દારૂની હેરાફેરીનો નવો કીમિયો, ટ્રેનના ટોયલેટના છતમાં સંતાડી લવાતો હતો દારૂ

News18 Gujarati
Updated: September 11, 2019, 7:36 AM IST
દારૂની હેરાફેરીનો નવો કીમિયો, ટ્રેનના ટોયલેટના છતમાં સંતાડી લવાતો હતો દારૂ
ટ્રેનના ટોયલેટમાંથી ઝડપાયો વિદેશી દારૂ

અમદાવાદ રેલવે પોલીસ દ્વારા રહેમાન ખુરેશી નામના વ્યક્તિ પાસેથી દારૂની 42 બોટલ કબ્જે લેવામાં આવી

  • Share this:
નવીન ઝા, અમદાવાદ: ગુજરાતમાં દારૂ બંધી છે, પરંતુ બુટલેગરો જાત-જાતના કિમીયા અજમાવી રાજ્યમાં દારૂ ઘુસાડવાના પ્રયત્ન હંમેશા કરતા જ રહે છે. જોકે, પોલીસના બાતમી દારોની સતર્કતાના કારણે બુટલેગરોના અનોખા કિમીયા પોલીસ નિષ્ફળ બનાવે છે આવી જ વધુ એક અનોખી દારૂની હેરા-ફેરીની ઘટના સામે આવી છે.

આમતો દારૂની હેરાફેરીની અનેક મોડસ ઓપરેન્ડી સામે આવી ચૂકી છે, પરંતુ એક નવી મોડસ ઓપરેન્ડીથી દારૂની હેરાફેરીનું ષડયંત્ર ખુલ્લુ પડ્યું છે. અમદાવાદ રેલવે પોલીસ દ્વારા રહેમાન ખુરેશી નામના વ્યક્તિ પાસેથી દારૂની 42 બોટલ કબ્જે લેવામાં આવી છે. આરોપી આગ્રાથી આ દારૂની બોટલ લઈને આવી રહ્યો હતો અને ટ્રેનના ટોયલેટમાં તે કાઢી રહયો હતો. આ સમયે પોલીસે માહિતીના આધારે તેને રંગેહાથ ઝડપી પાડ્યો છે.

રેલવે પોલીસના પીઆઈ આર.એમ. ચુડાસમાનું કેહવુ છે કે, આરોપી અમદાવાદથી આગ્રા ચાલતી ટ્રેનના s5 કોચમાં ટોયલેટના ઉપરના ભાગે જે ખાના હોય છે, તેમાં આગ્રાથી ટોયલેટમાં ઘુસી નટ બોલ્ટ ખોલી તેમાં દારૂ નાખી દીધેલ અને અમદાવાદમાં તે ખાલી કરવાનો હતો. આ અંગેની માહિતી પોલીસને મળતા દરોડા પાડી તેની ધરપકડ કરી લેવામાં આવી છે.

પોલીસના જણાવ્યા અનુસાર, આરોપી કાલુપુરમાં ભાડે રહે છે, અને મૂળ upનો રહેવાસી છે. આરોપી પહેલી વાર આ રીતે દારૂ લાવ્યો છે કે, પહેલા પણ હેરાફેરી કરી છે તેની તપાસ કરવામાં આવી રહી છે.

 
First published: September 10, 2019
વધુ વાંચો
अगली ख़बर