Home /News /madhya-gujarat /

અમદાવાદ: 15 જવાનોનુ 25 મિનિટનું ઓપરેશન, ફાયર બ્રિગેડે નવજાત શિશુનો બચાવ્યો જીવ

અમદાવાદ: 15 જવાનોનુ 25 મિનિટનું ઓપરેશન, ફાયર બ્રિગેડે નવજાત શિશુનો બચાવ્યો જીવ

જે નવજાત શિશુને ફાયર બ્રિગેડના જવાનોએ નવજીવન આપ્યું છે.

Ahmedabad News: એક નવજાત શિશુની જીંદગી બચાવીને નવજીવન આપ્યું છે.

અમદાવાદ: અમદાવાદ ફાયર બ્રિગેડના જવાનો દ્વારા આજે વહેલી સવારે સરાહનીય ઓપરેશન પાર પાડ્યું છે. એક નવજાત શિશુની જીંદગી બચાવીને નવજીવન આપ્યું છે. પાલડી વિકાસ ગૃહમાં ગર્ભવતી એક યુવતી ટોયલેટ જવા માટે ગઈ હતી તે દરમિયાન તેને ડિલિવરી થઈ જતાં બાળક ટોયલેટના મરઘામાં ફસાઈ ગયું હતું. જે નવજાત શિશુને ફાયર બ્રિગેડના જવાનોએ નવજીવન આપ્યું છે.

પાલડી વિકાસ ગૃહ ખાતે આજે વહેલી એક ગર્ભવતી યુવતી ટોયલેટ જવા માટે ગઈ હતી. જોકે, આ દરમિયાન તેની ડિલિવરી થઈ જતા નવજાત શિશુ ટોયલેટના મરઘામાં ફસાઈ ગયું હતું. જે અંગેની જાણ ફાયર બ્રિગેડ અને પોલીસને કરવામાં આવી હતી. જેથી મણિનગર અને મેમનગર ફાયર સ્ટેશનનો સ્ટાફ ઘટનાસ્થળ પર પહોંચ્યો હતો અને લગભગ ૧૫ જેટલા ફાયર બ્રિગેડના જવાનો દ્વારા 25 મિનિટ સુધી ઓપરેશન કરીને અંતે હેમ ખેમ નવજાત શિશુનો જીવ બચાવ્યો છે. અને ૧૦૮ મારફતે બાળકને ઓબ્ઝર્વેશન માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યું છે.

આ પણ વાંચો - આપમાં જોડાઇને બોલ્યા ઇન્દ્રનીલ રાજ્યગુરૂ, 'ગુજરાતમાં કોંગ્રેસ પાર્ટી વિકલ્પ બનવાની ક્ષમતા પણ ખોઇ બેઠી છે'

આજે અગ્નિ શમન સેવા દિન નિમિત્તે ફાયર બ્રિગેડના જવાનો દ્વારા ખૂબ જ સમજૂતીથી કરવામાં આવેલ કાર્યથી એક નવજાત શિશુની જીંદગી બચી ગઈ છે. ફાયર બ્રિગેડ દ્વારા અનેક વખત પોતાના જીવને જોખમમાં મૂકીને લોકોની જીંદગી બચાવી હોય તેવા અનેક બનાવો અગાઉ પણ સામે આવ્યા છે. અગાઉ પણ ફાયર બ્રિગેડના જવાનો દ્વારા બોરવેલમાં ફસાયેલા બાળકોને અનેક કલાકો સુધી ઓપરેશન કરીને જીવિત બહાર કાઢ્યા હોય તેવા પણ ઉદાહરણો છે. ત્યારે આજે વધુ એક પ્રશંસનીય કામગીરી ફાયર બ્રિગેડ ના જવાનો દ્વારા કરવામાં આવી છે. જે ખરા અર્થમાં પ્રશંસાના પાત્ર છે.
Published by:Kaushal Pancholi
First published:

Tags: અમદાવાદ, ગુજરાત, રેસ્ક્યુ

આગામી સમાચાર