અમદાવાદ : જ્વેલર્સની દુકાનમાં ફાયરિંગ સાથે લાખો રૂપિયા અને સોનાની લૂંટ


Updated: January 9, 2020, 8:03 AM IST
અમદાવાદ : જ્વેલર્સની દુકાનમાં ફાયરિંગ સાથે લાખો રૂપિયા અને સોનાની લૂંટ
ઓઢવમાં હિરા બા જ્વેલર્સની દુકાનમાં લૂંટારુઓ ત્રાટક્યા.

ઓઢવનાં રબારી વસાહત પાસે આવેલ હિરાબા જવેલર્સમાં બે બાઈક પર આવેલા પાંચ લૂંટારૂઓ ફાયરિંગ કરીને લાખોની લૂંટ ચલાવી.

  • Share this:
અમદાવાદ : ઓઢવમાં હિરા બા જ્વેલર્સની દુકાનમાં લૂંટારુઓ ત્રાટકીને ફાયરિંગ કરીને લાખો રૂપિયાની લૂંટ ચલાવીને ફરાર થઇ ગયા હતા. ઘટનાની જાણ થતાં જ મોટી સંખ્યામાં પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી હતો. ઓઢવમાં રબારી વસાહત પાસે આવેલ હિરાબા જવેલર્સમાં ગઇકાલે દુકાનદાર સહિત ચાર લોકો હાજર હતા તે સમયે બે લૂંટારૂઓ ગ્રાહકનાં સ્વાંગમાં આવીને સોનાની ચેઇન માંગી હતી. આ દરમિયાન લૂંટારૂઓ ત્યાં આવી પહોંચતાદુકાનદાર પર એક રાઉન્ડ ફાયરિંગ કરી રૂપિયા 3 લાખ 91 હજાર રોકડા સહિત 200 ગ્રામ સોનાની લૂંટ કરી ફરાર થઈ ગયા હતા.

ફાયરિંગ કર્યા બાદ આરોપીઓએ દુકાનમાં હાજર અર્જુનભાઈને પણ રિવોલ્વર જેવું હથિયાર મારી ઇજા પહોંચાડી હતી. દુકાનનું શટર બહારથી બંધ કરી ફરાર થઈ ગયા હતા. બહાર ઉભેલા લોકો  પ્રતિકાર કરવા માટે આવે તે પહેલાં લૂંટારૂઓએ હવામાં ફાયરિંગ કરીને લોકોને ડરાવ્યાં હતાં.

હિરાબા જ્વેલર્સ


સમગ્ર ઘટનાની જાણ થતાં જ ડીસીપી સહિતનાં ઉચ્ચ પોલીસ અધિકારીઓ ઘટના સ્થળે આવી પહોંચ્યા હતા. આસપાસનાં તેમજ દુકાનનાં સીસીટીવી ફૂટેજ મેળવી વધુ તપાસ શરૂ કરી છે. જ્યારે ઘટનાની જાણ થતાં જ ક્રાઇમ બ્રાન્ચ પણ ઘટના સ્થળે આવી પહોંચ્યું હતું. લૂંટારૂઓ ગુજરાતી ભાષામાં વાતચીત કરી રહ્યા હોવાથી સ્થાનિક ગેંગ હોય તેવી પોલીસને આશંકા છે. તો બીજી તરફ પોલીસે બાઇકનાં રજીસ્ટ્રેશન નંબર મેળવીને લૂંટારૂઓ સુધી પહોંચવા માટેનાં તમામ પ્રયત્નો શરૂ કર્યાં છે. બે બાઇક પર આવેલા પાંચ લૂંટારૂઓએ એટલા ભરચક વિસ્તારમાં લૂટ ચલાવતા લોકોમાં પણ ભયનો માહોલ સર્જાયો છે.
First published: January 9, 2020, 7:52 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading