અમદાવાદ : 20 રૂપિયાની સિગારેટ અમદાવાદના યુવકને પાંચ લાખ રૂપિયામાં પડી!


Updated: August 29, 2020, 12:35 PM IST
અમદાવાદ : 20 રૂપિયાની સિગારેટ અમદાવાદના યુવકને પાંચ લાખ રૂપિયામાં પડી!
એક્ટિવાની ડેકીમાંથી પાંચ લાખની ચોરી.

રેસ્ટોરન્ટમાં લાગેલા સીસીટીવી ફૂટેજ જોતા ગઠિયા એક્ટિવાની ડેકીનું લોક તોડી પાંચ લાખ રૂપિયા લઇ જતા નજરે પડ્યા હતા.

  • Share this:
અમદાવાદ: શહેરના એલિસબ્રિજ વિસ્તાર (Ellisbridge Area)માં અજીબ કિસ્સો સામે આવ્યો છે. જેમાં એક યુવક આંગડિયા પેઢી (Angadia Firm)માંથી પાંચ લાખ રૂપિયા લઈને નીકળ્યો હતો. રસ્તામાં એક પાનના ગલ્લે વીસ રૂપિયાની સિગારેટ પીવા ઊભો રહ્યો હતો. આ દરમિયાન તેની નજર ચૂકવીને ગઠિયા એક્ટિવાનું લોક તોડીને તેમાંથી પાંચ લાખ રૂપિયા લઇ રફુચક્કર થઈ ગયા હતા. સમગ્ર બાબતને લઈને પોલીસને જાણ કરતાં પોલીસે (Police) આ મામલે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. પોલીસે પાનના ગલ્લાની બાજુમાં આવેલી રેસ્ટોરન્ટના સીસીટીવી ફૂટેજ (CCTV Footage)પણ કબજે કર્યા છે.

શહેરના સરસપુર ખાતે રહેતા રાહુલભાઈ પરીખ કલગી ચાર રસ્તા પાસે આવેલી મિત્રની ઓફિસે ગયા હતા. અહીંથી તેમના મિત્રનું એક્ટિવા લઈને સીજી રોડ ખાતે આવેલી એક આંગડિયા પેઢી ખાતે જવાનું કહ્યું હતું. બાદમાં તેઓ આ આંગડિયા પેઢી ખાતે ગયા હતા અને ત્યાંથી સફેદ કલરની થેલીમાં પાંચ લાખ રૂપિયા એક્ટિવાની ડેકીમાં મૂકીને નીકળ્યા હતા.

સીજી રોડથી મીઠાખળી પસાર કરી નગરી હોસ્પિટલ થઇ કલગી ચાર રસ્તા પાસે આવ્યા હતા. અહીં એક રેસ્ટોરન્ટ પાસે આવ્યા હતા. અહીં એક પાનનો ગલ્લો હોવાથી તેઓ ત્યાં સિગારેટ અને પાણી પીવા ઊભા હતા. બાદમાં એક્ટિવા પાસે ગયા ત્યારે એક્ટિવાની ડેકી ખુલ્લી હતી. અંદર જોયું તો પાંચ લાખ રૂપિયા મળ્યા ન હતા.નીચે વીડિયોમાં જુઓ : સુરતની સિવિલમાં પાણી ભરાયા

આ બાબતે તેમણે તાત્કાલિક રેસ્ટોરન્ટમાં લાગેલા સીસીટીવી ફૂટેજ જોતા ગઠિયા એક્ટિવાની ડેકીનું લોક તોડી પાંચ લાખ રૂપિયા લઇ જતા નજરે પડ્યા હતા. પોલીસને જાણ કરતા એલિસબ્રિજ પોલીસે ઘટના સ્થળે પહોંચી હતી અને આ મામલે ફરિયાદ નોંધીને આરોપીને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યાં છે.
Published by: Vinod Zankhaliya
First published: August 29, 2020, 12:35 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading