અમદાવાદના સેટેલાઈટમાં ભર બપોરે ફાયરિંગ, પોલીસે તપાસ હાથ ધરી

News18 Gujarati
Updated: November 29, 2019, 7:10 PM IST
અમદાવાદના સેટેલાઈટમાં ભર બપોરે ફાયરિંગ, પોલીસે તપાસ હાથ ધરી
અમદાવાદના સેટેલાઈટમાં ભર બપોરે ફાયરિંગ, પોલીસે તપાસ હાથ ધરી

ફાયરિંગ મામલે પોલીસે નિવૃત્ત pwd કર્મચારીની ધરપકડ કરી

  • Share this:
અમદાવાદ : અમદાવાદના સેટેલાઈટ વિસ્તારમાં આવેલ સરમાઉન્ટ ટાવરના સાતમાં માળે પ્લાસ્ટિકના ઉત્પાદન સાથે જોડાયેલી કંપનીના માલિકની ઓફીસ ફાયરિંગની ઘટના બની છે. ઓફિસમાં બપોરના એક કલાકે કર્મચારીઓ પોતાનું કામ કરી રહ્યા હતા. તેવા સમયે એક વ્યક્તિ ઓફિસનો દરવાજો ખોલીને અંદર આવીને ઓફિસમાં ફાયરીંગ કર્યું હતું. જોકે ફાયરિંગમાં કોઈને ઈજા પહોચી નથી. ફાયરિંગ મામલે પોલીસે નિવૃત્ત pwd કર્મચારીની ધરપકડ કરી છે.

પ્રાથમિક તપાસમાં જૂની લેતી દેતીમાં તકરારના કારણે ફાયરિંગ થયું હોવાનું પોલીસ ને જાણવા મળ્યું છે. એસીપી દિવ્યા રવીયા જાડેજાએ જણાવ્યું હતું કે ફાયરિંગ કરનાર આરોપીની ધરપકડ કરી લેવાઇ છે અને તપાસ ચાલુ છે. આરોપી pwdના નિવૃત્ત અધિકારી છ. ફાયરિંગ પોતાની પાસે રહેલી સર્વિસ રિવોલ્વરમાંથી કર્યુ છે .પોલીસે રિવોલ્વર જપ્ત કરી છે. પોલીસ દ્વારા હાલ પૈસાની ચોક્કસ રકમ કેટલી છે ક્યારે પૈસા આપવામાં આવ્યા હતા. તેને લઈને તપાસ ચાલી રહી છે. બીજી તરફ ફરિયાદીએ આ મામલે કશું પણ કહેવાનો ઇનકાર કર્યો છે. પરંતુ ફરિયાદીની ફરિયાદ નોંધીને પોલીસે આરોપીની ધરપકડ કરી લીધી છે.અને તપાસ શરુ કરી છે.

આ પણ વાંચો - વીમા પોલિસી બંધ થઇ ગઈ છે તેમ કહીને શેરબજારમાં રોકાણના બહાને છેતરપિંડી કરતી ગેંગ ઝડપાઇ

મહત્વપૂર્ણ છે કે સેટેલાઈટ વિસ્તારમાં સરમાઉન્ટ ટાવર એટલે કે ઈસ્કોન બ્રિજ નજીક આ ટાવર આવેલ છે અને બપોરના સમયે તમામ ઓફિસો ધમધમ હતી તેવા સમયે ફાયરિંગનો અવાજ આવતાની સાથે દોડધામ મચી હતી. આરોપી પણ ફાયરિંગ કરીને ત્યાથી તાત્કાલીક નિકળી ગયો હતો. કર્મચારીએ પોલીસને જાણ કરી હતી.
First published: November 29, 2019, 7:10 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading