હવે અમદાવાદમાં આગઃ એક જ પરિવારના 4નાં મોત, દીકરી સ્કૂલે હોવાથી જીવ બચ્યો

Vinod Zankhaliya | News18 Gujarati
Updated: January 9, 2018, 2:13 PM IST
હવે અમદાવાદમાં આગઃ એક જ પરિવારના 4નાં મોત, દીકરી સ્કૂલે હોવાથી જીવ બચ્યો
એક જ પરિવારના ચારનાં મોત

આગ શોર્ટસર્કિટને કારણે લાગી હોવાનું માનવામાં આવી રહ્યું છે.

  • Share this:
અમદાવાદઃ શહેરના નારાણપુરા વિસ્તારમાં આવેલા વરદાન ટાવરમાં આગ લાગવાને કારણે એક જ પરિવારના ચાર લોકોનાં મોત થયા છે. અહીં ગ્રાઉન્ડ ફ્લોર પર આવેલી એક કિરાણા સ્ટોરમાં આગ લાગી હતી. આગ શોર્ટ સર્કિટ કે અન્ય કોઈ કારણથી લાગી હોઈ શકે છે.

આગ લાગી ત્યારે ચૌધરી પરિવાર દુકાનની પાછળ આવેલા રહેઠાણમાં જ હતો. એવું કહેવામાં આવી રહ્યું છે કે આગને કારણે પરિવારના સભ્યો ગૂંગળામણથી બેભાન થઈ ગયા હતા. જેના કારણે બહાર નીકળી શક્યા ન હતા. ફાયર બ્રિગેડે દુકાનમાંથી ચાર લોકોને બહાર કાઢીને હોસ્પિટલમાં ખસેડ્યા હતા. જોકે, તમામના મોત થઈ ગયા હતા. પરિવારમાંથી એક દીકરી સ્કૂલમાં હોવાથી બચી ગઈ હતી.

આગમાં કરિયાણાની દુકાન બળીને ખાખ થઈ ગઈ


દુકાનમાં આગ બાદ ઘુમાડા જોયા બાદ ટાવરમાં રહેતા લોકોએ ફાયર બ્રિગેડને જાણ કરી હતી. ફાયર બ્રિગેડની છ ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી હતી અને આગ પર કાબૂ મેળવ્યો હતો.  મૃતકોમાં પતિ-પત્ની અને તેના બે વર્ષના બાળક અને એક ભાઈનો સમાવેશ થાય છે.

આગમાં બે વર્ષના બાળકનું પણ મોત


મૃતકોનાં નામલીલાબેન ચૌધરી (30 વર્ષ)
સુનિલ ચૌધરી (35 વર્ષ)
મોહન ચૌધરી (30 વર્ષ)
અર્જુન ચૌધરી (2 વર્ષ)
First published: January 9, 2018, 9:13 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading