હવે ફૂડ પેકેટ ઉપર રહેશે આવી ચેતવણી, બદલાશે પેકેજિંગ

News18 Gujarati
Updated: June 28, 2019, 2:21 PM IST
હવે ફૂડ પેકેટ ઉપર રહેશે આવી ચેતવણી, બદલાશે પેકેજિંગ
પ્રતિકાત્મક તસવીર

ટૂંક સમયમાં જ ભારતમાં વેચાતા ફૂડના પેકેજિંગમાં બદલાવ આવી જશે.

  • Share this:
મયુર માંકડિયા, ગાંધીગનરઃ અત્યાર ગુટખા અને તમાકું જેવા શરીર માટે હાનિકારક પદાર્થોના પેકેટ ઉપર કેન્સર જેવી બીમારીઓના ફોટાઓ છાપવામાં આવે છે. ત્યારે હવે ફૂડ પેકેટ ઉપર પણ ફેટ પ્રમાણે કલર છાપવામાં આવશે. ટૂંક સમયમાં જ ભારતમાં વેચાતા ફૂડના પેકેજિંગમાં બદલાવ આવી જશે. પ્રાપ્ત વિગતો અનુસાર ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયાએ પેકેજડ ફૂડ કંપનીઓ માટે નવા નિયમોનો ડ્રાફ્ટ જાહેર કર્યો છે. આ અંતર્ગત ભવિષ્યમાં આ કંપનીઓને પોતાની પ્રોડકટ્સના પેકેટ પર લાલ રંગમાં હાઈ ફેટ, શુગર અને સોલ્ટ કન્ટેન્ટનો ઉલ્લેખ કરવાનો રહેશે.

ભારતમાં જાડાપણું અને ડાયબિટીઝની સમસ્યા વધવાના કારણે સરકારે બે વર્ષ પહેલા નિયમોમાં બદલાવની શરુઆત કરી હતી, આ અંતર્ગત લોકલ મેન્યુફેકચરર્સને પોતાના લેબલ્સ પર ફેટ, શુગર અને સોલ્ટ કન્ટેન્ટનો અકીલા ઉલ્લેખ કરવો જરુરી છે. આ સાથે જ સરકાર દેશભરમાં કથિત જંક ફૂડ પર ફેટ ટેકસ લગાવવા પર પણ વિચાર કરી રહી છે.

એફએસએસએઆઈ દ્વારા ૨૫ જૂનના રોજ જાહેર એક નિવેદનમાં કહેવામાં આવ્યું કે પેકિંગ સામે ફૂડ લેબલ્સ પર આરડીએના અંશદાનનો ઉલ્લેખ કરવાનો રહેશે. તાજેતરમાં પ્રકાશિત એક મીડિયા રિપોર્ટ અનુસાર, ફૂડ ઈન્ડસ્ટ્રીએ પ્રસ્તાવિત બદલાવો પર ચિંતા વ્યકત કરી છે. વર્તમાનમાં મોટાભાગની પેકેજડ ફૂડ કંપનીઓ પેકેટની પાછળની તરફ કન્ટેન્ટમાં ન્યૂટ્રીશિયન ડિટેલ્સ પ્રિન્ટ કરે છે, જેમાં રેકમેન્ડેડ ડેલી વેલ્યૂ પણ શામિલ છે.

આ પણ વાંચોઃ-રાજ્યમાં 48 કલાકમાં અતિભારે વરસાદની આગાહી, NDRFની 15 ટીમ ખડેપગે

ઓલ ઈન્ડિયા ફૂડ પ્રોસેસર્સ એસોસિએશનના પ્રેસિડેન્ટ સુબોધ જિંદલે કહ્યું કે એફએસએસએઆઈના પ્રસ્તાવિત નિયમ ન તો વૈજ્ઞાનિક છે અને ન તો વ્યવહારિક છે. જિંદલે કહ્યું કે સુઝાવ આપવામાં આવે છે કે ઓથોરિટીના ઉપભોકતાઓને પોતાનો ખોરાક અને જીવન શૈલી અનુરુપ ઉપયુકત ખાનપાન પ્રત્યે જાગૃત બનાવવા જોઈએ.
First published: June 28, 2019, 2:19 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading