ભેળસેળ કરતાં સાત વેપારીઓને 24 લાખ રુપિયાનો દંડ કરાયો

News18 Gujarati
Updated: November 9, 2019, 6:59 PM IST
ભેળસેળ કરતાં સાત વેપારીઓને 24 લાખ રુપિયાનો દંડ કરાયો
પ્રતિકાત્મક તસવીર

ખાદ્યચીજમાં થતી ભેળસેળ રોકવા માટે ખોરાક ઔષધ નિયમન તંત્ર દ્વારા સઘન ચેકીંગ ઝુંબેશ

  • Share this:
ગાંધીનગર : રાજ્યના નાગરિકોને શુદ્ધ અને સાત્વિક ખાદ્યચીજ મળી રહે એ માટે રાજ્ય સરકાર કટિબદ્ધ છે. ખાદ્યચીજમાં થતી ભેળસેળ રોકવા માટે ખોરાક ઔષધ નિયમન તંત્ર દ્વારા સઘન ચેકીંગ ઝુંબેશ નિયમિત હાથ ધરવામાં આવે છે. જેના ભાગરૂપે રાજ્યમાં ચેકીંગ દરમિયાન સાત વેપારીઓ સામે 24 લાખ રુપિયાનો દંડ કરાયો છે એમ ફૂડ એન્ડ ડ્રગ્સ કમિશનર એચ.જી.કોશિયાએ જણાવ્યું હતું.

કોશિયાએ જણાવ્યું હતું કે તાજેતરમાં ખોરાક ઔષધ નિયમન તંત્ર દ્વારા જુદી જુદી વ્યક્તિ / પેઢીઓ સામે કરાયેલ એડજયુડીકેશન કેસોમાં ભેળસેળ કરનારાઓને ભારે દંડ કરવામાં આવ્યો છે. જે મુજબ ગાંધીનગર ખાતે આવેલી ગોકુલ ડેરી પ્રોડકટસ દ્વારા બનાવાયેલ ‘ગોકુલ બરફી’ મિસ બ્રાન્ડેડ જાહેર થતા 2 લાખનો રુપિયાનો દંડ, મે.કમલ આઇસ એન્ડ કોલ્ડ સ્ટોરેઝ દ્વારા બનાવાયેલ ધ ‘બ્રીજવાસી સ્પેશ્યલ બરફી’ મિસબ્રાન્ડેડ જાહેર થતા 2 લાખનો દંડ, મે. પુનમ સ્વીટ એન્ડ પાર્લર દ્વારા બનાવાયેલ ‘કેરીનો રસ(લુઝ)’ સબસ્ટાન્ડર્ડ જાહેર થતા 2 લાખનો દંડ અને મે. રાધેશ્યામ બેકરી પ્રોડકટસ દ્વારા બનાવાયેલ ‘ડ્રાયફ્રુટ નાનખટાઇ’ સબસ્ટાન્ડર્ડ એન્ડ મિસબ્રાન્ડેડ જાહેર થતા 2 લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે.

આ ઉપરાંત ભાવનગર જિલ્લામાંથી લેવાયેલ ‘સ્વામીનારાયણ સ્પેશ્યલ ફરાળી લોટ’ માં ઉત્પાદક પેઢી શ્રદ્ધા ટ્રેડીંગ, કતાર ગામ, સુરત તથા વિક્રેતા પેઢીને સંયુકત રીતે રુપિયા 5 લાખ તથા ‘જયશ્રી સ્વામીનારાયણ ફરાળી લોટ’ જેના ઉત્પાદક જયશ્રી સ્વામીનારાયણ ગૃહ ઉદ્યોગ, કામરેજ રોડ, સુરતને રુપિયા 5 લાખનો દંડ કરવામાં આવ્યો છે. જેમાં ઘઉં તેમજ મકાઇના લોટની ભેળસેળ હોવાનું જણાઇ આવેલ. તેમજ ભાવનગર દ્વારા લેવાયેલ ‘શ્રી રાણી રીફાઇન્ડ કપાસીયા તેલ’નો નમુનો સબસ્ટાન્ડર્ડ જાહેર થતા વિક્રેતા કમ ઉત્પાદક પેઢી મે.અશીમ ટ્રેડર્સને રુપિયા 6 લાખનો દંડ કરવામાં કરવામાં આવ્યો છે.

રાજયમાં ભેળસેળને લગતા જુદા જુદા સાત કેસોમાં એડજયુડીકેશનના વિવિધ સાત ચુકાદાઓમાં તાજેતરમાં રુપિયા 24 લાખનો દંડ જિલ્લાના એડજયુડીકેટીંગ અધિકારીઓ દ્વારા કરવામાં આવ્યો છે. જેને લીધે ખાદ્યચીજમાં ભેળસેળ કરતા તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો છે.
First published: November 9, 2019, 6:59 PM IST
વધુ વાંચો
अगली ख़बर

टॉप स्टोरीज

corona virus btn
corona virus btn
Loading