અમદાવાદ: ઉદયપુરમાં પતિની હોટેલ લોકડાઉનને (lockdown) કારણે ન ચાલતી હોવાથી એક યુવતી તેના પતિ સાથે અમદાવાદ (Udaipur) આવી હતી. અમદાવાદમાં તે નોકરીની શોધખોળ કરતી હતી. ત્યારે અગાઉ બે વર્ષ જ્યારે અમદાવાદમાં કોઈ જગ્યાએ નોકરી કરતી હતી ત્યારે તેને જે યુવક સાથે સંપર્ક થયો હતો. તેનો કોન્ટેક્ટ કર્યો હતો. આ યુવકે જે તે સમયે તેને પોતે ટ્રાન્સપોર્ટ હોવાની ઓળખ આપી તેની સાથે મુલાકાત કરી હતી. પરંતુ જ્યારે યુવતી નોકરીની મદદ માટે મળવા ગઈ ત્યારે આ સખશે તેને કેફી પીણામાં કોઈ પ્રવાહી મિલાવી તેને બેભાન કરી તેના ઉપર બળાત્કાર (Rape) ગુજારતા નારોલ પોલીસે (Narol police) આ મામલે તપાસ શરૂ કરી છે.
અમદાવાદના સોલા વિસ્તારમાં રહેતી 28 વર્ષીય યુવતી છેલ્લા પંદર દિવસથી તેના પતિ સાથે ભાડે રહેવા આવી છે. તેના પતિ ઉદયપુરમાં હોટલ ચલાવતા હતા. પરંતુ લોકડાઉન ને કારણે ધંધો પડી ભાંગતા બંને પતિ-પત્ની અમદાવાદમાં નોકરી શોધવા આવ્યા હતા. આ યુવતી અગાઉ અમદાવાદમાં બે વર્ષ એકલી રહેતી હતી.
બોપલમાં આવેલી એક ઓફિસમાં સુપરવાઈઝર તરીકે નોકરી કરતી હતી. આ ઓફિસમાં જમીન-મિલકતના પ્લોટ બાબતે ગ્રાહકો સાથે ફોનથી સંપર્ક કરવાનું પણ કામ કરતી હતી. તે વખતે તેની ઓફિસમાં સુરેશભાઈ જાટ નામનો વ્યક્તિ આવ્યો હતો.તેને આ મહિલાને જણાવ્યું હતું કે તે પોતે ટ્રાન્સપોર્ટનો ધંધો કરે છે અને તમારે નોકરી આપવા માટે વિઝિટિનગ કાર્ડ આપ્યું હતું. જેથી બાદમાં આ મહિલાનો સુરેશ સાથે કોઇ સંપર્ક થયો ન હતો.
આ પણ વાંચોઃ-મધ્ય પ્રદેશઃ વિદેશી યુવતીઓ સાથે કરાવાતો હતો દેહવ્યાપાર, પોલીસે 13 યુવતીઓને છોડાવી
પરંતુ નોકરી જોઈતી હોવાના કારણે આ મહિલા અમદાવાદ આવ્યા બાદ સુરેશ ને ફોન કર્યો હતો. ત્યારે તેને ફ્લેટ ઉપર બોલાવી હતી અને ફ્લેટમાં નીચે લેવા પણ ગયો હતો. બાદમાં ઘરમાં આવતા જ આ મહિલાએ તેને નોકરીની વાત કરવા માટે ડોક્યુમેન્ટ બતાવ્યા હતા, ત્યારે સુરેશ નામના વ્યક્તિએ આ મહિલાને કોલ્ડડ્રિન્કની બોટલ આપતા તે પી ગઈ હતી અને બાદમાં મહિલાને આ પીણું પીવાથી ચક્કર આવ્યા હતા.
આ પણ વાંચોઃ-પતિ અને બાળકોને નશીલો પદાર્થ ખવડાવી રોજ રાત્રે ડોક્ટર પ્રેમી સાથે કરતી હતી રંગરલીયા, ભાંડો ફૂટતા થઈ જોવાજેવી
આ પણ વાંચોઃ-અમદાવાદમાં ચાંદીના ભાવમાં થયો મોટો સુધારો, ફટાફટ જાણી લો આજના સોના-ચાંદીના નવા ભાવ
ત્યારે તેની નોકરીની વાત સુરેશ નામના વ્યક્તિ સાથે ચાલુ હતી પરંતુ બાદમાં તે બેભાન થઇ ગઈ હતી. બે કલાક પછી જ્યારે તે ભાનમાં આવી ત્યારે તેના શર્ટના બટન ખુલ્લા હતા અને પેન્ટ પણ શરીર ઉપર ન હતું.
જેથી આ સુરેશે કેફી પીણું પીવડાવી તેના ઘરમાં મરજી વિરુદ્ધ બળાત્કાર ગુજાર્યો હોવાની તેને જાણ થતાં જ તેણે આ મામલે તેના પતિને જાણ કરી હતી. જેથી આ મહિલાએ નારોલ પોલીસ સ્ટેશનમાં સુરેશ નામના વ્યક્તિ સામે ફરીયાદ નોંધાવતા પોલીસે બળાત્કારની ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી છે.