તમારો ખોરાક કેટલો શુદ્ધ છે? તે હવે સરળ અને સસ્તામાં અહીંથી જાણી શકાશે

News18 Gujarati
Updated: November 22, 2019, 7:14 PM IST
તમારો ખોરાક કેટલો શુદ્ધ છે? તે હવે સરળ અને સસ્તામાં અહીંથી જાણી શકાશે
એફએસએલ ગાંધીનગર

ફુડ ટેસ્ટીંગ પ્રાઈવેટ એજન્સીઓની સરખામણીએ ચાલીસ ટકા ઓછા દરે આ સર્વિસ સામાન્ય જનતા માટે ઉપલબ્ધ બનાવાશે

  • Share this:
ગુજરાત ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી ગુજરાતની જ નહીં પરંતુ, ભારતમાં મૈસુર બાદ સૌ પ્રથમ એવી યુનિવર્સિટી બની છે. કે જેણે સામાન્ય જનતા માટે વિશ્વની સર્વશ્લેષ્ઠ ટેકનોલોજીથી તમામ પ્રકારના ખોરાક ચકાસવાની ફેસિલીટી ઉભી કરવાની જાહેરાત કરી છે, અને એ પણ પ્રાઇવેટ ફુડ લેબોરેટરીથી ચાલીસ ટકા ઓછા દરે અને વધુ ઝડપે.

યુરોપ અને યુએસએ જેવા દેશોમાં ફુડ ફોરેન્સિક ક્ષેત્રે અત્યાધુનિક સાધનો અને ટેકનોલોજી છે અને ગુજરાત માટે ગર્વની વાત એ છે કે આ દેશોને ટક્કર આપે તેવી અત્યાધુનિક ટેકનોલોજીથી હવે ગાંધીનગરની એફએસએલ યુનિવર્સિટી સજ્જ બની છે. ઉલ્લેખનીય છે કે ગાંધીનગરની એફએસએલમાં થતી ફુડ ફોરેન્સિક એક્ટીવીટી ભારતમાં એકપણ સ્થળે નથી થઇ રહી. વધુમાં હવે તે એક એવી ફુડ ફોરેન્સિક સર્વિસ સામાન્ય જનતા માટે ઉપલબ્ધ કરાવવા જઇ રહી છે, જે સામાન્ય જનતાને સરળતાથી ઉપલબ્ધ નથી.

હવે ગાંધીનગરની એફએસએલ યુનિવર્સિટી પેકેજીંગ ફુડ, રો મટીરીયલ, મિઠાઇથી લઇને દૂધ અને પાણી ટેસ્ટીંગ સર્વિસ આગામી પહેલી ડિસેમ્બરથી સામાન્ય જનતા માટે ખુલ્લી મૂકશે. જેના દર મિનિમમ સો રુપિયાથી લઇને મહત્તમ એક હજાર રુપિયા સુધી રહેશે. એટલે કે અન્ય સરકારી ફુડ ટેસ્ટીંગ એજન્સીઓની સરખામણીએ ચાલીસ ટકા ઓછા દરે આ સર્વિસ સામાન્ય જનતા માટે ઉપલબ્ધ બનાવાશે અને ફુડ સેમ્પલ રિપોર્ટસ ગ્રાહક મહત્તમ બે થી ત્રણ દિવસમાં મેળવી શકશે.

આ મુદ્દે ન્યુઝ 18 સાથે વાત કરતા એફએસએલ યુનિવર્સિટીના આસિસ્ટન્ટ પ્રોફેસર જયરાજસિંહે જણાવ્યું કે, ​કેટલીક મહાનગરપાલિકાઓ સહિત ​ભારતમાં એફડીસીઆઇ ( ફુડ એન્ડ ડ્રગ્ઝ કન્ટ્રોલ ઓથોરિટી) અને એફએસએસઆઇ - ( ફુડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઇન્ડિયા )​ જેવી સરકારી વિજીલન્સ એજન્સીઓ ગુજરાતમાં વિવિધ જગ્યાએ ફુડ ટેસ્ટીંગ સર્વિસ આપે છે. પરંતુ, આ બ્રાન્ચીસ ઓલરેડી સરકારી કામોના ભારણ હેઠળ દબાયેલી છે. અને સરકારી સેમ્પલ ટેસ્ટીંગના ભારણ હેઠળ તેઓ સામાન્ય જનતાને આ સર્વિસ આપી શકતા નથી. ત્યારે ગાંધીનગરની એફએસએલ યુનિવર્સિટીની આ ફુડ ટેસ્ટીંગ સર્વિસ સામાન્ય જનતા માટે ઘણી ઉપયોગી પૂરવાર થશે.

પોતે ખરીદી રહ્યા છે તે ખોરાક ખાવા માટે સુરક્ષિત છે કે કેમ તેનો રિપોર્ટ હવે સામાન્ય જનતા એફએસએલની આ સર્વિસ થ્રુ મેળવી શકશે. દૂધ, ફરાળી લોટથી લઇને બિસ્કીટ, નુડલ્સ જેવા તમામ ફુડ માટે સરકાર દ્વારા ચોક્કસ ટેસ્ટીંગ નિયમો નિયત કરાયેલા છે. તે અનુસાર આ રિપોર્ટસ તૈયાર થશે.

ગાંધીનગર આસપાસના વિસ્તારોમો એફએસએલ યુનિવર્સિટી સેમ્પલ કલેકટ કરવાની ફેસિલીટી ટૂંક સમયમાં ઉપલબ્ધ કરાવશે, જયારે બહારના વિસ્તારોવાળાએ જાતે સેમ્પલ યુનિવર્સિટી ખાતે પહોંચાડવાના રહેશે. આગામી એક વર્ષમાં આ યુનિવર્સિટી એનએબીએલ ( નેશનલ એક્રિડીટેશન બોર્ડ ફોર ટેસ્ટીંગ એન્ડ કેલીબ્રેશન લેબોરેટરીઝ ) સાથે પણ જોડાણ કરનાર છે ત્યારબાદ આ યુનિવર્સિટીના રિપોર્ટસના આધારે જે લોકો લીગલ એક્શન્સમાં જવા ઇચ્છતા હોય તે પણ જઇ શકાશે.
First published: November 22, 2019, 7:13 PM IST
વધુ વાંચો
अगली ख़बर

टॉप स्टोरीज

corona virus btn
corona virus btn
Loading