અમદાવાદ : ગણતરીના દિવસોમાં જ પાંચ હત્યા, ક્યાંક સંબંધોની તો ક્યાંક અદાવતમાં ખેલાયા ખૂની ખેલ


Updated: August 15, 2020, 2:07 PM IST
અમદાવાદ : ગણતરીના દિવસોમાં જ પાંચ હત્યા, ક્યાંક સંબંધોની તો ક્યાંક અદાવતમાં ખેલાયા ખૂની ખેલ
પ્રતિકાત્મક તસવીર

અમદાવાદને લોહિયાળ કરનાર ઘટનાક્રમની રજે રજની માહિતીસભર ઇન્સાઇડ રિપોર્ટ,

  • Share this:
અમદાવાદ: શહેરમા હત્યા ના બનાવો અટકવાનું નામ નથી લઈ રહ્યા. તેવામા ગત મોડી રાતે દરિયાપુર વિસ્તારમા બે યુવકો પર જીવલેણ હુમલો કરવામા આવ્યો હતો. જેમા એક યુવકનુ મોત થયુ તો અન્ય એક યુવક ને ઈજા પહોંચી હતી. જે અંગે પોલીસે ગુનો નોંધી આરોપીને અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે.
દરિયાપુર પોલીસ મથક વિસ્તારમા આવેલી લખોટા પોળ પાસે ખુની ખેલ ખેલાયો હતો. જેમા રૂપિયા ની લેતીદેતી મામલે બોલાચાલી થતા બે યુવકો પર તિક્ષ્ણ હથિયાર વડે હુમલો કરવામા આવ્યો છે. જેમા અશરફખાન ઉર્ફે ઘોડો પઠાણ નામના યુવકનુ મોત થયુ તો અન્ય એક યુવક અબ્દુલ કાદીર છીપા નામના યુવકને હાથના ભાગે ગંભીર ઇજા થઇ હતી. જોકે પોલીસ પહોચે તે પહેલા આરોપી ઘટના સ્થળથી ફરાર થઈ ગયો. પરંતુ આરોપી શહેર છોડે તે પહેલા પોલીસે વહેલી સવારે તેને હસ્તગત કર્યો છે અને હત્યાના ગુનાની વધુ તપાસ હાથ ધરી છે.

હત્યા અને જીવલેણ હુમલાના ગુનાની તપાસ કરતા હકિકત સામે આવી કે કાળુપુર સોદાગરની પોળમાં રહેતો અશરફ ઉર્ફ ઘોડો હમીદખાન પઠાણ અને તેનો મિત્ર અબ્દુલ કાદર ઉર્ફ કાદીર બન્ને શુક્રવારે રાત્રે પૈસાની જરૂરિયાત હોઈ ભોપા નામના શખ્સ પાસે ઉછીના પૈસા લેવા લખોટાવાસમાં ગયા હતા. તે સમયે સાજીદ ખાંડેરાવ ત્યાં આવ્યો અને  સાજીદે તું બજારમાં મારા વિશે ખોટી વાતો ફેલાવે છે તેમ કહી ઝઘડો શરૂ કર્યો હતો. આ દરમિયાન અશરફ સાથે બોલાચાલી થતાં સાજીદે પોતાની પાસેનું ચપ્પૂ કાઢી હુમલો કર્યો હતો. અશરફને ડાબા પડખામાં જીવલેણ ઘા વાગતાં હોસ્પિટલ પહોંચતા જ તેનું મોત થયું હતું. અશરફને બચાવવા વચ્ચે પડેલા અબ્દુલ કાદર ઉર્ફ કાદીર ચિનાને હાથની કોણીમાં ઘા વાગ્યો હતો.

આ પણ વાંચો :  વડોદરા : વિશ્વામિત્રી નદી ભયજનક સપાટી નજીક પહોંચી, 133 લોકોનું સ્થળાંતર, મગરો રસ્તા પર

હત્યાના ગુનામા સંડોવાયેલ સાજીદનો ગુનાઈત ઈતિહાસ સામે આવ્યો છે. જેમા છરી મારવાના અને મારામારીના ગુના છે. ઉપરાંત સાજીદ રેલવે પ્લેટફોર્મ પર પોતાની ધાક જમાવી ગુંડાગીરી કરતો હોવાની વિગતો પણ મળી છે. સાથે સાથે મૃતક વિરુદ્ધ પણ અગાઉ એનડીપીએસના કેસ પોલીસ ચોપડે નોંધાયેલા હોવાનુ સામે આવ્યુ છે. ત્યારે આવા ગુનામા પોલીસ કાર્યવાહી બાદ શુ નવા ખુલાસા થાય છે તે જોવુ રહ્યુ.

તાજેતરમાં બનેલા પાંચ હત્યા કેસની વિગતો1 નિકોલના મનમોહન ચાર રસ્તા નજીક ખુલ્લા મેદાનમાં હત્યાનો બનાવ બન્યો હતો. જેમાં વિકલાંગ યુવકની મિત્રોએ જ કરી હત્યા કરી છે. મૃતક મંગા પટનીની આરોપી કાળું મારવાડીએ હત્યા કરી છે. મૃતક નશા માં મિત્રને બીભત્સ અપશબ્દો બોલતા ઉશ્કેરાયેલા મિત્રએ હત્યા કરી લાશ જમીનમાં દાટી દીધી હતી.

2.મેઘાણીનગરના જોગેશ્વર સોસાયટીમાં જૂની અદાવતમાં હત્યા થઈ હતી. મૃતક કેતન દીક્ષિતની હત્યા આરોપી તેજશ મહેરિયાએ કરી છે. અગાઉ થયેલા ઝઘડા ની અદાવત માં છરી ના ધા ઝીકી હત્યા કરાઈ છે. એક જ સોસાયટી માં રહેતા હોવાથી અવાર નવાર ઝઘડા થતા હોવાનું સામે આવ્યું છે.

3.મેમનગરના ઠાકોર વાસમાં આવેલા સસીતા એપાર્ટમેન્ટમાં બંધ ઘરમાંથી દુર્ગંધ આવતી હોવાથી સ્થાનિક લોકોએ પોલીસને જાણ કરી હતી. ઘર ખોલતા જ હાથ પગ બાંધી યુવકને સિલિંગ સાથે લટકાવી ગળે ફાંસો આપી હત્યા કરી હતી.મૃતક યુવક નિખિલ પરષોત્તમભાઈ સૂર્યવંશી (ઉં,25) હોવાનું ખુલ્યું.... પગેથી વિકલાંગ નિખિલ મૂળ દ્વારકાનો રહેવાસી છે. તે સસીતા એપાર્ટમેન્ટમાં ભાડેથી રહેતો અને પ્રહલાદનગર ખાતે ખાનગી કંપનીમાં એક્ઝીક્યુટિવ તરીકે નોકરી કરતો હતો. નિખિલની હત્યામાં સામેલ લોકોને શોધી કાઢવા પોલીસ તપાસ હાથ ધરી છે.

4. સરસપુર માં  પતિએ પત્ની હત્યા કરી હોવાનું સામે આવ્યું છે. મૃતક રાજશ્રી પાંચેક વર્ષથી અમદાવાદ માં તેના પતિ શૈલેષ ગાડગે સાથે રહેતી હતી. પણ પતિ શૈલેષ સાથે ખટરાગ થતા આ રાજશ્રી પાંચેક માસથી તેના બાળક સાથે તેના પિતા દેવરાયભાઈ ના ત્યાં રહેવા આવી હતી. શુક્રવારે સાંજે રાજશ્રીનો પતિ ત્યાં આવ્યો હતો. બહાર દેવરાયભાઈ બેઠા હોવાથી તેમણે શૈલેષ ને પૂછ્યું તું કેમ આવ્યો છે. તો શૈલેશે રાજશ્રી સાથે વાત કરવા આવ્યો હોવાનું જણાવ્યું હતું. દેવરાય ભાઈએ રાજશ્રીને બોલાવતા તે આવી હતી પણ તેણે શૈલેષ સાથે વાત કરવાની ના પાડી દીધી હતી. બાદમાં બને પતિ પત્ની વાતો કરતા હતા એવામાં શૈલેષ આવેશમાં આવી ગયો અને પત્નીને ગાળો બોલવા લાગ્યો હતો. અચાનક જ શૈલેષ ને શુ ઝનૂન ઉપડ્યું કે તેણે છરી મારવાની કોશિશ કરી તો રાજશ્રી ને મોઢાના ભાગે વાગી હતી. પોતાને બચાવવા રાજશ્રી દોડી તો શૈલેશે પીછો કરી તેને ધક્કો મારીને પાડી દીધી અને રાજશ્રીના પિતાની સામે જ તેના ગળાના ભાગે છરી ઘસી નાખી ત્યાંથી ભાગી ગયો હતો. સારવાર માટે રાજશ્રીને લઈ જતા ત્યાં ડોક્ટરે મૃત જાહેર કરી હતી. આરોપી શૈલેષ એ પણ હત્યા કરી પોતાના હાથ ની નસ પર ઘા કરી પોતે પણ ઇજાગ્રસ્ત થયો હતો અને પોલીસે તેની ધરપકડ કરી છે.

આ પણ વાંચો :  અમદાવાદ : રિસાયેલી પત્નીએ વાત ન કરતા પતિએ પિયરમાં જ ગળું કાપી જાહેરમાં હત્યા કરી નાખી

5.દરિયાપુર મા આવેલી લખોટા પોળ પાસે ખુની ખેલ ખેલાયો.. જેમા રૂપિયા ની લેતીદેતી મામલે બોલાચાલી થતા બે યુવકો પર તિક્ષ્ણ હથિયાર વડે હુમલો કરવામા આવ્યો.. જેમા અશરફખાન ઉર્ફે ઘોડો પઠાણ નામના યુવકનુ મોત થયુ તો અન્ય એક યુવક અબ્દુલ કાદીર છીપા નામના યુવકને હાથના ભાગે ગંભીર ઇજા થઇ હતી.. જોકે પોલીસ પહોચે તે પહેલા આરોપી ઘટના સ્થળથી ફરાર થઈ ગયો.

પરંતુ આરોપી શહેર છોડે તે પહેલા પોલીસે વહેલી સવારે તેને હસ્તગત કર્યો છે. અને હત્યાના ગુનાની વધુ તપાસ હાથ ધરી છે. હત્યા અને જીવલેણ હુમલાના ગુનાની તપાસ કરતા હકિકત સામે આવી કે કાળુપુર સોદાગરની પોળમાં રહેતો અશરફ ઉર્ફ ઘોડો હમીદખાન પઠાણ અને તેનો મિત્ર અબ્દુલ કાદર ઉર્ફ કાદીર બન્ને શુક્રવારે રાત્રે પૈસાની જરૂરિયાત હોઈ ભોપા નામના શખ્સ પાસે ઉછીના પૈસા લેવા લખોટાવાસમાં ગયા હતા. તે સમયે સાજીદ ખાંડેરાવ ત્યાં આવ્યો અને  સાજીદે તું બજારમાં મારા વિશે ખોટી વાતો ફેલાવે છે તેમ કહી ઝઘડો શરૂ કર્યો હતો.

આ દરમિયાન અશરફ સાથે બોલાચાલી થતાં સાજીદે પોતાની પાસેનું ચપ્પૂ કાઢી હુમલો કર્યો હતો. અશરફને ડાબા પડખામાં જીવલેણ ઘા વાગતાં હોસ્પિટલ પહોંચતા જ તેનું મોત થયું હતું. અશરફને બચાવવા વચ્ચે પડેલા અબ્દુલ કાદર ઉર્ફ કાદીર ચિનાને હાથની કોણીમાં ઘા વાગ્યો હતો. હત્યાના ગુનામા સંડોવાયેલ સાજીદનો ગુનાઈત ઈતિહાસ સામે આવ્યો છે. જેમા છરી મારવાના અને મારામારીના ગુના છે. ઉપરાંત સાજીદ રેલવે પ્લેટફોર્મ પર પોતાની ધાક જમાવી ગુંડાગીરી કરતો હોવાની વિગતો પણ મળી છે. સાથે સાથે મૃતક વિરુદ્ધ પણ અગાઉ એનડીપીએસના કેસ પોલીસ ચોપડે નોંધાયેલા હોવાનુ સામે આવ્યુ છે.

મોટાભાગના ગુનામાં આરોપીને ત્વરિત પકડ્યા છે : પોલીસ કમિશનર

આ તમામ ઘટનાઓને લઈને પોલીસ એક્શનમાં તો આવી છે. પણ કોઈ વાત નો બદલો લેવો અને બદલામાં હત્યા કરવી એ  શહેરમાં નવી પેટર્ન બની છે. અને આ પેટર્ન ના કારણે જ ક્યાંક બદલો લેવા તો ક્યાંક અદાવતમાં હત્યાના બનાવો સામે આવ્યા છે. ત્યારે આ સિલસિલો રોકાય તે પણ જરૂરી બન્યું છે. આ તમામ ઘટનાઓને લઈને શહેર પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવ એ જણાવ્યું કે તમામ ઘટનાઓ બનવા કાળે બની તો છે પણ શહેર પોલીસે આ મામલે ઘાટલોડિયા હત્યા કેસ સિવાય તમામ કેસમાં આરોપીઓને પકડી લીધા છે.
Published by: Jay Mishra
First published: August 15, 2020, 2:07 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading