વિદ્યાર્થીઓમાં ઉત્તમ કારકીર્દિ ઘડતર માટે હોટ ફેવરિટ છે આ ક્ષેત્ર

News18 Gujarati
Updated: May 15, 2019, 5:32 PM IST
વિદ્યાર્થીઓમાં ઉત્તમ કારકીર્દિ ઘડતર માટે હોટ ફેવરિટ છે આ ક્ષેત્ર

  • Share this:
વૈશ્વિકીકરણ અને ઔદ્યોગીકરણના કારણે ભારતમાં છેલ્લા કેટલાકં વર્ષોથી આંતરરાષ્ટ્રીય કક્ષાનાં ઉદ્યોગો મોટા પ્રમાણમાં સ્થપાઈ રહ્યા છે. વિકાસનાં પંથે કૂચ કરી રહેલા ભારતમાં બાંધકામની પ્રવૃત્તિઓ પણ ઝડપથી વિસ્તરી રહી છે. આવાસંજાગોમાં સારામાં સારું મહેનતાણું અને સો ટકા ફાયર ટેકનોલોજી અને સેફટીનાં ક્ષેત્રમાં કારકિર્દી બનાવવા વિદ્યાર્થીઓ તત્પર છે.

ધો.૧ર સાયન્સ પછી વિદ્યાર્થીઓને ફાયર ટેકનોલોજી એન્ડ સેફટીનાં ક્ષેત્રમાં ઉત્તમ કારકિર્દી બનાવવાની તક ઉપલબ્ધ છે. ગુજરાતમાં અમદાવાદ જિલ્લામાં ઓટોમોબાઈલ હબ તરીકે ઓળખાતા સાણંદ ખાતે આવેલી કોલેજ ઓફ સેફટી એન્ડ ફાયર ટેકનોલોજી (સીએફટી) ભારતની એકમાત્ર એવી સંસ્થા છે કે જયાં વિદ્યાર્થીને ગુજરાત યુનિવર્સિટીની B.Sc. (Fire & Safety) ડિગ્રી મળે છે. ગુજરાતના કે ગુજરાત બહારના વિદ્યાર્થીઓને રહેવા માટે સંસ્થામાં હોસ્ટેલની સુવિધા પણ ઉપલબ્ધ છે. ફાયર અને સેફટીના ક્ષેત્રમાં સો ટકા પ્લેસમેન્ટનો રેકોર્ડ ધરાવતી આ સંસ્થાની વધુ વિગતો તેની વેબસાઈટ www.collegeoffiretechnology.com પર પણ ઉપલબ્ધ છે.

અહીં ક્લિક કરી વાંચોઃ સરકારની નવી યોજના, કિડનીના દર્દીઓની ઘરે જ થશે મફત સારવાર

કોલેજ ઓફ ફાયર ટેકનોલોજીનાં એડમિશન માટે ધો.૧ર સાયન્સમાં ઉતીર્ણ થયેલા વિદ્યાર્થીઓ અરજી કરી શકે છે. આ સંસ્થામાં પ્રવેશ માટે અરજી કર્યા બાદ એન્ટ્રન્સ ટેસ્ટ લેવામાં આવે છે. A ગ્રુપ અને B ગ્રુપમાં ધો.૧ર સાયન્સ પાસ થયેલા વિદ્યાર્થીઓ અરજી કરી શકે છે. અરજી કર્યા બાદ એન્ટ્રન્સ ટેસ્ટ લેવામાં આવે છે. એન્ટ્રન્સ ટેસ્ટમાં પાસ થયા બાદ ઈન્ટરવ્યુની પક્રિયા ચાલે છે. કોલેજ ઓફ સેફટી એન્ડ ફાયર ટેકનોલોજીમાં B.Sc. (Fire & Safety)માં એડમીશન માટે જે તે રાજયમાં માન્ય એજયુકેશન બોર્ડ ઉપરાંત CBSEનાં ધો.૧ર સાયન્સ પાસ વિદ્યાર્થીઓ પણ અરજી કરી શકે છે.

છેલ્લા ૧પ વર્ષથી કાર્યરત કોલેજ ઓફ ફાયર ટેકનોલોજીમાં અત્યાર સુધીમાં ૧૮૦૦થી પણ વધુ વિદ્યાર્થીઓ ઉતીર્ણ થઈને ભારત અને વિદેશમાં પ્રતિષ્ઠિત કંપનીઓમાં ફાયર અને સેફટી ઓફિસર તરીકે નોકરીએ લાગ્યા છે.

કોલેજ ઓફ ફાયર ટેકનોલોજીમાં ઉપલબ્ધ B.Sc. (Fire & Safety)ની ડિગ્રીનો સમયગાળો ૩ વર્ષનો છે. સંસ્થાનું કેમ્પસ અત્યાધુનિક અને સારી આંતરમાળખાકીય સુવિધાઓથી સજજ છે. આ સંસ્થામાં ધો.૧૦ પછી G.C.V.T. (ગાંધીનગર) દ્વારા માન્યતા પ્રાપ્ત I.T.I. (Fireman)નો અભ્યાસ ક્રમ પણ ચલાવવામાં આવે છે.કોલેજ ઓફ સેફટી એન્ડ ફાયર ટેકનોલોજી ISO 9001 - 2015 પ્રમાણિત સંસ્થા છે. કોલેજ ગ્રેજયુએશન પછી ઉચ્ચ અભ્યાસ માટે વિદેશની યુનીવસિર્ટીમાં M.Sc. કોર્ષમાં પ્રવેશ મેળવી શકાય છે અને રોજગારીની તકો ઉપલબ્ધ છે.
First published: May 15, 2019, 5:32 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading