ન્યૂઝીલેન્ડનાં આતંકી હુમલામાં પાંચ ગુજરાતીઓનાં મોત

News18 Gujarati
Updated: March 17, 2019, 9:57 AM IST
ન્યૂઝીલેન્ડનાં આતંકી હુમલામાં પાંચ ગુજરાતીઓનાં મોત
આતંકવાદી હુમલામાં 49થી વધુ લોકોના મોત નિપજયા છે.

સાત દિવસ પહેલાં જ ખુશબુએ પુત્રીને જન્મ આપ્યો હતો. દરમિયાન શુક્રવારે આરીફભાઈ અને રમીઝ જુમ્માની નમાઝ પઢવા ક્રાઈસ્ટચર્ચ પાસેની મસ્જિદમાં ગયા હતા

  • Share this:
ન્યૂઝ18 ગુજરાતી: ન્યુઝીલેન્ડના ક્રાઈસ્ટ ચર્ચ ખાતે શુક્રવારે બે મસ્જિદમાં થયેલા આતંકવાદી હુમલામાં 49થી વધુ લોકોના મોત નિપજયા છે. જેમાં 7 ભારતીયોનાં મોત થયા છે અને તેમાં 5 ગુજરાતીઓ છે. ગુજરાતમાંથી આ આતંકવાદી હુમલામાં જેમના મોત નીપજ્યા છે તેમાં વડોદરાનાં 58 વર્ષનાં આરીફ વ્હોરા અને તેમનો 27 વર્ષનો પુત્ર રમિઝ વ્હોરા, નવસારીનાં જુનેદ યુસુફ કારા, ભરૂચનાં લુનારા ગામના હાફેઝ મુસા અને અમદાવાદનાં જુહાપુરાનાં 65 વર્ષીય મેહબૂબ ખોખરાનો સમાવેશ થાય છે. આ પાંચેય પરિવારમાં માતમ છવાયેલો છે. રાજ્ય સરકારે પણ આતંકી હુમલામાં અરગગ્રસ્તોનાં પરિવારને જલ્દી વીઝા મળે તે માટે નિર્દેશ આપ્યો છે.

વડોદરાનાં પિતા-પુત્રનાં મોત

લાપતા બનેલા વડોદરાના આજવા રોડના પિતા-પુત્રના મોતના સમાચાર આવતાં વ્હોરા સમાજમાં શોક છવાઈ ગયો છે. આજવા રોડ પર ધનાનીપાર્કમાં રહેતાં આરીફભાઈ વ્હોરા વીમા એજન્ટનું કામ કરતા હતા. તેમનો એક પુત્ર ઓસ્ટ્રેલિયા ખાતે સ્થાયી થયો છે, જ્યારે બીજો પુત્ર રમીઝ તેમનાં પત્ની ખુશબુ સાથે ન્યુઝીલેન્ડમાં રહેતો હતો. ખુશબુ પ્રેગ્નેન્ટ હોવાથી તા. 14 ફેબ્રુઆરીએ જ આરીફભાઈ અને તેમનાં પત્ની રૂક્શાનાબેન ન્યુઝીલેન્ડ ગયા હતા. સાત દિવસ પહેલાં જ ખુશબુએ પુત્રીને જન્મ આપ્યો હતો. દરમિયાન શુક્રવારે આરીફભાઈ અને રમીઝ જુમ્માની નમાઝ પઢવા ક્રાઈસ્ટચર્ચ પાસેની મસ્જિદમાં ગયા હતા. તે વખતે જ થયેલા આતંકવાદી હુમલાને લઈ બંને લાપતા બન્યા હતા. ગઈકાલ સુધી પિતા-પુત્રના મોત અંગે સ્થાનિક તંત્ર પાસે કોઈ સચોટ માહિતી ન હતી. જેથી બંનેને મિસિંગ બતાવ્યા હતા પરંતુ હવે મોતની પુષ્ટી થઇ ગઇ છે.

આ પણ વાંચો: ન્યુઝીલેન્ડમાં મરનારા મોટાભાગના મુસલમાનોનો સંબંધ ભારત સાથે કેમ

ભરૂચ જિલ્લાનાં લુવારાનાં વતનીનું પણ મોત

ભરૃચના લુવારા ગામના હાફેઝ મુસાવલી 35 વર્ષ ફીઝીમાં ઈમામની ફરજ અદા કર્યા બાદ 15 દિવસ પહેલા જ ન્યુઝીલેન્ડમાં ગયા હતા. આ ઘટનામાં ન્યુઝીલેન્ડમાં રહેતા અને મુળ ભરૂચ જિલ્લાના લુવારા ગામના વતની હાફેઝ મુસા વલી પટેલને પણ પગના નીચેના ભાગે ગોળી વાગતા તેઓ ગંભીર રીતે ઘવાયા હોવાના સમાચાર ભરૂચમાં રહેતા તેમના સ્વજનોને મળ્યાં હતાં. જો કે બાદમાં તેમનું મોત નીપજ્યું છે. હાફેઝ મુસા વલી પટેલને ન્યુઝીલેન્ડમાં નાગરિકત્વ મળતા તેઓ દિકરીના ઘરે પત્ની સાયરા સાથે ગયા હતા. દરમિયાન શુક્રવારે ક્રાઈસ્ટ ચર્ચની મસ્જીદમાં નમાઝ અદા કરવા ગયા હતા. જયાં આતંકી હુમલા દરમિયાન ગોળીબારની ઘટના બનતા તેઓને ઘણી ઇજા પહોંચી હતી.આ પણ વાંચો: ન્યુઝીલેન્ડ: મસ્જિદમાં ગોળી વરસાવનાર આતંકી પાસેથી એક બહાદુર યુવકે છીનવી બંદૂક

અમદાવાદનાં મેહબૂબ ખોખરનું મૃત્યું

અમદાવાદના જુહાપુરાના નિવાસી અને જીઈબીના નિવૃત્ત કર્મચારી મેહબૂબ ખોખરનું પણ મૃત્યું નીપજ્યું છે. તેઓ બે મહિના પહેલા જ પોતાની પત્ની સાથે પુત્રને મળવા માટે ગયા હતા. ત્યાં શુક્રવારે નમાજ પઢવા ગયા હતા ત્યારે આ દુર્ઘટનામાં માર્યા ગયા હતા.

નવસારીનાં અડદા ગામનાં વતનીનું મોત

નવસારીના અડદા ગામનો યુવાન જુનૈદ પણ ભોગ બન્યો છે. મૃતકોના સ્વજનો ન્યુઝીલેન્ડ જવા રવાના થયા છે. દસ દાયકાથી ન્યૂઝીલેન્ડમાં સ્થાયી થયેલા ઇસ્લામ કારા પરિવારમાં પણ ગમગીની વ્યાપી ગઇ છે.
First published: March 17, 2019, 7:49 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading