમાં આલાકમાનને મનાવી લીધા. અંતે નવી વિધાનસભામાં ચૂંટણીને આવ્યા, મોટાભાગના ધારાસભ્યો સોલંકી સમર્થકો હતા.

  જે સમયે સોલંકીએ રાજીનામું આપ્યું અને ચૌધરીની સરકાર બની, એ સમયે સ્થિતિ એટલી ભયાવહ થઈ ચૂકી હતી કે ગુજરાત પોલીસની કમાન સંભાળવા અને રાજ્યમાં કાયદો વ્યવસ્થાની સ્થિતિને સારી કરવા માટે ગુજરાત બહારના એક વરિષ્ઠ આઈપીએસ અધિકારીને ડીજીપી બનાવીને લાવવામાં આવ્યા. તત્કાલીન ડીજીપી વીટી શાહને હટાવવામાં આવ્યા. જુલિયો રિબેરો બહારથી લવાયેલા પોલીસ અધિકારી હતા. જેમણે સંયક્ત બંબઈ પ્રાંતના જમાનામાં પોતાના કેરિયરની શરુઆત એજ ભરૂચથી કરી હતી. જ્યાં આઝાદી પહેલા માધવસિંહ સોલંકીનો જન્મ થયો હતો. રિબેરો થોડા સમય પહેલા જ સીઆરપીએફના ડીજીપી નિયુક્ત થયા હતા. વ્યવસ્થામાં ફેરફાર બાદ રાજ્યમાં કાયદો અને વ્યવસ્થા સુધરી, પરંતુ પાર્ટી અને સરકારની હાલાત બગડતી ગઈ. વિપક્ષ સતત મજબૂત થતી ગઈ, જેના કેન્દ્રમાં એક નવો સ્ટાર આવી ગયો હતો જેનું નામ હતું નરેન્દ્ર મોદી. 1987માં ગુજરાત બીજેપીમાં સંગઠન મહામંત્રની જવાબદારી સંભાળનાર નરેન્દ્ર મોદીએ કોંગ્રેસની સરકાર સામે સતત આંદોલન ચાલું રાખ્યું હતું.

  માધવસિંહ સોલંકી, જેમણે 6 જુલાઈ, 1985ના રોજ ગુજરાતના મુખ્ય પ્રધાન પદનો ત્યાગ કર્યો હતો, 10 ડિસેમ્બર 1989ના રોજ, ચોથી વખત ગુજરાતના મુખ્યમંત્રી પદે પાછા ફર્યા હતા. ત્યાં સુધીમાં ગુજરાતમાં લોકસભાની ચૂંટણીઓ યોજાઈ ગઈ હતી અને કોંગ્રેસને જનતા દળ અને ભાજપના હાથે કારમી હારનો સામનો કરવો પડ્યો હતો. આવી સ્થિતિમાં વિધાનસભાની ચૂંટણીઓ જીતવા માટે રાજીવ ગાંધીને ફરી એકવાર સોલંકીના હાથમાં ગુજરાતની સત્તા આપવાની ફરજ પડી હતી. પરંતુ સોલંકી પાસે કોઈ સમય બચ્યો ન હતો, ત્રણ મહિનાથી ઓછા સમયમાં ચૂંટણી યોજાવાની હતી. આશંકા હતી કે, ફેબ્રુઆરી 1990માં યોજાયેલી ચૂંટણીમાં કોંગ્રેસને પરાજયનો સામનો કરવો પડ્યો, અને માધવસિંહ સોલંકીની મુખ્યમંત્રી તરીકેની ચોથી અને અંતિમ મુદત 3 માર્ચ, 1990ના રોજ સમાપ્ત થઈ.

  ચૂંટણીના પરિણામો બાદ રાજ્યમાં ચીમનભાઇ પટેલના નેતૃત્વમાં જનતા દળ અને ભાજપની સંયુક્ત સરકાર બની હતી, પરંતુ થોડા મહિના પછી ભાજપે ચીમનભાઇ પટેલને છોડી દીધા, ચીમનભાઇએ ફરીથી કોંગ્રેસ સાથે સરકાર બનાવી, બાદમાં તેઓ કોંગ્રેસમાં જોડાયા અને ચાર વર્ષ મુખ્યમંત્રી રહ્યા. ચીમનભાઇના અવસાન પછી, તેમના નિકટના છબિલદાસ મહેતા મુખ્યમંત્રી બન્યા હતા અને 1995માં જે ચૂંટણી યોજાઈ, ત્યારબાદ ગુજરાતમાં સતત છ ચૂંટણી જીતવાનો રેકોર્ડ ભાજપે બનાવ્યો છે. પરંતુ માધવસિંહ સોલંકીએ જે રેકોર્ડ બનાવ્યો, તે બીજેપી ના તોડી શકી. એ રોકોર્ડ છે 182 બેઠકોમાંથી 149 બેઠકો પર જીતનો. સોલંકીએ પોતાના મૃત્યુ સુધી આ રેકોર્ડ કાયમ રાખ્યો છે. સંયોગ એ પણ છે કે, સોલંકી પછી, કોંગ્રેસ પોતાના બળે વિધાનસભાની ચૂંટણીઓ જીતીને ગુજરાતમાં કદીય સરકાર બનાવી શકી નથી.

  માધવસિંહ સોલંકીએ ગુજરાત બાદ કેન્દ્ર સરકાર સાથે સંબધ જોડ્યો 1991માં, જ્યારે 1991ના રોજ પીવી નરસિંહ રાવની આગેવાનીમાં સરકાર બની. 21 જૂન 1991એ જ્યારે રાવ સરકારે શપથ લેવામાં આવ્યા ત્યારે માધવસિંહ સોલંકીએ કેબિનેટ મંત્રી તરીકે શપથ લીધા હતા અને બે દિવસ પછી જ્યારે વિભાગોની સત્તાવાર જાહેરાત કરવામાં આવી ત્યારે વિદેશ મંત્રાલયનો હવાલો સોંપાયો હતો.

  માધવસિંહ સોલંકી વિદેશ પ્રધાનની ભૂમિકા માટે યોગ્ય પણ હતા. ગુજરાતી અને હિન્દીની સાથે અંગ્રેજી પર પણ તેમની સારી પકડ હતી. તેમની લાઇબ્રેરી પણ આનો પુરાવો છે, જ્યાં અંગ્રેજીના હજારો પુસ્તકો હાજર છે. શરૂઆતથી જ સોલંકીને સાહિત્ય, રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય સંબંધો, મોટા આંતરરાષ્ટ્રીય નેતાઓની જીવનચરિત્ર વાંચવાનો શોખ હતો. ભૂગોળથી લઈને ઇતિહાસ અને ફિલોસોફી સુધીની મુસાફરી, આ બધા તેમના રસના વિષયો હતા. અબ્રાહમ લિંકન સાથે સંકળાયેલા લતીફાનો મોટો સંગ્રહ તેમની લાઇબ્રેરીનો વિશેષ ભાગ રહ્યો છે. દુનિયાના બધા દેશો જોવા અને તે પણ એકલા ટ્રેનમાં બેસીને, તેમના શોખમાં સામેલ હતું.

  પરંતુ નિયતિને કંઈક બીજું મંજૂરી હતું. વિદેશ પ્રધાન તરીકેનો તેમનો કાર્યકાળ ખૂબ જ ટૂંકો રહ્યો અને આનું કારણ કેન્દ્રમાં બોફોર્સ કૌભાંડની તપાસ સાથે સંબંધિત વિવાદ હતો, તેના કેન્દ્રમાં આવ્યા ખુદ માધવસિંહ સોલંકી. ઉલ્લેખનીય છે કે, ફેબ્રુઆરી 1992 માં, દાવોસમાં થયેલી વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશનની બેઠક દરમિયાન, માધવસિંહ સોલંકીએ સ્વિટ્ઝર્લેન્ડના વિદેશ પ્રધાન રેને ફેબેરને એક અનૌપચારિક નોંટ આપી હતી અને બોફોર્સ કૌભાંડને આગળ ન વધારવા કહ્યું હતું, અને કહ્યું હતું કે, માત્ર રાજનૈતિક આરોપવાળા આ મામલાને ખેંચવામાં ભારત સરકારને કોઈ રસ નથી.

  હકીકતમાં, તેનો ખુલાસો ત્યારે થયો ત્યારે આ કેસની તપાસ કરી રહેલા સીબીઆઇને આ અંગે સ્વીટ્ઝરલેન્ડ અને ન્યાય અને પોલીસના ફેડરલ વિભાગ દ્વારા જાણ કરવામાં આવી હતી. સીબીઆઈ સૂત્રોના જણાવ્યા અનુસાર, સ્વિટ્ઝરલેન્ડના વિદેશ પ્રધાને માધવસિંહ સોલંકીની નોંધ ફેડરલ ડિપાર્ટમેન્ટ ઓફ જસ્ટિસ એન્ડ પોલીસના ડિરેક્ટરને આપી હતી. આ દરમિયાન, સીબીઆઈએ ફરીથી સ્વિસ સરકારી એજન્સીને વિનંતી કરી કે, જે દસ્તાવેજો જે લગભગ 64 કરોડ જેટલી દલાલીની રકમના વ્યવહારથી સંબંધિત છે, તે હેઠળ સ્વીડનની બોફોર્સ કંપનીના ખાતામાંથી પૈસા સ્વિસબેંકના કેટલાક ખાતાઓમાં ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા. જો આ દસ્તાવેજો સીબીઆઈ દ્વારા ઝડપથી કાર્યવાહી કરવામાં આવ્યા હોત, તો આ કેસમાં તપાસ ઝડપથી થઈ હોત, આ કૌભાંડની આમ તો 1987માં જ સ્વીડિશ રેડિયોના પ્રસારણ પછી સમગ્ર વિશ્વને જાણ થઈ ગઈ હતી, પરંતુ તેમાં સી.બી.આઈ.એ એફઆઈઆર નોંધી 1990માં વી.પી.સિંઘ વડા પ્રધાન બન્યા બાદ.

  સ્વાભાવિક રીતે, ભારતનું આ વિરોધાભાસી વલણ સ્વિસ અધિકારીઓ સમજી શક્યા નહીં. એક તરફ, આ કેસની તપાસ કરનારી એજન્સી સ્વિસ સરકાર પાસેથી આ કૌભાંડ સંબંધિત દસ્તાવેજો માંગતી હતી, બીજી તરફ માધવસિંહ સોલંકી, ભારત સરકારના વિદેશ પ્રધાન તરીકે, અનૌપચારિક નોંટ પકડાવી રહ્યા હતા કે ભારત સરકારને બોફોર્સ કેસની તપાસ આગળ વધારવા માટે કોઈ રસ નથી. આ સાથે સ્વિસ એજન્સીએ માધવસિંહ સોલંકીની નોટ સીબીઆઈને મોકલી એ પુછ્યું કે, આખરે આ કેસમાં કરવાનું શું છે.

  દેખીતી રીતે, જ્યારે તેમને આ નોટ વિશે જાણ થઈ ત્યારે સીબીઆઈ અધિકારીઓ ચોંકી ગયા. જે નોટ આપવામાં આવી હતી તેની પાછળનો હેતુ હિન્દુજા બંધુઓ તરફ ચાલતી તપાસને અટકાવવાનો હતો, જેના વિશે આરોપ હતો કે, ડમી ખાતાઓ દ્વારા મોટાભાગે દલાલીના પૈસા ચૂકવ્યા હતા. અગાઉ હિન્દુજા બંધુઓનું નામ પણ એચડીડબ્લ્યુ સબમરીન કાંડમાં આવ્યું હતું, જ્યારે બોનમાં સ્થિત ભારતીય રાજદૂતે 1987માં રાજીવ ગાંધી સરકારને કહ્યું હતું કે, એસએસકે સબમરીન સપ્લાય કરતી જર્મન કંપની, એચડીડબ્લ્યુએ બે વધારાની સબમરીન માટે ઊંચી કિંમત કહી છે કારણ કે તેનો દાવો છે કે, તેણે ભારતીય એજન્ટોને સાત ટકા કમિશન ચૂકવવું પડશે. જ્યારે આની તપાસની ફાઈલ જ્યારે વી.પી.સિંઘે નાણાં પ્રધાન તરીકે આગળ વધારી તો તેમને નાણાં મંત્રાલયમાંથી હટાવવામાં આવ્યા અને જાન્યુઆરી 1987 માં સંરક્ષણ મંત્રાલયની જવાબદારી સોંપવામાં આવી દીધી. ત્રણ મહિના પછી, એપ્રિલ 1987માં, બોફોર્સ તોપ ખરીદવાના કેસનો પણ દલાલીનો ભાંડો ફૂટ્યો અને અંતે આને જ મુદ્દો બનાવી વી.પી.સિંહે રાજીવ ગાંધી સરકારમાંથી રાજીનામું આપીને જનતા દળની રચના કરી અને 1989ની ચૂંટણીમાં ભાજપના ટેકાથી મોરચાની સરકાર બનાવી, અને સીબીઆઈએ બોફોર્સ કૌભાંડમાં એફઆઈઆર નોંધી.

  સ્વાભાવિક રીતે, આ કૌભાંડ બહાર આવ્યાના પાંચ વર્ષ પછી, કોંગ્રેસની આગેવાની હેઠળની સરકારના વિદેશ પ્રધાને સ્વિસ સરકારને તપાસ બંધ કરવાની વિનંતી કરી, જેને પગલે સંસદથી લઈ રસ્તાઓ સુધી હંગામો મચી ગયો. માધવસિંહ સોલંકીએ સંસદમાં કબૂલાત કરી હતી કે, તેમણે સ્વિસ વિદેશ પ્રધાનને એક નોટ આપી હતી અને તે સાથે તેમણે 31 માર્ચ 1992ના રોજ પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું હતું, જેને પીએમ પી.વી. નરસિંહરાવ પાસે સ્વીકાર્યા સિવાય કોઈ વિકલ્પ નહોતો. આ ઘટના પછી, રાવ એટલા ગભરાઈ ગયા કે, તેમણે લાંબા સમય સુધી વિદેશ મંત્રાલય પોતાની પાસે જ રાખ્યું અને આર.એલ.ભાટિયા અને સલમાન ખુર્શીદ જેવા રાજ્ય કક્ષાના પ્રધાનોની મદદથી વિદેશ મંત્રાલયની નિયમિત કામગીરી ચાલુ રાખી. આ પછી, દિનેશસિંહને થોડા સમય માટે વિદેશ પ્રધાન અને પ્રણવ મુખરજીને તેમના કાર્યકાળના અંતિમ મહિનાઓમાં વિદેશપ્રધાન બનાવવામાં આવ્યા હતા. જેમને 1981માં માધવસિંહ સોલંકી દ્વારા ગુજરાતથી રાજ્યસભામાં મોકલવામાં આવ્યા હતા.

  માધવસિંહ સોલંકીની સૌથી મોટી વિશેષતા એ હતી કે, તેમણે ક્યારેય જવતા જીવ કહ્યું નહીં કે કોના કહેવા પર તેમણે તે અનૌપચારિક નોંટ બોફોર્સ કેસની તપાસ બંધ કરવા સ્વિટ્ઝરલેન્ડના વિદેશ પ્રધાનને સોંપી હતી. આના કારણે તેમની જાહેર કારકીર્દિ ખતમ થઈ જવાના માર્ગ પર આગળ વધી, સાથે કાયદાની પકડમાં પણ આવવું પડ્યું. સીબીઆઈએ સોલંકી સામે પણ કેસ નોંધ્યો હતો અને તેના કારણે તેમની બદનામી પણ થઈ, અને કોર્ટના ચક્કર પમ ખાવા પડ્યા.

  સ્વાભાવિક રીતે, સોલંકી ન તો અજ્ઞાની હતા કે ના અનુભવહીન હતા. તે સારી રીતે જાણતા હતા કે, આવા ઝમેલામાં પડવાથી ખતરો કેટલો મોટો છે. તો પણ તેમણે આ ફક્ત તેમના પક્ષના કોઈ મોટા નેતા અથવા કુટુંબ પ્રત્યેની પ્રતિબદ્ધતાને પરિપૂર્ણ કરવા માટે કર્યું, જો આ કેસમાં તપાસ ઝડપથી આગળ વધે તો ઘણું નુકસાન થઈ શકે તેમ હતું. જો હિન્દુજા ભાઈઓ લપેટામાં આવી જાય છે, તો આમાં પિતા કોણ છે, તે રાજકારણની થોડી સમજ હોય ​​તે દરેક વ્યક્તિને સરળતાથી ધ્યાનમાં આવી શકે છે. સ્વાભાવિક રીતે, સોલંકીએ અંતિમ ક્ષણ સુધી પાર્ટી અને તેના પ્રત્યેની નિષ્ઠા જાળવી રાખી હતી, જેના કારણે તેમણે મોટી કિંમત ચૂકવ્યા પછી પણ જીભ બંધ રાખી હતી. જ્યાં સુધી સવાલ એ છે કે, આ નોટ તૈયાર કરનાર વકીલ કોણ હતા. જો સીબીઆઈના સૂત્રોનું માનીએ તો, પક્ષના જ કોઈ મોટા નેતા હતા, જેમની વકિલાત જાણતા હતા અને જેમણે તેમની લાંબી રાજકીય કારકીર્દિમાં કાયદા મંત્રાલયનો હવાલો સંભાળ્યો હતો, સાથે એક રાજ્યના રાજ્યપાલ પણ હતા. દેખીતી રીતે, આ ઘટના સાથે સંકળાયેલા તમામ મોટા પાત્રોનું મૃત્યુ છેલ્લા કેટલાક વર્ષોમાં થઈ ગયું છે, જેની છેલ્લી કડી હતા માધવસિંહ સોલંકી અને કોઈ પણ તેમનું ઔપચારિક નામ લેવા માટે આવશે નહીં.

  સવાલ એ ઉભો થાય છે કે, ઇતિહાસ માધવસિંહ સોલંકીને કેવી રીતે યાદ રાખશે. એક સામાન્ય નેતૃત્વ ધરાવતા નેતા, જેમણે પોતાની પ્રતિભાના આધારે, ગુજરાત જેવા રાજ્યના રાજકારણમાં વિજય અને સિદ્ધિના આવા રેકોર્ડ બનાવ્યા, જે તેમના જીવનમાં ક્યારેય તૂટી ન શક્યો, મૃત્યુ પછી પણ તે હાલમાં તૂટી શકે એવું લાગતું નથી. અથવા ગુજરાતમાં જાતિવાદનું રાજકારણ કટ્ટર પંથીકરણમાં લાવનાર અને ભ્રષ્ટાચાર અને કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિને કાબૂમાં ના કરી શકે તેવા નેતા તરીકે, જેની તેમણે ખુદ મોટી કિંમત ચૂકવવી પડી હતી. તો બીજી તરફ પક્ષ અને કુટુંબ પ્રત્યે એવી વફાદારી દેખાડી કે ખુદ મોટી કિંમત ચૂકવ્યા પછી પણ પોતાના નેતૃત્વને નુકસાન નથી થવા દીધુ. અથવા એવી વ્યક્તિ તરીકે કે જે રાજકારણમાં હોવા છતાં ઢોંગી કરનાર ન હતા, જે આરામથી સરકીટ હાઉસમાં, સ્યુટ પહેરીને, ડનહિલ અથવા 555 સિગારેટ સળગાવી, અથવા માંસાહારનું સેવન કરતા કરતા મુશ્કેલથી મુશ્કેલ સમસ્યાઓનું સમાધાન સરળતાથી શોધી સકતા હતા. અથવા એક શાંત, સૌમ્ય વ્યક્તિ તરીકે જેમની ઓળખ તો બની રાજકારણના ક્ષેત્રમાં, પરંતુ જેનની પ્રથમ અને છેલ્લી વ્યસન શાયરી, સાહિત્ય અને પુસ્તકો પ્રત્યેની ભક્તિ હતી, જેને તેઓ છેલ્લા સમય સુધી પ્રેમ કરતા હતા, અને તેમના વચ્ચે કોઈ પણ હતાશા વગર 94 વર્ષની ઉંમરે પંચ મહાભૂતમાં વિલિન થઈ ગયા, જેમના વિશે ખુદ પીએમ મોદીએ પણ આદરભાવ દર્શાવ્યો હતો. માધવસિંહ સોલંકી તો પરમ જ્ઞાની ભગવાન પાસે જતા રહ્યા વધારે જ્ઞાન પ્રાપ્ત કરવા, ઇતિહાસ હવે પોતાનું કામ કરે.
  Published by:ankit patel
  First published:January 10, 2021, 23:39 pm

  ટૉપ ન્યૂઝ