અમદાવાદ: રામોલ પોલીસ સ્ટેશનમાં એક-સાથે 5 પોલીસ કર્મીને કોરોના ચોંટ્યો, પોલિસ બેડામાં ચિંતાનો માહોલ


Updated: May 22, 2020, 8:29 PM IST
અમદાવાદ: રામોલ પોલીસ સ્ટેશનમાં એક-સાથે 5 પોલીસ કર્મીને કોરોના ચોંટ્યો, પોલિસ બેડામાં ચિંતાનો માહોલ
રામોલ પોલીસ સ્ટેશન (ફાઈલ ફોટો)

તમને જણાવી દઈએ કે, અત્યાર સુધીમાં ૨૪૫ જેટલા પોલીસ કર્મચારીઓની સારવાર કરીને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. જ્યારે કોરોના પોઝિટિવ એવા ૬૩ પોલીસ કર્મીઓની હાલમાં સારવાર ચાલી રહી છે

  • Share this:
અમદાવાદ : લોક ડાઉનના શરૂઆતથી જ સમગ્ર રાજ્યમાં પોલીસ કર્મચારીઓ પોતાના જીવ કે પરિવારની ચિંતા કર્યા વગર રાત દિવસ ખડે પગે ફરજ નિભાવી રહ્યા છે. જોકે પોલીસ કર્મચારી ઓમાં પણ કોરોનાનું સંક્રમણ જોવા મળતા ચિંતાનો માહોલ સર્જાયો છે.

રામોલ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા એક એ.એસ.આઇ સહિત પાંચ પોલીસ કર્મચારીના કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. જેમાં બે પોલીસ કર્મી પોલીસ વાનમાં, બે કોમ્પુટર ઓપરેટર અને એક પોલીસ કર્મી બાઇક પેટ્રોલિંગમાં ફરજ બજવતા હતા. હાલમાં આ તમામ પોલીસ કર્મીઓની સારવાર પણ શરૂ કરી દેવામાં આવી છે. અને તેમના સંપર્ક આવેલ પોલીસ કર્મચારીઓની મેડિકલ તપાસ પણ કરવામાં આવી રહી છે. જોકે એક સાથે પાંચ પોલીસ કર્મચારીના કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા પોલીસ કર્મચારી ઓમા ચિંતા નો માહોલ જોવા મળી રહ્યો છે.

તમને જણાવી દઈએ કે, અત્યાર સુધીમાં ૨૪૫ જેટલા પોલીસ કર્મચારીઓની સારવાર કરીને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. જ્યારે કોરોના પોઝિટિવ એવા ૬૩ પોલીસ કર્મીઓની હાલમાં સારવાર ચાલી રહી છે. જેમાં ૪૫ પોલીસ કર્મચારી અને ૧૮ કર્મચારી અન્ય ફોર્સ સાથે જોડાયેલા છે.

કોરોના પોઝિટિવ પોલીસ કર્મચારીને સારવાર લેવામાં કોઈ તકલીફ ના પડે તે માટે કોર્પોરેશન દ્વારા નરોડાની શેલબી હોસ્પિટલ ફાળવવામાં આવી છે. જ્યાં તમામ પોલીસ કર્મચારીઓની સારવાર કરવામાં આવશે.

જોકે બીજી તરફ પોલીસ કર્મચારીઓની માંગ છે કે, જ્યારે પણ કોઈપણ આરોપીને પકડવામાં આવે છે ત્યારે તેને કોરોનાના ટેસ્ટ કરાવવા માટે સિવિલ હોસ્પિટલ લઈ જવો પડે છે, જ્યાં આરોપીને લઇને ગયેલ પોલીસ કર્મચારીઓને પણ કોરોનાના સંક્રમણનો ભય સતાવી રહ્યો છે. એટલે પોલીસ સ્ટેશનની નજીકના આરોગ્ય કેન્દ્ર પર અથવા તો અર્બન હેલ્થ સેન્ટર આરોપીઓના કોરોના ટેસ્ટ માટેની પ્રક્રિયા થઈ શકે, તેવી વ્યવસ્થા કરવી જોઈએ.
First published: May 22, 2020
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading