અમદાવાદઃ અડધી રાત્રે સંદીપ પટેલનો બર્થડે ઉજવવા કરી આતશબાજી, પોલીસને જોઈ યુવકો ઊભી પૂંછડીએ ભાગ્યા

અમદાવાદઃ અડધી રાત્રે સંદીપ પટેલનો બર્થડે ઉજવવા કરી આતશબાજી, પોલીસને જોઈ યુવકો ઊભી પૂંછડીએ ભાગ્યા
પ્રતિકાત્મક તસવીર

ઓમકાર રેસીડેન્સી ખાતે રહેતા સંદીપ પટેલનો બર્થ ડે હોવાથી તેના મિત્રો દ્વારા બડેની ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું હતું. જે બર્થ ડેની ઉજવણી તેઓ કરી રહ્યા હતા.

  • Share this:
અમદાવાદઃ દિવાળી (Diwali) બાદ કોરોનાનું સંક્રમણ (coronavirus) વધી જતાં રાત્રિ દરમિયાન કર્ફ્યુ (curfew) જાહેર કરવામાં આવ્યો છે. હાલ પણ રાત્રીના બાર વાગ્યાથી છ વાગ્યા સુધી કર્ફ્યુ અમલમાં છે. જો કે રામોલ (Ramol) વિસ્તારમાં કરફ્યુ વચ્ચે પણ બર્થ ડે પાર્ટીનું આયોજન કરી આતશબાજી કરવી કેટલાક યુવાનો ને ભારે પડ્યું છે. આતશબાજી (Fireworks) થઈ રહી હોવાનો મેસેજ પોલીસ ને મળતા જ પોલીસ પહોંચી અને બર્થ ડે પાર્ટીની ઉજવણી (Birthday party celebration) કરતા યુવાનો રફુચક્કર થઈ ગયા.

રામોલ પોલીસને પોલીસ કંટ્રોલ રૂમ તરફ થી મેસેજ મળ્યો હતો કે વસ્ત્રાલ આરટીઓ રોડ પર આવેલ શાશ્વત રેસીડેન્સી પાસે કેટલાક યુવાનો આતશબાજી કરી રહ્યા છે. જેથી પોલીસ ઘટના સ્થળ પર પહોંચી હતી. જોકે પોલીસનો ગાડીની લાઈટ જોઈને આ યુવાનો રફુચક્કર થઈ ગયા હતા. જેથી પોલીસે સીસીટીવી ફૂટેજ ચેક કર્યા હતા.સીસીટીવી ફૂટેજના આધારે ઓળખ કરતા પોલીસને જણાવ્યું હતું કે ઓમકાર રેસીડેન્સી ખાતે રહેતા સંદીપ પટેલનો બર્થ ડે હોવાથી તેના મિત્રો દ્વારા બડેની ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું હતું. જે બર્થ ડેની ઉજવણી તેઓ કરી રહ્યા હતા. જો કે પોલીસની ગાડીની લાઈટ જોઈને તેઓ ભાગી ગયા હતા.

આ પણ વાંચોઃ-આયેશાની આખી કહાની! કોણ છે પતિ આરિફ ખાન જેના માટે આયેશાએ હસતાં મોંઢે મોતને વ્હાલું કર્યું

આ પણ વાંચોઃ-પતિએ ફરી શરું કર્યો MBAનો અભ્યાસ, યુવતી સાથે થયું 'લફરું', એક્સ્ટ્રા ક્લાસના બહાને રાત્રે જતો હતો પ્રેમિકા પાસે, પત્નીએ આવી રીતે પકડ્યો

આ પણ વાંચોઃ-દુકાનમાં કામ કરતા યુવકને માલિકે ઘરે જમવા બોલાવ્યો, માલિકની પત્ની સાથે યૌન સંબંધ ઇચ્છતો હતો યુવક, ઇન્કાર કરતા કરી હત્યા

આ પણ વાંચોઃ-રાજકોટઃ 'ઘર કંકાસના કારણે આપઘાતનું પગલું ભર્યું છું', ડોક્ટરના પુત્રએ ઝેરી દવા પી જીવન ટૂંકાવ્યું

પોલીસને જાણ થતાં જ પોલીસે સંદીપ પટેલ, દીપક પટેલ, સુનિલ પટેલ, સની દરબાર, યશ ગોસ્વામી, પાર્થ પટેલ અને નીરવ પરમારની સામે જાહેરનામા ભંગ બદલ ગુનો દાખલ કરીને કાર્યવાહી કરી છે.ઉલ્લેખનીય છે કે જાહેરમાં જન્મદિવસ કેક કાપીને જન્મ દિવસ ઉજવવાના અનેક કિસ્સાઓ કોરોના કાળમાં કર્ફ્યૂ સમયમાં જોવા મળ્યા હતા. જોકે, પોલીસે આવી ઘટનાઓ ઉપર તાત્કાલિક પગલાં લઈને આરોપીઓને કાયદાના પાઠ પણ ભણાવ્યા હતા.
Published by:ankit patel
First published:March 03, 2021, 19:56 pm

ટૉપ ન્યૂઝ