પૂર્વ સીએમ આનંદીબેને પટેલને મધ્ય પ્રદેશના રાજ્યપાલ બનાવાયા

News18 Gujarati
Updated: January 20, 2018, 8:38 AM IST
પૂર્વ સીએમ આનંદીબેને પટેલને મધ્ય પ્રદેશના રાજ્યપાલ બનાવાયા
આનંદીબેન પટેલ (ફાઈલ તસવીર)

આનંદીબહેન પટેલને મધ્યપ્રદેશના ગવર્નર બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે....

  • Share this:
ગુજરાત રાજકારણમાંથી એક મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે. ગુજરાતના પૂર્વ મુખ્યપ્રધાન આનંદીબહેન પટેલને મધ્યપ્રદેશના ગવર્નર બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

ઉલ્લેખનીય છે કે, જ્યારે ગુજરાત વિધાનસભાની ચૂંટણી યોજવામાં આવી ત્યારે આનંદીબહેન પટેલે વિધાનસભાની ચૂંટણી નહીં લડવાનો નિર્મય લઈ કેન્દ્રને પત્ર લખ્યો હતો, ત્યારથી અટકળો ચાલતી હતી કે આનંદીબહેનને કયું પદ સોંપવું આખરે ઘણી બધી બેઠકો યોજાઈ જેમાં આખરે ભાજપ મોવડી મંડળ દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે કે, આનંદીબહેન પટેલને મધ્યપ્રદેશના રાજ્યપાલ બનાવવામાં આવે.

આનંદીબહેન પટેલને મધ્યપ્રદેશના રાજ્યપાલ બનાવવામાં આવ્યા તેવા મીડિયામાં સમાચાર આવ્યા બાદ એક પર્સનલ કાર્યક્રમમાં હાજરી આપવા ગયા હતા તે સમયે આનંદીબહેને હાલમાં પ્રતિક્રિયા આપી કે તેમને કઈં ખબર નથી. હવે પ્રશ્ન એ થાય છે કે, શું ખરેખર તેમને કઈં ખબર નથી? શું તેઓની ઈચ્છા જાણ્યા વગર ભાજપે તેમને મધ્યપ્રદેશના રાજ્યપાલ બનાવી દીધા છે?

કોણ છે આનંદીબેન પટેલ...

નરેન્દ્ર મોદીએ જ્યારે 13 વર્ષ સુધી ગુજરાતની ગાદી સંભાળી હતી. ત્યારથી આનંદીબેન પટેલ મોદીના કેબિનેટનો હિસ્સો છે. 73 વર્ષના આનંદીબેન પટેલનો જન્મ 21 નવેમ્બર 1941 ના થયો હતો. આનંદીબેન પટેલને નરેન્દ્ર મોદીના એકદમ નજીકના માનવામાં આવે છે. આનંદીબેન પટેલ 1998 માં પહેલી વાર ધારાસભ્ય બન્યા અને આ વર્ષે મોદી કેબિનેટના હિસ્સો બન્યા હતા. વ્યવસાયથી સ્કૂલ ટીચર આનંદીબેન પટેલએ 1985માં નોકરી છોડીને બીજેપી જોઈન્ટ કર્યુ હતુ.

આનંદીબેન પટેલ નરેન્દ્ર મોદી અને કેશુભાઈ પટેલ સાથેનાં ગુજરાત ભાજપનાં મહત્વનાં નેતા છે. હાલમાં, તેણી સૌથી વધુ સમય ધારાસભ્યપદે રહેનારા ગુજરાતનાં મહિલા ધારાસભ્યોમાંના એક છે. તેઓએ પોતાની રાજકીય કારકિર્દીની શરૂઆત ૧૯૯૪માં રાજ્ય સભાના સભ્ય તરીકે કરી હતી અને ૧૯૯૮ની રાજ્યની ચૂંટણીઓ દરમિયાન તેઓ ગુજરાતમાંથી ધારાસભ્ય બન્યા. હાલમાં તેઓ એકમાત્ર ગુજરાતના મહિલા ધારાસભ્ય છે જે સતત ચાર વખતથી ચૂંટાયા હોય.

આનંદીબેન પટેલનો જન્મ મહેસાણા જિલ્લાના વિજાપુર તાલુકાના ખરોડ ગામે ૨૧ નવેમ્બર, ૧૯૪૧ના રોજ થયેલો. તેમના પિતા જેઠાભાઈ ખેડૂત હતા. તેણીએ ચોથા ધોરણ સુધીનો અભ્યાસ કન્યા શાળામાં કરેલો, પછી કન્યાઓને આગળ અભ્યાસ માટે જિલ્લામાં સગવડ ન હોવાથી કુમાર શાળામાં પ્રવેશ લીધેલો. આ શાળામાં ૭૦૦ કુમાર વિદ્યાર્થીઓ વચ્ચે તેણી એક માત્ર વિદ્યાર્થીની હતા. ૮માં ધોરણથી તેણીએ નૂતન સર્વ વિદ્યાલય વિસનગરમાં પ્રવેશ મેળવ્યો. ઍથ્લેટિક્સમાં ઉત્કૃષ્ટ સિદ્ધિ મેળવવા બદલ મહેસાણામાં તેમને "વીર બાળા" પુરસ્કારથી સન્માનવામાં આવેલા.

તેણી ૧૯૬૦માં એમ.જી.પંચાલ વિજ્ઞાન મહાવિદ્યાલયમાં જોડાયા અને પ્રથમ વર્ષે સમગ્ર મહાવિદ્યાલયમાં તેણી એકમાત્ર વિજ્ઞાનનાં મહિલા વિદ્યાર્થી હતા. તેણીએ પછીથી વિસનગર ખાતે પોતાનો બી.એસ.સી.નો અભ્યાસ પૂર્ણ કર્યો. તેણીએ પોતાની પ્રથમ નોકરી મહિલાઓની ઉન્નતી માટે કાર્યરત એવા મહિલા વિકાસ ગૃહમાં લીધી. તેણી પચાસ કરતાં વધુ વિધવાઓને રોજગારલક્ષી અભ્યાસ કરાવતા હતા.

તેણી ૧૯૬૫માં પોતાના પતિ મફતલાલ સાથે અમદાવાદ ખાતે આવ્યા અને વિજ્ઞાનમાં અનુસ્નાતકનાં અભ્યાસક્રમમાં દાખલ થયા. તેણીએ અમદાવાદ ખાતે પોતાના કુટુંબના બાળકોના અભ્યાસની જવાબદારી સ્વીકારી. તે દિવસોમાં, તેમના અમદાવાદના ઘરે કુટુંબના દસ કરતાં વધુ લોકો રહેતા હતા. તેણીએ પોતાનો શિક્ષણશોખ પોષવા માટે બી.એડ. (શિક્ષણ સ્નાતક)ના અભ્યાસક્રમમાં દાખલો લીધો. તેણીએ એમ.એડ. (શિક્ષણ અનુસ્નાતક)માં સુવર્ણ પદક પ્રાપ્ત કરેલો.

૧૯૭૦માં તેણી મોહનીબા કન્યા વિદ્યાલયમાં શિક્ષિકા તરીકે જોડાયા. તેણી ઉચ્ચ માધ્યમિકનાં વિદ્યાર્થીઓને વિજ્ઞાન અને ગણિત જેવા વિષયોનો અભ્યાસ કરાવતા હતા. પછીથી તેણી આ શાળાનાં પ્રધાનાચાર્યપદે નિયુક્તિ પામેલા.[૧] આ શાળા સાથે જોડાઈ રહેવા માટે તેણીએ અન્ય તમામ શાળાઓ તરફથી મળતી નોકરીની તકો જતી કરેલી અને સત્તત ૩૦ વર્ષ સુધી, રાજકિય આગેવાન બન્યા પછી પણ, આ શાળા સાથે જોડાયેલા રહ્યા.

૨૬ મે, ૧૯૬૨ના રોજ, ૨૮ વર્ષની ઉંમરે, આનંદીબેન પટેલનાં લગ્ન મફતલાલ સાથે થયા. ચાર વર્ષ મહેસાણામાં રહ્યા પછી તેઓ અમદાવાદ રહેવા આવ્યા. મફતલાલ સરસપુર આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજમાં મનોવિજ્ઞાનનાં પ્રાધ્યાપક હતા અને આનંદીબેન અમદાવાદ આશ્રમરોડ ખાતે આવેલી મોહીનીબા કન્યા વિદ્યાલયમાં ગણિત અને વિજ્ઞાન ભણાવતા હતા. પછીથી તેણીએ આ જ શાળાના પ્રધાનાચાર્ય પદે સેવા આપી. ૩૧ વર્ષનાં શિક્ષણકાર્ય પછી તેણીએ સ્વૈચ્છીક નિવૃત્તિ લીધી. તેઓને સંજય અને અનાર નામે બે સંતાન છે
First published: January 19, 2018, 8:42 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading