Home /News /madhya-gujarat /

બર્ડ ફ્લૂની દહેશતના પગલે તંત્ર સતર્ક, અમદાવાદ જિલ્લામાંથી 250 સેમ્પલ લેવાયા

બર્ડ ફ્લૂની દહેશતના પગલે તંત્ર સતર્ક, અમદાવાદ જિલ્લામાંથી 250 સેમ્પલ લેવાયા

અધિકારીની તસવીર

બહારના રાજ્યોમાં બર્ડ ફલૂ જોવા મળી રહ્યો છે. ત્યારે અમદાવાદ જિલ્લામાં પણ પક્ષીઓના સેમ્પલ લેવામાં આવ્યા છે. નળ સરોવર અને ઝુમાંથી પક્ષીઓના સેમ્પલ લેવાયા.

અમદાવાદઃ બર્ડ ફલૂ (Bird flu) ગુજરાત બહારના રાજ્યોમાં જોવા મળ્યો છે. જેના કારણે પક્ષીઓના મૃત્યુ થઈ રહ્યા છે. જોકે ગુજરાતમાં પણ બહારથી પક્ષીઓ આવતા હોય છે. જેને લઈ પશુપાલન વિભાગ સતર્ક થયું છે. અમદાવાદ જિલ્લા પશુપાલન વિભાગ (Department of Animal Husbandry) દ્વારા સર્વેલન્સની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. જોકે બર્ડ ફલૂ પહેલા પણ સામાન્ય દિવસોમાં પણ સેમ્પલ લેવામાં આવતા હોય છે. પરંતુ બર્ડ ફ્લુને લઇ પણ કામગીરી શરૂ કરી દેવામાં આવી છે.

અમદાવાદ જિલ્લા પશુપાલન વિભાગના ડેપ્યુટી ડાયરેકટ સુકેતુ ઉપાધ્યાયએ ન્યુઝ 18 ગુજરાતી સાથે વાત કરતા જણાવ્યું હતું કે પશુપાલન વિભાગ સતત કામગીરી છે તે કરતું હોય છે.અને સામાન્ય દિવસોમાં પણ સેમ્પલ લેવામાં આવતા હોય છે.

જેના કારણે પક્ષીઓમાં કોઈ બીમારી કે રોગ છે કે નહીં તેની માહિતી મળે. પરંતુ બહારના રાજ્યોમાં બર્ડ ફલૂ જોવા મળી રહ્યો છે. ત્યારે અમદાવાદ જિલ્લામાં પણ પક્ષીઓના સેમ્પલ લેવામાં આવ્યા છે. નળ સરોવર અને ઝુમાંથી પક્ષીઓના સેમ્પલ લેવાયા.

આ પણ વાંચોઃ-

250 જેટલા સેમ્પલ લેબમાં મોકલ્યા છે. પશુ ચિકિત્સા લઈ ના અધિકારીઓને સૂચના અપવમાં આવી છે. પશુ મૃત્યુ થયેલ જોવા મળે તો તાત્કાલિક જાણ કરે.તેમજ સર્વેલન્સ ની કામગીરી ચાલી રહી છે.

આ પણ વાંચોઃ-

બર્ડ ફલૂ વાયરસથી થતો રોગ છે. પક્ષીઓ ઓચિંતા મૃત્યુ પ્રમાણ વધી જાય છે. ઈંડાનું પ્રમાણ ઘટી જાય છે. પગનો કલર બદલાય જાય છે. બર્ડ ફ્લૂના લક્ષણો છે. એટલે આવા કોઈ લક્ષણો પક્ષીઓમાં જોવા મળે તો નજીકના પશુ આરોગ્ય કેન્દ્ર પર જાણ કરવા માટે સૂચના કરવામાં આવી છે.



ઉલ્લેખનીય છે કે રાજસ્થાનમાં જયપુર અને ઝાલાવાડ વિસ્તારમાં બર્ડફ્લૂનો આતંક જોવા મળી રહ્યો છે. જેના પગલે અનેક કાગડાઓના મોત થઈ રહ્યા છે. સ્થાનિક તંત્રએ અસરગ્રસ્ત વિસ્તારોમાં એલર્ટ પણ જાહેર કરી દીધું છે.
Published by:ankit patel
First published:

Tags: Bird Flu, ગુજરાત

આગામી સમાચાર