Home /News /madhya-gujarat /પહેલીવાર સફાઈ કર્મીઓ માટે પોલીસે માનવતા દાખવી, અમદાવાદ ગ્રામ્ય પોલીસે કર્યું સન્માનીય કામ

પહેલીવાર સફાઈ કર્મીઓ માટે પોલીસે માનવતા દાખવી, અમદાવાદ ગ્રામ્ય પોલીસે કર્યું સન્માનીય કામ

સફાઈ કર્મચારીઓની તસવીર

કોરોના વાયરસમહામારીમાં ડોકટર્સ, પેરા મેડિકલ સ્ટાફ, પોલીસ અને સફાઈ કર્મીઓને કોરોના વોરિયર્સ નામ આપીને બિરદાવવામાં આવ્યા હતા.

અમદાવાદ: કોરોના વાયરસ (coronavirus) મહામારીમાં ડોકટર્સ, પેરા મેડિકલ સ્ટાફ, પોલીસ અને સફાઈ કર્મીઓને કોરોના વોરિયર્સ (corona warriors) નામ આપીને બિરદાવવામાં આવ્યા હતા. સફાઈ કર્મીઓ સિવાય તમામ લોકોને અનેક સામાજિક સંસ્થાઓએ સર્ટિફિકેટ આપીને તેઓનું સન્માન કર્યું હતું. પણ ગંદકી દૂર કરનાર હકીકતમાં સારી કામગીરી કરનાર સફાઈ કર્મીઓનો પણ એક પોલીસ (police) અધિકારીએ વિચાર કરી માનવતા દાખવી તેઓને સન્માનિત કર્યા હતા.

હાલમાં ચાલી રહેલી COVID-19 વૈશ્વિક મહામારીના સમયમાં સમગ્ર વિશ્વમાં વાયરસથી રોગચાળો ફેલાયો છે. જે અંતર્ગત WHO દ્વારા વૈશ્વિક મહામારી જાહેર કરવામાં આવી હતી. આ બિમારી ફેલાતી અટકાવવા સારૂ સરકાર તરફથી લોકડાઉન જાહેર કરવામાં આવ્યુ હતું. જે લોકડાઉનના અને કોરોના વાયરસ COVID-19ના કપરા સમયમાં ડોકટર્સ, પોલીસ, પેરામેડીકલ સ્ટાફ તેમજ સફાઇ કર્મચારીઓએ પોતાના સ્વાસ્થ્યની પરવા કર્યા વગર પોતાની ફરજ નિભાવી હતી.

જેમાં ડોકટર્સ તેમજ પેરામેડીકલ સ્ટાફ હોસ્પિટલ ખાતે રહી કોરોના વાયરસથી સંક્રમિત થયેલ દર્દીઓને સાજા કરવા તેમજ તેઓની સારવાર કરવાની કામગીરી કરતા હતા. પોલીસ અધિકારી કે કર્મચારીઓ દ્વારા લોકડાઉનનું ચુસ્ત પાલન કરવા તેમજ પબ્લિકને ઘરમાં રહેવા અને બહાર ન નિકળવા અંગેની જાહેરાતો કરી તેમજ કરાવવાની કામગીરી કરતી હતી.

સફાઇ કર્મચારીઓ દ્વારા પોતાને સોંપેલા વિસ્તારમાં ગંદકી તેમજ રોજ-બરોજની સફાઇની કામગીરી કરવામાં આવી હતી. કોરોના વાયરસનું સંક્રમણ ગંદકી તેમજ અસ્વચ્છતાથી ફેલાતું હોય આ સફાઇ કર્મીઓએ પોતાની ફરજ યોગ્ય રીતે નિભાવી હતી.  આ કોરોના વાયરસ સંક્રમણના કપરા કાળમાં ડોકટર્સ , પેરામેડીકલ સ્ટાફ, તેમજ પોલીસ સ્ટાફનું સમાજ સેવી સંસ્થાઓ દ્વારા “કોરોના વોરિયર્સ” તરીકે બિરદાવીને સારી કામગીરી બદલ સન્માન કરવામાં આવ્યુ હતું.

જેથી અમદાવાદ ગ્રામ્ય જિલ્લાના પોલીસ અધિક્ષક આર વી અસારીએ આ કપરા કાળમાં “કોરોના વોરિયર્સ” તરીકે પોતાનું કર્તવ્ય બજાવનાર સફાઇ કર્મચારીઓનું સન્માન કરવાનું નક્કી કર્યું હતું. એસપી રાજેન્દ્ર અસારીએ આખા જિલ્લાના તમામ પોલીસ સ્ટેશન, પોલીસ અધિક્ષકની કચેરી અને પોલીસ હેડક્વાર્ટર્સમાં કામ કરતાં તેમજ ગ્રામ્ય વિસ્તારમાં સફાઇ કર્મી તરીકે ખુબજ હિંમત, ખંત અને નિષ્ઠાથી ફરજ બજાવનાર કર્મચારીઓનું આજે  અમદાવાદ ગ્રામ્ય પોલીસ અધિક્ષક કચેરી અને તમામ 19 પોલીસ સ્ટેશનમાં અને જિલ્લા ટ્રાફીક શાખા ખાતે એક સાથે સન્માન કાર્યક્રમ યોજ્યો હતો.

અને સાથે તમામ લોકો પાસેથી માસ્ક પહેર્યા વગર બહાર નહીં નીકળું, સોશિયલ ડિસ્ટન્સીંગ રાખીશ અને દો ગજ દૂરીની વાત ભુલીશ નહી, દિવસમાં વારંવાર સાબુથી હાથ ધોઇશ અને સેનેટાઇઝ કરીશ તેવી ત્રણ પ્રતિજ્ઞા લેવડાવીને “સફાઇ કોરોના વોરિયર્સ” ને ધન્યવાદ આપી કાર્યક્રમ કર્યો હતો.
Published by:ankit patel
First published:

Tags: Ahmedabad police, Coronavirus, COVID-19, અમદાવાદ, ગુજરાત

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો
विज्ञापन
विज्ञापन
विज्ञापन