કસનો કારોબાર, આપના સુધી કેવી રીતે પહોંચે છે મોતનો સામાન ?

News18 Gujarati
Updated: February 10, 2018, 8:48 PM IST
કસનો કારોબાર, આપના સુધી કેવી રીતે પહોંચે છે મોતનો સામાન ?
રાજ્યમાં વેચાતાં મોતના સામાન સામે તોલમાપ વિભાગ, કસ્ટમ અને ડીઆરઆઈ આંખ આડા કાન કરે છે...

રાજ્યમાં વેચાતાં મોતના સામાન સામે તોલમાપ વિભાગ, કસ્ટમ અને ડીઆરઆઈ આંખ આડા કાન કરે છે...

  • Share this:
ત્યારે એ પણ જોઈ લઈએ, કે કઈ મોતનો આ સામાન કઈ રીતે ભારતમાં આવે છે, અને ગુજરાતમાં અરે આપના વિસ્તારોના પાર્લર સુધી
અને પછી આપના મુખમાં. કઈ રીતે આવે છે મોતનો આ સામાન. જોઈએ આ અહેવાલા

વિદેશોમાં છુટથી વેચાતી પણ ભારતમાં પ્રતિબંધિત આ સિગારેટો. અહીં છુટથી વેચાય છે, કસ્ટમ અને ડીઆરઆઈ આવી સીગારેટોને ઝડપી

પાડવા કાર્યવાહી કરે છે. છતાં ગુજરાતમાં મોતના આ કશનો કારોબાર ફુલ્યો ફાલ્યો છે. વિદેશી સિગારેટની આયાત, નિકાસ અને વેચાણ પર
પ્રતિબંધ છે. જો કે એક ઓર્ગેનાઈઝ ક્રાઈમથી આખુ નેટવર્ક ચાલે છે. વધુ નફો અને ઝડપથી ટર્નઓવરના કારણે આ ધંધો ખુબ ફુલ્યો ફાલ્યો
છે.ગુજરાતના એંજટો દુબઈ અને સીંગાપુરના એજંટોના એંજટો સાથે મળી કોડવર્ડના માધ્યમથી સીગારેટના કન્ટેનરો મંગાવે છે. ગુજરાતના
વિવિધ પોર્ટ પર ચોક્કસ કન્ટેનરોમાં સીગારેટો છુપાવીને લવાય છે, અને ત્યાંથી સમગ્ર ગુજરાતમાં તેનું વિતરણ થાય છે. મોટા ભાગે
સ્ક્રેપના કંટેનરોમાં પ્રતિબંધિત સિગારેટનો જથ્થો લાવવામા આવે છે.

રાજ્યમાં વેચાતાં મોતના સામાન સામે તોલમાપ વિભાગ, કસ્ટમ અને ડીઆરઆઈ આંખ આડા કાન કરે છે, અને તેમની નિષ્ક્રીયતાનો ફાયદો
ઉઠાવી મોતનો સોદાગરો. મોતનો સામાન આસાનીથી વેચી રહ્યા છે. વળી વિદેશી સીગારેટો પર ચેતવણી હોય તો પણ તે વિદેશી ભાષામાં
જ લખેલી હોય છે ગુજરાતના બજારોમાં તે ભાષા પણ સમજી શકાતી નથી. ભારતીય સિગારેટ કરતાં વિદેશી સિગારેટમાં નિકોટીનનું પ્રમાણ
વધુ હોય છે. તેથી સિગારેટના બંધાણીને તેની વધુને વધુ લત લાગે છે, અને લતના કારણે તે વધુ પૈસા આપીને પણ ખરીદે છે મોતનો
સામાન. વિદેશી એજન્ટો, દેશના એજન્ટો,વેપારીઓ અને અધિકારીઓની મિલિભગતથી કરોડોનો આ કારોબાર ફુલ્યો ફાલ્યો છે, અને
દાણચોરીના આ ધિકતાં ધંધા સામે કાયદો પણ જાણ બમણો સાબિત થઈ રહ્યો છે.

સ્ટોરી - સંજય જોષી
First published: February 10, 2018, 8:48 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading